મુંબઈ- આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની કમાણીની કેટલીક રકમ બચત કરતો હોય છે અને તે બચતનું રોકાણ એવી જગ્યાએ કરવાનો વિચાર કરતો હોય છે કે જ્યાં તેના પૈસા સુરક્ષિત રહેવાની સાથે વધુ વળતર પણ મળે.(Investment in the post office is the safest) આ બન્ને જોઈતું હોય તો પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ્સ સ્કીમ ખૂબ જ લોકપ્રિય છે.(Post office’s small savings scheme) આ સ્કીમમાં રોકાણકારોને વાર્ષિક 7.5 ટકાથી લઈને 8.2 ટકા સુધીનું આકર્ષક વળતર મળી રહ્યું છે. જેમાં દરેક ઉંમર, દરેક વર્ગના માટે તમામ યોજનાઓ છે. એમાંથી પાંચ યોજનાઓ અંગે અમે તમને આજે જાણકારી આપીશું. જેમાં નાનુંનાનું રોકાણ કરીને પણ મોટું ફંડ ભેગુ કરી શકાય છે.(Highest returns in post office investment) જેમાંથી બે યોજનાઓ તો મહિલાઓ માટે ખાસ છે.
(1) સુકન્યા સમૃદ્ધિ યોજના(SSY)
આ યોજના(Sukanya Samriddhi Yojana – SSY) ફક્ત એક સાધારણ બચત ખાતું નથી. પણ માતા પિતા માટે તેમની દીકરીના જન્મથી લઈને તેના ભણતર અને લગ્ન સુધીના ફંડ માટે રકમની જોગવાઈ કરનારો પ્લાન છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે ખોલી શકાય છે. જેમાં સરકાર તરફથી 8.2 ટકા સુધીનું સૌથી વધુ વાર્ષિક વ્યાજ મળે છે. દીકરીના નામે ખાતુ ખોલાવ્યા પછી માતા પિતા દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરી શકે છે અને તે કલમ 80 સી હેઠળ ટેક્સ છૂટનો લાભ મળે છે.
જો આ યોજનામાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાની રકમ સતત 15 વર્ષ સુધી જમા કરવામાં આવે તો તેના પછીના આગામી છ વર્ષ પછી એટલે કે 21 વર્ષે મેચ્યોરિટી સુધી કુલ ક્લોઝિંગ બેલેન્સ પર વ્યાજ સહિત દીકરીને 69,27,578 રૂપિયા મળે છે. જેમાં જમા કરેલ કુલ રકમ 22,50,000 હતી, જેના પર 46,77,578 રૂપિયાની રકમ વ્યાજ મળે છે. તમને જણાવી દઈએ કે સરકારે દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરી, 2015ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી અને નવેમ્બર, 2024 સુધીમાં તેમાં 4.1 કરોડ ખાતા ખૂલી ગયા હતા.
(2) પબ્લિક પ્રોવીડંડ ફંડ(PPF)
પબ્લિક પ્રોવીડંડ ફંડ(Public Provident Fund – PPF) એ લોંગ ટર્મ અને સુરક્ષિત રોકાણ યોજના છે. જેમાં કરાયેલ રોકાણ પર સુરક્ષાની ગેરંટી સરકાર આપે છે. આ ખાસ કરીને વ્યવસાયકારો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે તેમના ભવિષ્ય માટે સ્થિર અને ટેક્સ ફ્રી સેવિંગ્સ કરવા ઈચ્છે છે. જેમાં વાર્ષિક 7.1 ટકા સુધી વ્યાજ મળ છે. પીપીએફમાં રોકાણ પર 80 સી હેઠળ ટેક્સ બાદનો લાભ મળે છે. આ સ્કીમમાં લોક ઈન પિરિયડ 15 વર્ષનો હોય છે અને ઓછામાં ઓછા 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકાય છે. પીપીએફમાં એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા એક સાથે રોકાણ કરી શકાય છે. જો કે લોક ઈન પિરિયડ પછી જો તમે તમારુ રોકાણ ચાલુ રાખવા માંગતા હોય તો તેને વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે. મેચ્યોરિટી પર મળનારી રકમ પુરી રીતે ટેક્સ ફ્રી રહે છે.
(3) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC)
એનએસસી(National Savings Scheme – NSC) પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત એક એવી સરકારી સ્કીમ છે, જેમાં તમે પાંચ વર્ષ માટે રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેમાં વાર્ષિક 7.7 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ દરેક વર્ષે ઉમેરવામાં આવે છે. પણ પુરી રકમ તમને મેચ્યોરિટી પર જ મળે છે. જેમાં આપ ઈચ્છો એટલી રકમનું રોકાણ કરી શકો છો. જેમાં રોકાણને કલમ 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયા બાદ મળે છે. આપ કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને સીંગલ નામે અથવા તો જોઈન્ટ નામે તેને ખરીદી શકો છો. આ યોજના મધ્યમ સમયગાળા માટે એક વિશ્વાસપાત્ર ઓપ્શન સાબિત થાય છે.
(4) પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ(POMIS)
સુરક્ષિત રોકાણ અને શાનદાર વળતરના મામલામાં પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમ છે. જેનું નામ છે મંથલી ઈન્કમ સ્કીમ.(Monthly Income Scheme – MIS) જેમાં તમે એક જ વખત મોટી રકમનું રોકાણ કરીને પછી તે રકમ પર દર મહિને વ્યાજ મળે છે. આ સ્કીમમાં સરકાર તરફથી 7.4 ટકા વ્યાજ મળે છે. આમાં તમે ખાતુ ખોલાવ્યું અને એક વખત મોટી રકમ જમા કરાવી તેના એક મહિના પછી તે રકમ પર વ્યાજ મળવાનું શરૂ થઈ જાય છે. એટલે કે વ્યાજની ચુકવણી દર મહિને કરવામાં આવે છે. રોકાણની શરૂઆત 1000 રૂપિયાથી કરી શકાય છે. તે ઉપરાંત આ સ્કીમમાં ખાતુ સીંગલ નામે અથવા જોઈન્ટ નામે ખોલાવી શકાય છે.
સીંગલ એકાઉન્ટ હોલ્ડર વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધી જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. મહિનાના આધાર પર વ્યાજની ગણતરી કરીએ તો ઉદાહરણ તરીકે તમે સીંગલ એકાઉન્ટમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા પાંચ વર્ષના લોકઈન પિરિયડ સાથે રોકાણ કરો તો તમને દર મહિને વ્યાજ રૂપિયા 5,550 મળતું થઈ જશે. જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં મંથલી ઈન્કમ સ્કીમમાં 15 લાખ રોકાણ કરો છો તો દર મહિને 9,250 રૂપિયાનું વ્યાજ મળશે.
(5) મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર(MSSC)
મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર સ્કીમ(Mahila Samman Savings Certificate – MSSC) સરકારે 2023માં શરૂ કરી હતી, જે સ્કીમ ખાસ કરીને મહિલાઓ માટે ચાલુ કરી હતી. બે વર્ષની સમયમર્યાદામાં કરેલ રોકાણ પર વાર્ષિક આધાર પર 7.5 ટકા વ્યાજ આપે છે. આ યોજના દેશની તમામ 1.59 લાખ પોસ્ટ ઓફિસ પર ઉપલબ્ધ છે. આ સ્કીમ હાલમાં બે વર્ષની મેચ્યોરિટી પિરિયડની સાથે ચલાવવામાં આવે છે. જેમાં સગીર દીકરીના નામે પર માતા પિતા રોકાણ કરી શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1 હજાર અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ધ્યાન રાખવાનું એ છે કે કોઈ મહિલાના નામ પર એકથી વધુ ખાતા હોય તો તમામ ખાતામાં થઈને કુલ મળીને બે લાખ રૂપિયાનું જ રોકાણ કરી શકાય છે. ખાતું ખોલાવ્યાના એક વર્ષ પછી કુલ બેલેન્સના 40 ટકા રકમ ઉપાડી શકાય છે.