અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 54 પોઈન્ટ ઘટી 85,213.86 બંધ રહ્યો હતો અને એનએસઈ નિફ્ટી(NSE Nifty) 19 પોઈન્ટ ઘટી 26,027.30 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી(Nifty Bank) 71.85 વધી 59,461.80 બંધ થયો હતો. શરૂના ઘટાડા પછી નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. પરિણામે બજારમાં ઘટ્યા મથાળેથી સારો એવો સુધારો આવ્યો હતો.
સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,891 ખૂલીને શરૂમાં ભારે વેચવાલથી ઘટી 84,840 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 85,278 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,213.86 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 54.30નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 19 પોઈન્ટ નરમ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,930 ખૂલીને શરૂમાં ઝડપી ઘટી 25,904 થયો હતો, અને જે મથાળે નવી લેવાલીનો ટેકો આવતાં ઝડપી ઉછળી 26,047 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,027.30 બંધ થયો હતો. જે 19.65ની નરમાઈ દર્શાવે છે.
ઘટ્યા મથાળે નવી લેવાલીનો ટેકો
અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ભારે માઈનસમાં ખૂલ્યા હતા. જેથી ભારતીય શેરોમાં પણ વેચવાલી ફરી વળી હતી. જો કે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ ખૂલ્યા હતા અને ડાઉ જોન્સ ઈન્ડેક્સ ફ્યુચર 220 પોઈન્ટ પ્લસ હતો. જેથી(Stock Market India) ભારતીય શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી, અને ઘટયા મથાળેથી રીકવરી આવી હતી.
શેરબજારમાં પોઝિટિવ કારણ
ભારતની નવેમ્બર મહિનામાં વેપાર ખાદ્ય ઘટીને આવી છે. નવેમ્બરમાં ટ્રેડ ડેફિસીટ(Trade Deficit in November 2025) ઘટીને 24.53 અબજ ડૉલર રહી છે. જે ઓકટોબર મહિનામાં 41.68 અબજ ડૉલર હતી. નવેમ્બરમાં ભારતની કુલ નિકાસ 19.37 ટકા વધી 38.13 અબજ ડૉલર રહી છે અને તેની સામે આયાત 1.88 ટકા ઘટી 62.66 અબજ ડૉલર રહી છે. વેપાર ખાદ્ય ઘટીને આવી તે(Stock Market India) શેરબજાર માટે પોઝિટિવ ફેકટર હતું, પણ તેની શેરબજારના સેન્ટિમેન્ટ પર કોઈ અસર જોવા મળી ન હતી.
શેરબજારમાં નેગેટિવ ફેકટર
(1) નવેમ્બર મહિનામાં મોંઘવારી દર વધીને આવ્યો છે. રીટેઈલ મોંઘવારી નવેમ્બરમાં 0.25 ટકા રેકોર્ડ લોથી વધી 0.71 ટકા આવ્યો છે અને જથ્થાબંધ મોંઘવારી દર -0.32 ટકાથી વધી -1.21 ટકા રહ્યો છે.
(2) ડૉલર સામે રૂપિયો વધુ તૂટી 90.79 રેકોર્ડ લો બનાવ્યો છે. બપોરે 3.30 વાગ્યે રૂપિયો 32 પૈસા તૂટી 90.75 પર ટ્રેડ કરતો હતો.
(3) એફઆઈઆઈની વેચવાલી- એફઆઈઆઈ(Fii Net Seller) ભારતીય શેરબજારમાં(Stock Market India) સતત વેચવાલ રહી છે. 12 ડીસેમ્બરે એફઆઈઆઈએ રૂપિયા 1114 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ ડીસેમ્બર મહિનામાં કુલ 19,605 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે. જ્યારે સામે ડીઆઈઆઈએ કુલ રૂપિયા 39,970 કરોડનું બાય કર્યું છે.
કોરોના રેમેડીઝનું ધમાકેદાર લિસ્ટિંગ
કોરોના રેમેડીઝના નવા આઈપીના નવા શેરમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું, કંપનીઓનો આઈપીઓ 137 ગણો છલકાયો હતો અને તેની પ્રાઈઝબેન્ડ રૂપિયા 1062 હતી. આજે બીએસઈમાં 1452 અને એનએસઈમાં 1470ના ભાવે લિસ્ટ થયો હતો. આજે બજાર બંધ થયું ત્યારે કોરોના રેમેડીઝના નવો શેર 1438ના ભાવે બંધ રહ્યો હતો. જે 376 પ્લસમાં બંધ રહ્યો હતો. રોકાણકારોને 35 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. આજે દિવસ દરમિયાન શેરનો ભાવ ઘટી 1413 અને વધી 1497 થયો હતો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ
આજે સોમવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1667 શેરના ભાવ વધ્યા હતા અને 1471 શેરના ભાવ ઘટ્યા હતા.
68 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 101 શેર બાવન વીક લો પર બંધ હતા.
72 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 66 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
Most Watched Video News
Gold Silver Market: આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં પ્રોફિટ બુકિંગ આવશે?
ટોપ ગેઈનર્સ
ઈન્ડિગો(2.05 ટકા), ટ્રેન્ટ(1.22 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(1.21 ટકા), એચસીએલ ટેકનોલોજી(0.79 ટકા) અને વિપ્રો(0.73 ટકા)
ટોપ લુઝર્સ
એમ એન્ડ એમ(1.90 ટકા), આઈસર મોટર(1.56 ટકા), ઓએનજીસી(1.18 ટકા), બજાજ ઓટો(1.04 ટકા) અને જેએસડબલ્યુ સ્ટીલ(1.02 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
શેરબજારમાં ઘટયા મથાળે ટેકો મળ્યો છે. જો કે હવે વિદેશી ફંડોના કામકાજ ઘટતા જશે. પરંતુ નિફ્ટી આજે સતત બીજા દિવસે 26,000 ઉપર બંધ રહ્યો છે. જે પોઝિટિવ નિશાની છે. જો કાલે નિફ્ટી 26,000 ઉપર જ ટ્રેડ કરે તો તેજીની આગેકૂચ રહેશે.