અમદાવાદ- Rooftop solar system વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા 13 ફેબ્રુઆરી, 2024ના રોજ શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના(PM Surya Ghar Free Electricity Scheme) હેઠળ ગુજરાતે સફળ અમલીકરણ કરી એક મહત્વપૂર્ણ સિધ્ધી હાંસલ કરી છે.(Citizens of Gujarat get subsidy of 3778 crores)
સોલાર સીસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક
ગુજરાતમાં હાલમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સીસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે કુલ 1879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે. આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યના 50 ટકા કરતાં વધુ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં આ યોજનાના અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
સરકારના મહત્વના નિર્ણયો
રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના(PM Surya Ghar Free Electricity Scheme)ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, 6 કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સીસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂપિયા 2950ની સહાય તથા 6 કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સીસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.
આ યોજનામાં સોલાર રૂફ્ટોપ સીસ્ટમ સ્થાપનમાં અગ્રેસર જીલ્લાઓ
સુરત – 65,233 નં
અમદાવાદ – 59,619 નં
રાજકોટ – 56,084 નં
વડોદરા – 43,656 નં
જુનાગઢ – 22,858 નં
Top Trending News
Salary hike in 2026: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં વધારો થવાનો અહેવાલ
સિદ્ધિઓના મુખ્ય પરિબળો
રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની મજબૂત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ, ગ્રાહક-પ્રથમ અભિગમ, નીતિ આધારિત આયોજન અને સરળ પ્રક્રિયાઓ ગુજરાતની સફળતાના મુખ્ય પરિબળો છે. રાજ્યમાં રહેણાંક સોલાર સ્થાપન માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી વેચાણની સુવિધા પણ ઉપલબ્ધ છે.(Rooftop solar system in Gujarat) ) સોલાર સિસ્ટમ ધરાવતાં રહેણાંક ગ્રાહકો માટે બેંકિંગ ચાર્જ લાગુ પડતા નથી, જેના કારણે નાગરિકોને કોઈપણ પ્રકારની અડચણ વગર સરળતાથી યોજનાનો લાભ મળી રહ્યો છે.
કેટલી સબસિડી અપાય છે?
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના(Rooftop solar system in Gujarat) હેઠળ રહેણાંક ક્ષેત્રમાં 2 kW સુધી રૂપિયા 30,000 પ્રતિ kW, બે kWથી વધુ ત્રણ kW સુધી રૂપિયા 18,000 પ્રતિ kW અને ત્રણ kW થી વધુની ક્ષમતા માટે કુલ રૂપિયા 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે.