Stock Market India: આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આવશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ– Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે વધુ ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 465 પોઈન્ટ ઘટ્યો હતો અને એનએસઈ નિફ્ટી(NSE Nifty) 155 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 254 પોઈન્ટ ઘટ્યો હતો. શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. શેરબજાર તૂટવા પાછળ ચાર કારણો? શેરબજારમાં(Share Market India) આજે નવું બાઈંગ કેમ ન આવ્યું? હવે આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આવશે?(Will the stock market rebound next week?)

જૂઓ વીડિયો…..

BSE Sensex down 465 pt.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,379 ખૂલીને શરૂમાં વધી 84,712 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં તૂટી 83,905 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,938.71 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 465.75નું ગાબડુ દર્શાવે છે.

NSE Nifty Down 155 pt.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,863 ખૂલીને શરૂમાં વધી 25,953 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 25,711 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,722.10 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 155.75નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટી બેંક 254 પોઈન્ટ ઘટી 57,776 બંધ થયો હતો.

તમામ સેકટરમાં જોરદાર વેચવાલી

આજે સપ્તાહનો અંતિમ દિવસ હતો. મેટલ, ફાર્મા, આઈટી, બેંક, રીયલ્ટી, એફએમસીજી સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી. સાથે ઈન્ડેક્સ બેઈ્ઝ્ડ હાઈપ્રાઈઝ સ્ટોકમાં પણ જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે શેરબજાર(Stock Market India) સતત બીજા દિવસે વધુ ઘટ્યું હતું. જો કે આજે પીએસયુ બેંક અને ડીફેન્સ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.

કંપનીઓના Q2 પરિણામ

(1) બીઈએલનો નફો રૂપિયા 1091 કરોડથી વધી રૂપિયા 1286 કરોડ આવ્યો હતો. કંપનીની કુલ ઓર્ડર બુક 74,453 કરોડ રૂપિયાની હતી. (2) બીએફ યુટિલિટીનો નફો 80 કરોડથી વધી 84 કરોડ રહ્યો હતો. (3) સ્ટ્રાઈડ ફાર્માનો નફો 72 કરોડથી વધી રૂપિયા 131 કરોડ આવ્યો હતો. (4) એસીસીનો નફો રૂપિયા 200 કરોડથી વધી રૂપિયા 1112 કરોડ નોંધાયો હતો, જેમાં રૂપિયા 356 કરોડની ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે. (5) વેંદાતાનો નફો રૂપિયા 4352 કરોડથી ઘટી 1798 કરોડ રહ્યો હતો. (6) વ્હીલ્સ ઈન્ડિયાનો નફો 24 કરોડથી વધી 31 કરોડ થયો હતો. (7) મારૂતિ સુઝુકીનો નફો 8 ટકા વધી રૂપિયા 3349 કરોડ રહ્યો હતો અને આવક 13 ટકા વધી રૂપિયા 42,3444 કરોડ રહી હતી.

કંપની સમાચાર

(1) એમટીઆર ટેકનોલોજીને 263 કરોડનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળ્યો છે (2) ભારત ઈલેક્ટ્રોનિક્સને 732 કરોડનો વધું ઓર્ડર મળ્યાના સમાચાર હતા. (3) રેલટેઈલને રૂપિયા 13,600 કરોડનો મોટો ઓર્ડર મળ્યાના અહેવાલો હતા.

Stock Market IndiaStock Market India ઘટવાના કારણો

(1) એફઆઈઆઈની વેચવાલીઃ એફઆઈઆઈએ 30 ઓકટોબરે કુલ રૂપિયા 3077 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે. તેમજ 29 ઓકટોબરે રૂપિયા 2540 કરોડનું નેટ સેલીંગ કર્યું છે. આમ બે દિવસમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 4422 કરોડનું સેલીંગ કર્યું છે. આથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. તેજીવાળા ઓપરેટરોએ થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરી હતી.

(2) યુએસ ચીન વચ્ચે ટ્રેડ ડીલ અંગે વધુ સ્પષ્ટતા ન આવી. બન્ને દેશોના રાષ્ટ્રપતિ મળ્યા અને એક વર્ષ માટે વેપાર સમજૂતિ થઈ તેવી જાહેરાત થઈ, 10 ટકા ટેરિફ પણ ઘટાડ્યો. જો કે ટ્રેડ ડીલના સંદર્ભમાં સ્પષ્ટતા ન થતાં અથવા તો ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કયારે થશે? જેવી બાબતો અનુત્તર રહી હતી. જેથી આજે માર્કેટમાં અસમંજસભરી સ્થિતિ હતી.

(3) ગ્લોબલ સંકેત નેગેટિવઃ યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો પછી અમેરિકન સ્ટોક માર્કેટના ત્રણેય ઈન્ડેક્સ નવી હાઈ બનાવીને તૂટયા હતા. અને તે બીજા દિવસે પણ વધુ ઘટ્યા હતા. આમ આજે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા. જેથી વૈશ્વિક બજારો ઘટીને આવતાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(4) હવે ફેડ રેટમાં ઘટાડો શક્ય નથી. આથી ડૉલર ઊંચકાને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો

આજે શુક્રવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ રહ્યો હતો. 1266 શેરના ભાવ વધ્યા હતા અને 1806 શેરના ભાવ ઘટ્યા હતા.

73 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 49 શેર બાવન વીક લો પર બંધ હતા.

68 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી. તો 40 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

બીઈએલ(3.98 ટકા), આઈસર મોટર(1.81 ટકા), શ્રી રામ ફાયનાન્સ(1.78 ટકા), લાર્સન ટુબ્રો(1.02 ટકા) અને ટીસીએસ(0.81 ટકા)

ટોપ લુઝર્સ

ઈટરનલ(3.45 ટકા), એનટીપીસી(2.52 ટકા), સિપ્લા(2.51 ટકા), મેક્સ હેલ્થકેર(2.50 ટકા) અને એચડીએફસી લાઈફ(2.09 ટકા)

Most Watched News

Health Insurance: આરોગ્ય વીમા પૉલીસીની ડિમાન્ડમાં 38 ટકાનો નોંધપાત્ર વધારો કેમ થયો?

આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આવશે?

શેરબજારમાં(Stock Market India) આજે બીજા દિવસે ઘટાડો આવતાં ટેકનિકલી થોડુ વીક થયું છે. તેમ છતાં સેન્સેક્સ 84,400, નિફટી 25,850 અને નિફ્ટી બેંક 58,000 કૂદાવશે તો ફરીથી નવી તેજી થશે. અન્યથા ઉછાળે વેચવાલી આવશે. વીક ટુ વીક જોઈએ તો સેન્સેક્સ 273 પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી 73 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી બેંક 77 પોઈન્ટ પ્લસ હતો.

You will also like

Leave a Comment