મુંબઈ- Rich Dad Poor Dad ના લેખક રોબર્ટ કિયોસાકી (Robert T. Kiyosaki) સતત નાણાકીય રીતે ફિટ રહેવા માટે ગોલ્ડ (Gold), સિલ્વર (Silver) અને બિટકોઈન (Bitcoin) માં રોકાણ (Investment) કરવાની સલાહ આપી રહ્યા છે અને ફરી એક વખત રોકાણકારોને એલર્ટ કર્યા છે. (Investment In Gold, Silver and Bitcoin)
દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે ખૂબ ધનવાન બને અને તેની પાસે ખૂબ પૈસા હોય તેની સાત પેઢી સુધી ખૂટે નહી તેટલા પૈસા હોય. એટલા માટે લોકો ખૂબ જ મહેનત કરતાં હોય છે. પણ કેટલાક લોકો ટૂંકો રસ્તો પસંદ કરીને શેરબજાર (Stock Market), બોન્ડ (Bond Market) અને રિયલ એસ્ટેટ (Real Estate) માં મોટુ રોકાણ કરતાં હોય છે.
રિચ ડેડ પુઅર ડેડના (Rich Dad Poor Dad) લેખક રોબર્ટ ટી. કિયોસાકીનું માનવું છે કે શેરબજાર, બોન્ડ અને રિયલ એસ્ટેટના રોકાણ બરબાદ થઈ જવાનું અને તેનો સમય આવી ગયો છે. (Investment of Stock Market, Bond Market and Real Estate) આવા કપરા સમયમાં તેમણે સોના, ચાંદી અને બિટકોઈનને સહારો દર્શાવ્યો છે.

રિચ ડેડ પુઅર ડેડ ના લેખકે તેમની પોસ્ટમાં આગળ એક રાહતભરી વાત કહી છે. રોબર્ટ કિયોસાકીએ લખ્યું છે કે આ ચેતવણની સાથે સારા સમાચાર એવા છે કે લાખો લોકો જે સક્રિય રીતે રોકાણકાર છે, તેઓ વધુ ધનવાન બની શકે છે. અને જેમ કે આપ જાણો છો કે હુ એવું ઈચ્છુ છું કે તમે પણ આવા ધનવાન બનો. તેમણે વધુમાં લખ્યું છે કે આ ગરમીમાં જ્યારે સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટ માર્કેટમાં કડાકો બોલી જશે ત્યારે આવા સમયમાં દુનિયાના અબજો લોકો સોના, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરશે અને તેઓ વધુ અમીર બનશે. (Investment In Gold, Silver and Bitcoin)
રોબર્ટ કિયોસાકીએ એક વખત ફરીથી સૌથી વધુ ચાંદીમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે આજથી સૌથી મોટા સોનાચાંદી છે અને 2025માં ચાંદીના ભાવ ત્રણ ગણા થઈ શકે છે. કિયોસાકીના કહેવા અનુસાર ગુડ ન્યૂઝ એ છે કે ચાંદી હજી તેના ઊંચા લેવલથી 60 ટકા નીચે છે. ચાંદીની કીમત અંદાજે 35 ડૉલરની આજુબાજુ છે. જેનો અર્થ એ છે કે દુનિયામાં દરેકની પાસે અમીર બનવાની તક છે. જ્યારે સ્ટોક, બોન્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારા લાખો લોકો ગરીબ થઈ રહ્યા છે.
Top Video News
શેરબજારનો સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટ્યો, ભારે વેચવાલી આવવાના કયા કારણો?
ખૂબ પ્રખ્યાત લેખક રોબર્ટ કિયોસાકીએ ચાંદીમાં રોકાણ કરીને અમીર બનવાનો રસ્તો બતાવ્યો છે. તો સોના અને બિટકોઈનને લઈને પણ હમેંશા બુલિશ જોવા મળ્યા છે. તેમણે વધુમાં લખ્યું છે કે ચાંદી તેના હાઈથી નીચે છે, તેમાં રોકાણ વધુમાં વધુ ફાયદો કરાવી શકે છે. તેમણે વધુમાં લખ્યું છે કે સોનું અને બિટકોઈન તેના ઊંચા સ્તરે છે, અને તે હજી વધુ વધતાં જ રહેશે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે કાલે તમે શું કરવા જઈ રહ્યા છો. અમીર બનવું છે કે ગરીબ. પ્લીઝ અમીર બનવાનું પસંદ કરો અને તમારુ ધ્યાન રાખજો.