Stock Market India: સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે આપની શું સ્ટ્રેટેજી રહેશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના કામકાજના છેલ્લો દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) 400 પોઈન્ટ ઘટી 85,2231 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) 124 પોઈન્ટ ઘટી 26,068 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 480 પોઈન્ટ ઘટી 58,867 બંધ થયો હતો. ચાર કારણોએ શેરબજારનો મૂડ બગાડ્યો… ટેકનિકલ લેવલ મજબૂત છે? આગામી સપ્તાહે તેજી આગળ વધશે? આગામી સપ્તાહે નફારૂપી વેચવાલી રહેશે? આગામી સપ્તાહે શેરબજારમાં(Share Market India) આપની શું સ્ટ્રેટેજી રહેશે? જૂઓ વીડિયો….

BSE Sensex fall 400 point

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,347ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં વધીને 85,609 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 85,187 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,231.92 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 400.76 તૂટ્યો હતો.

NSE Nifty Down 124 point

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,109ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. જે શરૂમાં વધી 26,179 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 26,052 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,068.15 બંધ થયો હતો. જે આગલા બંધની સામે 124 પોઈન્ટ ગબડ્યો હતો.

ભારે પ્રોફિટ બુકિંગ આવ્યું

શેરબજારમાં(Stock Market India) છેલ્લા બે દિવસની ઝડપી તેજી પછી આજે શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે શેરોની જાતે-જાતમાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળી હતી. અને સવારથી બજારનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી રહ્યું હતું. તેજીવાળા ખેલાડીઓએ સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી વર્ષના નવા ઊંચા મથાળા બતાવ્યા પછી પ્રોફિટ બુકિંગ કરવાનું મન બનાવ્યું હતું. આથી આજે શેરોના ભાવ ટ્રેડિંગ સેશનને અંતે ઘટ્યા હતા.

મીડકેપ અને સ્મોલકેપ તૂટ્યા

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી. પરિણામે મીડકેપ ઈન્ડેક્સ 687 પોઈન્ટ ગબડ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 683 પોઈન્ટ તટ્યો હતો.

એફઆઈઆઈ નેટ બાયર

એફઆઈઆઈએ 20 નવેમ્બરના રોજ રૂપિયા 283 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. ડીઆઈઆઈએ રૂપિયા 824 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ વીતેલા સપ્તાહની ત્રણ ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર રહી છે. તેમજ ડીઆઈઆઈએ નવેમ્બર મહિનામાં રૂપિયા 51,159 કરોડની ચોખ્ખી ખરીદી કરીને શેરબજારને(Stock Market India) સપોર્ટ પુરો પાડ્યો છે.

શેરબજાર ઘટવાના કારણ

(1) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં(Global Stock Market) કડાકો બોલી ગયો હતો. યુએસ ડાઉજોન્સ(US Dow Jones) અને નેસ્ડેક(Nasdaq) તૂટીને આવ્યા હતા, જેની પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં નોંધપાત્ર ગાબડા હતા. જાપાનનો નિક્કી 1140 પોઈન્ટ(2.34 ટકા), હોંગકોંગનો હેંગસેંગ 646 પોઈન્ટ(2.57 ટકા), તાઈવાનનો તેઈપેઈ 991 પોઈન્ટ(3.75 ટકા), કોરિયાનો કોસ્પી 151 પોઈન્ટ(3.93 ટકા), થાઈલેન્ડનો સેટ ઈન્ડેક્સ 27 પોઈન્ટ(2.22 ટકા) અને ચીનનો સાંધાઈ 96 પોઈન્ટ(2.51 ટકા)ના ગાબડા પડ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક લંડન, જર્મની, બ્રિટન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ટ્રેડ કરતા હતા. આમ વૈશ્વિક સ્ટોક માર્કેટના કડાકા પાછળ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(2) યુએસ ફેડ રેટમાં(US Fed Rate) કોઈ ફેરફાર નહી થાય. તેવી ધારણાએ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં નવી લેવાલી અટકી હતી. સપ્ટેમ્બરનાં રોજગારના આંકડા સારા આવ્યા છે. ફેડરલ રીઝર્વના ગવર્નર લીઝા કુકે સ્પષ્ટ રીતે કોઈપણ સંભવિત રેટ કેટનો સંકેત આપ્યો ન હતો. આથી હવે ડીસેમ્બરમાં મળનારી ફેડરલ રીઝર્વની બેઠકમાં ફેડ રેટ યથાવત રહેશે. પરિણામે ભારતીય શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી.

(3) યુએસમાં ટેકનોલોજી અને એઆઈ(Tech and AI Stock) આધારિત સ્ટોકમાં જોરદાર વેચવાલીથી ગાબડા પડ્યા હતા. એઆઈ આધારિત શેરોમાં હજી ચિંતા યથાવત રહી છે. આથી ભારતીય આઈટી શેરોમાં જોરદાર વેચવાલીથી ગાબડા પડ્યા હતા.

(4) ડૉલર સામે રૂપિયો(Dollar v/s Rupee) 77 પૈસા તૂટી 89.48 રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો. 08 મે, 2025 પછી ઈન્ટ્રા-ડેમાં સૌથી મોટો ઘટાડો આવ્યો હતો. એટલે કે છ મહિનામાં સૌથી મોટો કડાકો છે. રૂપિયો તૂટ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ સમાચાર છે.

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 784 શેરના ભાવ વધ્યા હતા અને 2305 શેરના ભાવ ઘટ્યા હતા તેમજ 86 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.

42 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 182 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

69 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 76 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

મારૂતિ(1.32 ટકા), તાતા કન્ઝ્યુમર(0.90 ટકા), મેક્સ હેલ્થકેર(0.87 ટકા), ઈન્ડિગો(0.86 ટકા) અને એમ એન્ડ એમ(0.82 ટકા)

ટોપ લુઝર્સ
જેએસડબલ્યૂ સ્ટીલ(2.91 ટકા), હિન્દાલકો(2.81 ટકા), તાતા સ્ટીલ(2.59 ટકા), બજાજ ફાયનાન્સ(2.29 ટકા) અને એચસીએલ ટેકનોલોજી(2.22 ટકા)

Top Trending News

World Fisheries Day 2025: ગુજરાત બ્લૂ ઈકોનોમીમાં અગ્રણી રાજ્ય

આગામી સપ્તાહે શેરબજારમાં તેજી રહેશે?

આગામી સપ્તાહે શેરબજારમાં(Stock Market India) બે તરફી વધઘટ જોવા મળી શકે છે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. આજે શેરબજાર ઘટીને આવ્યું હોવા છતાં નિફ્ટી(NSE Nifty) 26,000ની નીચે ગયો નથી. જેથી 26,000ના સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. અને ઉપરમાં 26,200નું રેઝિસ્ટન્સ લેવલ છે. જે રેઝિસ્ટન્સ લેવલ કૂદાવે તો શેરબજારમાં તેજી આગળ વધશે. 26,500 સુધીનું લેવલ બતાવી શકે છે. બેંક નિફ્ટી(Nifty Bank) 58,800 ઉપર બંધ છે, જે પણ મજબૂતી દર્શાવે છે. સેન્સેક્સ(BSE Sensex) 85,100 ઉપર બંધ છે. જે પણ મજબૂત ક્લોઝિંગ છે. આગામી સપ્તાહે સેન્સેક્સ 85,800, નિફ્ટી 26,200 અને બેંક નિફ્ટી 59,100 કૂદાવશે તો શેરબજારમાં નવી તેજી જોવા મળશે.

You will also like

Leave a Comment