અમદાવાદ- Stock Market India શેરબજારમાં નફારૂપી ભારે વેચવાલીથી ગાબડુ પડયું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 592 પોઈન્ટ ઘટ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 176 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી બેંક(Nifty Bank) 354 પોઈન્ટ ઘટ્યો હતો. ગઈકાલના ઉછાળા પછી આજે શેરબજારમાં(Share Market India) કેમ ઘટાડો આવ્યો? હવે આગામી દિવસોમાં બજારમાં તેજી આવશે કે નહી? ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો…..
BSE Sensex down 592 Pt.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,750ની નીચા મથાલે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 84,906 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 84,312 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,404 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 592 પોઈન્ટનું ગાબડુ દર્શાવે છે.
NSE Nifty down 176 pt.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,984ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 26,032 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 25,845 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 25,877 બંધ રહ્યો હતો, જે ગઈકાલના બંધની સામે 176 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.
કંપની Q2 પરિણામ
(1) લાર્સન ટુબ્રોના બીજા ત્રિમાસિકગાળામાં નફો 15 ટકા અને આવક 10 ટકા વધીને આવ્યા હતા. (2) સેઈલનો નફો 53 ટકા ઘટીને આવ્યો હતો અને સાથે માર્જિન પર પ્રેશર રહ્યું હતું (3) સિપ્લાનો નફો રૂપિયા 1305 કરોડથી વધી 1353 કરોડ નોંધાયો હતો. (4) અદાણી પાવરનો નફો રૂપિયા 3332 કરોડથી ઘટી રૂપિયા 2953 કરોડ આવ્યો હતો. (5) આદિત્ય બિરલા કેપિટલનો નફો રૂપિયા 1,001 કરોડથી ઘટી રૂપિયા 855 કરોડ આવ્યો હતો. (6) હુંડાઈ મોટરનો નફો 1375 કરોડથી 14 ટકા વધી રૂપિયા 1572 કરોડ આવ્યો હતો.
શેરબજાર કેમ ગબડ્યું?
ગઈકાલના ઉછાળા પછી શેરબજારમાં આજે ભારે વેચવાલી ફરી વળી હતી. આજે બેંક, ફાર્મા, ફાયનાન્સિલ, એફએમસીજી, પીએસયુ બેંક, આઈટી અને ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં ભારે વેચવાલી હતી. અને પરિણામે શેરોના ભાવ ઝડપી તૂટ્યા હતા. આજે ખાસ કરીને ઈન્ડેક્સ બેઈ્ઝડ શેરોમાં જ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

(1) યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. જે પછી ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સંકતે આવ્યો હતો કે હવે નજીકના ભવિષ્યમાં ફેડ રેટમાં કટ આવવાની સંભાવના નથી. તેમણે યુએસ ઈકોનોમી આઉટલૂક અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ફેડરલ રીઝર્વ આ વર્ષમાં બીજી વખત ફેડ રેટમાં ઘટાડો કર્યો છે. પણ હવે વ્યાજ દરમાં ઘટાડો થવાનો નથી, તેવા સંકેત પાછળ અમેરિકાના સ્ટોક માર્કેટ નવા હાઈ બનાવ્યા પછી ઝડપી ગબડ્યા હતા. એટલે કે ઈન્ટ્રા-ડે હાઈથી ઘટ્યા હતા. તેની પાછળ આજે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન માર્કેટ માઈનસમાં હતા. આમ ગ્લોબલ સંકેત નેગેટિવ હતા.
(2) એફઆઈઆઈની વેચવાલીઃ એફઆઈઆઈએ 29 ઓકટોબરે 2540 કરોડનું નેટ સેલ કર્યું હતું, જેથી શેરબજારમાં એફઆઈઆઈીન વેચવાલીનો ગભરાટ હતા. જો કે એફઆઈઆઈએ ઓકટોબર મહિનામાં જ રૂપિયા 7500 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. જ્યારે ડીઆઈઆઈ સ્થાનિક નાણા સંસ્થાઓએ ઓકટોબરમાં રૂપિયા 43,256 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 52 પૈસા તૂટી 88.73 પર ટ્રેડ કરતો હતો. આથી શેરબજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થયું હતું.
યુએસ ચીન ડીલ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દક્ષિણ કોરિયાના બુસાનમાં આજે ગુરુવારે મળ્યા હતા. બે કલાકની બેઠક બાદ તમામ મુદ્દાઓ પર સહમતિ સંઘાઈ ગઈ છે. યુએસ ચીનથી સોયાબીનની ખરીદી શરૂ કરશે અને ચીન રેર અર્થ મિનરલ્સની યુએસમાં નિકાસ કરશે. આ બેઠક પછી ટ્રમ્પે ચીન પર 10 ટકા ટેરિફ ઘટાડ્યો હતો. જો કે આ ફેકટરની શેરબજારના સેન્ટિમેન્ટ પર કોઈ અસર પડી નથી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1321 શેરના ભાવ વધ્યા હતા અને 1748 શેરના ભાવ ઘટ્યા હતા.
78 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 39 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
76 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 46 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
કોલ ઈન્ડિયા(1.58 ટકા), હિન્દાલકો(0.79 ટકા), લાર્સન ટુબ્રો(0.79 ટકા), બીઈએલ(0.74 ટકા) અને નેસ્લે(0.55 ટકા)
ટોપ લુઝર્સ
ડૉ. રેડ્ડી લેબ(3.79 ટકા), સિપ્લા(2.54 ટકા), એચડીએફસી લાઈફ(2.01 ટકા), ઈન્ડિગો(1.68 ટકા) અને ભારતી એરટેલ(1.50 ટકા)
Most Watched News
US China Deal: ટ્રમ્પ જિનપિંગ વચ્ચે તમામ મુદ્દે સહમતિ સંઘાઈ, ટેરિફ ઘટાડ્યો
Top gainers: Coal India (1.58 percent), Hindalco (0.79 percent), Larsen Toubro (0.79 percent), BEL (0.74 percent) and Nestle (0.55 percent)
Top losers: Dr. Reddy’s Labs (3.79 percent), Cipla (2.54 percent), HDFC Life (2.01 percent), IndiGo (1.68 percent) and Bharti Airtel (1.50 percent)