
નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર અહેવાલમાં એવો સંકેત આપવામાં આવ્યો છે કે લોકો વધતો જતો સ્વાસ્થ્ય દેખભાળ ખર્ચ અને આકસ્મિક પરિસ્થિતિઓ સામે પહોંચી વળવા નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમાં કહેવાયું છે કે જીએસટી ઝીરો થતાં હાઈ પ્રાઈઝવાળી હેલ્થ સ્કીમમાં(Health Insurance) 38 ટકાનો વધારો થયો છે. સાથે વધારાની યોજનાઓની માંગ પણ વધી છે.
જાગરૂકતા વધી
અહેવાલ અનુસાર સરેરાશ સ્વાસ્થ્ય વીમા કવર 13 લાખ રૂપિયાથી વધીને 18 લાખ રૂપિયા થયું છે. જે ગ્રાહકોમાં ન્યૂનતમ કવરેજ કરતાં વ્યાપક સુરક્ષાની આવશક્યતાના સંદર્ભમાં વધતી જાગરૂકતા દર્શાવે છે.
45 ટકા ગ્રાહકોની પસંદ
એમાં એમ પણ દર્શાવ્યું છે કે જીએસટી(GST) છૂટ પછી લગભગ અડધા સ્વાસ્થ્ય વીમા(Health Insurance) ખરીદનાર(45 ટકા) 15-25 લાખ રૂપિયાના રેન્જવાળી પૉલીસીઓની પસંદગી કરી રહ્યા છે. અંદાજે 24 ટકા ગ્રાહક 10-15 લાખ રૂપિયાની વચ્ચે કવરેજ પસંદ કરી રહ્યા છે. જ્યારે 18 ટકા લોકો 10 લાખ રૂપિયાથી ઓછુ કવરેજ લેવા માટે પ્રાથમિકતા આપી રહ્યા છે.
પૉલીસી વધુ સસ્તી થઈ
કેન્દ્ર સરકારના જીએસટી કાઉન્સીલની(GST Council Meet) બેઠકમાં નિર્ણય લીધા પછી જીએસટીમાં મોટાપાયે રીફોર્મ્સ જાહેર કર્યા હતા. જેમાં તમામ પ્રકારના સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમો પર જીએસટી છૂટની જાહેરાત કરાઈ હતી. તેનો અમલ 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થયો છે. આ છૂટ ગ્રાહકો માટે સ્વાસ્થ્ય અને જીવન વીમા પૉલીસીઓને વધુ સસ્તી બનાવી દીધી છે. કારણ કે હવે તેમણે વીમા પ્રિમિયમ પર જીએસટી ચૂકવવાનો રહેતો નથી.
વીમા રકમમાં વધારાનું કારણ
અહેવાલ અનુસાર મિલેનિયલ્સ અને વધુ ઉંમર ધરાવતાં લોકો ઉચ્ચ વીમા રકમ યોજનાઓમાં વધારાનું કારણ બન્યા છે. નાના શહેરોમાં ઓછા કવરેજની પ્રાથમિકતાં 24.1 ટકાથી ઘટીને 16.8 ટકા થઈ ગઈ છે. જે દર્શાવે છે કે ટિયર-2 શહેરોના ગ્રાહકો પણ સ્વાસ્થ્ય સેવા સુરક્ષા પ્રતિ વધુ જાગરૂત થયા છે. જેમાં નાના શહેરોમાં 15-25 લાખ રૂપિયાના કવરેજની પસંદગી કરનાર ગ્રાહકોની હિસ્સેદારી વધી છે. રસપ્રદ વાત એ છે કે અહેવાલમાં 61થી 75 વર્ષ અને 75 વર્ષથી વધારે ઉંમરના બુઝર્ગ ગ્રાહકોની વચ્ચે ઉચ્ચ વીમા યોજનામાં 11.54 ટકાનો વધારો નોંધાયો છે.
Top Trending News
કેટલી બચત થઈ?
જો કોઈપણ વ્યક્તિ ઈન્શ્યોરન્સ પ્રિમિયમ(Insurance premium) માટે 20,000 રૂપિયા આપે છે, તો તેણે પહેલા 18 ટકા જીએસટીની સાથે 23,600 રૂપિયા ચૂકવવાના થતાં હતા. પણ હવે જીએસટી ઝીરો ટકા થઈ જતાં સીધી રીતે 3,600ની બચત થઈ હઈ છે. હવે તેણે માત્ર 20,000નું જ પ્રિમિયમ સીધુ ભરવાનું રહે છે.
હેલ્થ ઈન્શ્યોરન્સ એટલે શું?
આરોગ્ય વીમો એ વ્યક્તિ અને વીમા કંપની વચ્ચેનો કરાર છે. જેમાં વીમાદાતા બીમારી અથવા ઈજાને કારણે થતા તબીબી ખર્ચ (હોસ્પિટલમાં દાખલ થવું, શસ્ત્રક્રિયાઓ, દવાઓ વગેરે) માટે ચૂકવણી કરે છે. તેમાં આરોગ્ય વીમો લેતા પહેલા પ્રિમિયમની રકમની વીમા કંપનીને ચૂકવણી કરવાની રહે છે.
Health Insurance ના પ્રકાર
(1) વ્યક્તિગત આરોગ્ય વીમો- એક વ્યક્તિને આવરી લે છે – વીમા રકમ સુધીના તબીબી ખર્ચ.
(2) ફેમિલી ફ્લોટર પ્લાનઃ એક પોલિસી સમગ્ર પરિવાર (જીવનસાથી, બાળકો, માતાપિતા) ને આવરી લે છે. વીમા રકમ શેર કરવામાં આવે છે.
(3) 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તૈયાર કરાયેલ વરિષ્ઠ નાગરિક આરોગ્ય યોજના – ઉચ્ચ તબીબી કવરેજ અને પહેલાથી અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓનો સમાવેશ કરે છે.
(4) ગંભીર બીમારી યોજના- જો વીમાધારકને ચોક્કસ ગંભીર બીમારીઓ (જેમ કે કેન્સર, હૃદયરોગનો હુમલો) હોવાનું નિદાન થાય છે તો એકમ રકમ ચુકવણી પૂરી પાડે છે.
(6) ટોપ-અપ અને સુપર ટોપ-અપ પ્લાનઃ ઓછા પ્રીમિયમ પર તમારા મૂળ યોજના ઉપરાંત વધારાનું કવરેજ આપે છે.
(7) માતૃત્વ આરોગ્ય વીમોઃ ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત ખર્ચને આવરી લે છે.
(8) ગ્રૂપ વીમોઃ તેમના કર્મચારીઓ માટે નોકરીદાતાઓ દ્વારા પ્રદાન કરાયેલ જૂથ આરોગ્ય વીમો.
Health Insurance ના ફાયદા
(1) રોકડ વગર સારવાર: પોલિસીધારકો નેટવર્ક હોસ્પિટલોમાં સીધી ચૂકવણી કર્યા વિના સારવાર મેળવી શકે છે — વીમા કંપની બિલ ચૂકવે છે.
(2) કર લાભો (કલમ 80D હેઠળ): રૂપિયા 25,000 સુધીની કપાત (પોતાના માટે, જીવનસાથી અને બાળકો માટે).
(3) માતાપિતા માટે વધારાના રૂપિયા 50,000 (જો તેઓ વરિષ્ઠ નાગરિકો હોય).
(4) હોસ્પિટલાઈઝેશન પહેલા અને પછીનો કવરેજ: હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના તબીબી ખર્ચને આવરી લે છે (દા.ત., પરીક્ષણો, દવાઓ).
(5) નો-ક્લેમ બોનસ (NCB): જો પોલિસી વર્ષ દરમિયાન કોઈ દાવા કરવામાં ન આવે, તો વીમા રકમ વધે છે અથવા પ્રીમિયમ ઘટી શકે છે.
(6) મફત આરોગ્ય તપાસ: ઘણી વીમા કંપનીઓ વાર્ષિક મફત ચેક-અપ ઓફર કરે છે.