Stock Market India: હવે સેન્સેક્સ નિફ્ટી નવા હાઈ બનાવશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે નરમાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 150 પોઈન્ટ ઘટ્યો હતો અને એનએસઈ નિફ્ટી(NSE Nifty) 29 પોઈન્ટ માઈનસ બંધ હતો. જો કે નિફ્ટી બેંક 99 પોઈન્ટ વધીને બંધ થયો હતો. શેરબજાર(Share Market India) ખૂલતા નફારૂપી ભારે વેચવાલી આવી હતી, પણ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી નવી લેવાલી આવી હતી. આથી સેન્સેક્સમાં ઘટ્યા મથાળેથી 400 પોઈન્ટની રીકવરી જોવા મળી હતી. આ રીકવરી આવવા પાછળ કયા કારણો? ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ ક્લોઝ છે તો આગામી દિવસોમાં સેન્સેક્સ, નિફ્ટી નવા હાઈ બનાવશે?

જૂઓ વીડિયો…..

BSE Sensex down 150 pt.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 84,625ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 84,986 થઈ ત્યાંથી ઝડપી ઘટી 84,219 થઈ અને લો લેવલથી રીકવર થઈ ટ્રેડિંગ સેશનને અંતે 84,628.16 બંધ રહ્યો હતો. જે ગઈકાલની બંધની સામે 150.68નો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty Down 29 pt.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,939ના નીચા મથાળે ખૂલ્યો હતો, શરૂમાં વધી 26,041 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 25,810 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,936.20 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 29.85નો ઘટાડો દર્શાવે છે.

મંથલી એક્સપાયરી

આજે મંગળવારે ઓકટોબર મંથલી એક્સપાયરી હતી. જેથી શેરબજારમાં(Stock Market India) બે તરફી વધઘટ જોવા મળી હતી. મોટાભાગે ઉભી પોઝિશન સુલટાવારૂપી કામકાજ વિશેષ હતા. જેથી સવારે વેચવાલી અને બપોર પછી લેવાલી આવી હતી. પણ નીચા મથાળેથી સેન્સેક્સમાં(BSE Sensex) 400 પોઈન્ટની રીકવરી અને નિફ્ટીમાં(NSE Nifty) લો લેવલથી 125 પોઈન્ટની રીકવરી જોવા મળી હતી.

કંપનીઓના Q2 પરિણામ

આઈઓસીનો બીજા ત્રિમાસિકગાળાનો નફો 34 ટકા વધ્યો હતો. ટીવીએસ મોટરનો નફો 663 કરોડથી વધી રૂપિયા 906 કરોડ રહ્યો હતો.

કંપની સમાચાર

હિન્દુસ્તાન એરોનોટિક્સને યુનાઈટેડ એરક્રાઈફ્ટ્સ કોર્પોરેશન સાથે MoU કર્યા છે. મોસ્કોમાં એસજે 100 એરક્રાઈફ્ટ પ્રોડક્શન માટે એમઓયુ કર્યા છે. તેમજ પ્રીમીયર એક્સ્પોલઝિવને 499 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે.

બજારમાં રીકવરીના કારણો

સેન્સેક્સમાં ઘટયા મથાળેથી 400 પોઈન્ટની રીકવરી થઈ હતી. નીચા મથાળે નવું બાઈંગ આવ્યું હતું. તેની પાછળ અતિમહત્ત્વના ચાર કારણ હતા.

(1) કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 28,000 કરોડની ફર્ટિલાઈઝર સબસીડીને મંજૂરી આપી છે. જે સમાચાર પાછળ ચંબલ ફર્ટિલાઈઝર, મદ્રાસ ફર્ટિલાઈઝર, ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ, કોરોમાંડલ ફર્ટિલાઈઝર, દીપક ફર્ટિલાઈઝરમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી. જેથી શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

(2) યુએસ ફેડરલ રીઝર્વની 28 અને 29 ઓકટોબરે બેઠક મળનાર છે. જેમાં 29 ઓકટોબરે ફાઈનલી નિર્ણય જાહેર થશે. ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો થવાની ધારણા છે. જો વ્યાજ દર ઘટશે તો વિદેશી રોકાણકારો ભારતના બજારમાં રોકાણ કરવા આવશે.

(3) યુએસ ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાના સમાચાર મળી રહ્યા છે. મોટાભાગની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. ટ્રમ્પ તેમજ શી જિનપિંગની મુલાકાત ટૂંક સમયમાં થશે. જે સમાચારની વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા પછી ઘટ્યા હતા. ઓપેક દ્વારા ઉત્પાદન વધારવાના ન્યૂઝ આવ્યા હતા. જેથી બ્રેન્ટ ક્રૂડ ઘટીને 64.32 ડૉલર અને ક્રૂડ ઓઈલ 60.25 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. જેની બજારના સેન્ટિમેન્ટ પર તેજીની અસર પડી હતી.

(5) બેંક શેરોમાં નવેસરથી લેવાલી નીકળી હતી. જેથી બેંક સ્ટોકમાં સારી તેજી થઈ હતી. નિફ્ટી બેંક 99 પોઈન્ટ પ્લસ હતો. આમ બેંક શેરોની રાહબરી હેઠળ શેરબજારમાં(Stock Market India) ઝડપી રીકવરી આવી હતી.

Stock Market Indiaએડવાન્સ ડેક્લાઈન રેશિયો 

આજે મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1385 શેરના ભાવ વધ્યા હતા અને 1730 શેરના ભાવ ઘટ્યા હતા.

77 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 54 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

64 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 56 શેરમાં લોઅર સર્કટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

તાતા સ્ટીલ(2.82 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(2.82 ટકા), એસબીઆઈ લાઈફ(1.62 ટકા), લાર્સન ટુબ્રો(1.47 ટકા) અને એચડીએફસી લાઈફ(1.32 ટકા)

ટોપ લુઝર્સ

બજાજ ફિન સર્વ(1.48 ટકા), ટ્રેન્ટ(1.37 ટકા), કૉલ ઈન્ડિયા(1.31 ટકા), ટેક મહિન્દ્રા(1.13 ટકા) અને ઓએનજીસી(1.10 ટકા)

Most Watched News

Gujarat Traffic Challan: ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ

શેરબજારના ટેકનિકલ

ટેકનિકલી જોવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીના ક્લોઝિંગ સ્ટ્રોંગ રહ્યા છે. નિફ્ટી 25,800 અને નિફ્ટી બેંક 58,000 ઉપર બંધ છે, જે પોઝિટિવ સાઈન દર્શાવે છે. આગામી દિવસોમાં નિફ્ટી અને નિફ્ટી બેંક નવા હાઈ બનાવે તો નવાઈ નહી. અને દરેક ઘટાડે નવી લેવાલી ચાલુ રહેશે. તેજીના નવા કારણો આવશે. શેરબજારમાં પોઝિટિવ મોમેન્ટમ રહ્યું છે.

You will also like

Leave a Comment