અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં(Gold Silver Market) રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગોલ્ડ અને સિલ્વરમાં નવા ઊંચા ભાવે પણ નવી લેવાલી ચાલુ જ રહી હતી(Gold Rate Today) અને ગોલ્ડ 3600 ડૉલરની સપાટી કૂદાવી ગયું હતું. તેમજ સિલ્વર વધુ ઉછળીને 42 ડૉલરની સપાટી વટાવી ગયું હતું.(Silver Rate Today) ગોલ્ડ અને સિલ્વરમાં વણકલ્પયા ભાવ જોવા મળી રહ્યા છે અને તે પણ ખૂબ જ ટૂંકાગાળામાં. જેથી ગોલ્ડ સિલ્વર માર્કેટના લોકોને જ આશ્રર્ય છે.(Gold Price Today)
ગોલ્ડ સિલ્વરમાં રેકોર્ડ બ્રેક ભાવ વધવા પાછળ કયા કારણો જવાબદાર રહ્યા છે? ગોલ્ડ સિલ્વરમાં હજી કેટલી તેજી આવશે કે પછી અહીંયા ફુલસ્ટોપ લાગી જશે? ગોલ્ડ સિલ્વર ઊંચા ભાવને કારણે જ્વેલરી માર્કેટ સાવ ઠંડુગાર થઈ ગયું છે. નવી ધરાકીનો તદન અભાવ જોવાઈ રહ્યો છે. ગોલ્ડ સિલ્વર માર્કેટમાં કયારે ઘરાકી નીકળશે? ગોલ્ડ સિલ્વરના રોકાણકારોએ હાલના ભાવે નફો બુક કરવો જોઈએ?(Bullion Market)
જૂઓ વીડિયો…..
સૌપ્રથમ ગોલ્ડ સિલ્વરના ભાવની સપ્તાહ દરમિયાન વધઘટ પર નજર કરીએ….
અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ સપ્તાહ દરમિયાન 4,300 વધીને 1,11,000 રહ્યો હતો. અને ચાંદીનો ભાવ 4500 વધી 1,24,000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટીને 3506 થઈ અને નવી લેવાલી ચાલુ રહેતાં ભાવ ઉછળીને 3655 ડૉલરની રેકોર્ડ બ્રેક હાઈ બતાવી હતી અને અંતે ગોલ્ડ 3653 ડૉલર બંધ રહ્યો હતો. શુક્રવારે જ ગોલ્ડમાં નવો 46 ડૉલરનો ઉછાળો આવ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 137 ડૉલરનો ઉછાળો દર્શાવે છે. અને 3.52 ટકાનો અત્યાર સુધીનો મોટો ઉછાળો નોંધાયો છે.
સિલ્વર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 40.55 ડૉલર થઈ અને ત્યાંથી નવી લેવાલી નીકળતાં વધુ ઉછળી 42.29 વર્ષની નવી ઊંચી સપાટી બનાવી હતી અને અંતે 41.55 બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 83 સેન્ટ્સનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડનો ભાવ સપ્તાહની શરૂઆતે ઘટી 3436 ડૉલર થઈ અને ત્યાંથી નવી લેવાલીથી વધુ ઉછળી 3600 ડૉલરની નવી હાઈ બનાવીને અને અંતે 3586 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 138 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ સિલ્વરનો ભાવ શરૂમાં ઘટી 39.51 ડૉલર થઈ અને ત્યાંથી ઉછળી 41.48 ડૉલર અને અંતે 41.05 બંધ હતો. જે સપ્તાહ દરમિયાન 1.36 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
ગોલ્ડ અને સિલ્વરમાં રેકોર્ડ બ્રેક તેજી આવવાના કારણો
(1) યુએસ એમ્પ્લોયમેન્ટ ડેટા અપેક્ષા કરતાં વધુ નિરાશાજનક આવ્યો હતો. બ્યૂરો ઓફ લેબલ સ્ટેટેસ્ટિકના ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં માત્ર 22,000 નોકરીનું સર્જન થઈ શક્યું છે. જે ધારણા કરતાં ખૂબ ઓછું છે. જુલાઈમાં 73,000 નવી નોકરીઓ વધી હતી. દરમિયાન બેરોજગારીનો દર 3.4 ટકા સુધી વધ્યો હતો. જેથી પહેલો સિગ્નલ યુએસ ઈકોનોમી નબળી પડતી હોવાનો સંકેત છે.
(2) એમ્પ્લોયમેન્ટ ડેટા નિરાશાજનક આવતાં હવે સપ્ટેમ્બરમાં 16-17 તારીખે મળનાર ફેડરલ રીઝર્વની બેઠકમાં ફેડ રેટ કટ આવવાની વાત પાકી થઈ છે. અને ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટ અથવા તો પચાસી બેસીસ પોઈન્ટનો કટ આવવાની ધારણા છે. જેણે ગોલ્ડની તેજીને વેગ આપ્યો હતો.
(3) ફેડ રેટ કટની મજબૂત ધારણાને કારણે યુએલ ટ્રેઝરી યીલ્ડ ઘટીને 4.20 ટકા થયું હતું અને યુએસ ડૉલર પણ ઘટ્યો હતો. જે પછી ગોલ્ડમાં નવી ભારે લેવાલી આવી હતી. મેક્રો ફંડ્સે ગોલ્ડમાં ખરીદી કરી હતી અને લાંબા ગાળાના બોન્ડ વેચી રહ્યા છે.
(4) ટ્રમ્પ ટેરિફને કારણે અમેરિકાનો વિદેશી વેપાર હાલ તો ખોરવાયો છે. આયાત નિકાસ પર નેગેટિવ અસર પડશે. તેમજ ફુગાવો પણ વધુ વધીને આવવાનો આશાવાદ છે. ફેડરલ કોર્ટે ટ્રમ્પના ટેરિફે ગેરકાયદે ઠરાવ્યો છે. હવે સ્થાનિક લોકોમાં ટ્રમ્પના ટેરિફનો વિરોધ શરૂ થઈ ગયો છે. એટલે કે ઘરઆંગણે જ ટ્રમ્પના ટેરિફની નેગેટિવ અસરો ઉભી થવા લાગી છે.
(5) રાજકીય પરિસ્થિતિઓમાં ફેરફાર થઈ રહ્યો છે. ટ્રમ્પના ટેરિફના મુદ્દે હવે ચીન, રશિયા અને ભારત એક થયા છે. ચીનમાં મળેલ એસસીઓ સમિટમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની બોડીં લેગ્વેંજથી ટ્રમ્પ પરેશાન થયા છે અને હવે ભારત સાથેની જૂની દોસ્તી યાદ આવી છે. જો કે ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે દોસ્ત દેશ દુશ્મન બની ગયા છે. આ સ્થિતિને કારણે અમેરિકાને જ નુકસાન સહન કરવાનું રહેશે. જે ગોલ્ડમાં તેજીકારણ બન્યું હતું.
(6) આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ટ્રમ્પની ટેરિફ નીતિ સામે ચેતવણી ઉચ્ચારી છે. અને યુએસમાં નાણાકીય નિતી સામે અવિશ્વાસનો માહોલ ઉભો થયો છે, જેથી ગોલ્ડ સિલ્વરમાં નવા ઊંચા ભાવે નવી ખરીદી કરવા તરફ પ્રેરી રહ્યા છે.
(7) યુએસમાં લક્ષ્યાંક કરતાં વધુ ફુગાવો, નબળું લેબર માર્કેટ, વધતુ દેવું અને ફેડરલ રીઝર્વ પર વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે વધતું જતું રાજકીય દબાણ તથા ડોલરમાં ઘટાડો આ બધા ફેકટર ગોલ્ડની તેજીને નવો વેગ આપી રહ્યા છે.
આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ કેવું રહેશે?
આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવે તેવી પુરી શક્યતા છે. ગોલ્ડ સિલ્વર હાઈલી ઓવરબોટ પોઝીશનમાં છે. જેથી હવે ફંડો અથવા તો સેન્ટ્રલ બેંકોની નફારૂપી વેચવાલીની શરૂઆત થાય તેવી ધારણા છે. તેજીવાળા ઓપરેટરોએ પણ પોતાના લેણની 50 ટકા પોઝીશન હળવી કરે તેવી ગણતરી મુકાઈ રહી છે. જો કે બધાને હજી ગોલ્ડ અને સિલ્વરમાં તેજી જ લાગે છે. અને ઉપરમાં 3800 ડૉલરનો ટાર્ગેટ પ્રાઈઝ આપી રહ્યા છે.
ભલે ગોલ્ડમાં હજી નવી તેજી થાય પણ અત્યારથી જ પ્રોફિટ બુકિંગ થશે. ગોલ્ડમાં છ મહિનામાં 24.86 ટકાનું રીટર્ન મળ્યું છે. એક વર્ષમાં 44.84 ટકાનું વળતર મળ્યું છે. શાણા વેપારી હોય તે હાલ પ્રોફિટ ઘરભેગો કરવા આવશે. રોકાણકારો માટે તો આ નફો બુક કરવાની ઉત્તમ તક સાંપડી છે. સૌથી વધુ વળતર ગોલ્ડ અને સિલ્વરમાં મળ્યું છે, જેનો લાભ લેવો જોઈએ.
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડ અને સિલ્વરમાં તેજીમાં જ છે. પણ હાલ હાલી ઓવરબોટ પોઝીશન દર્શાવે છે. જેથી આગામી સપ્તાહે રીએક્શન આવવાની પુરી શક્યતા છે. ગોલ્ડમાં 3525 ડૉલર એ મજબૂત સપોર્ટ લેવલ બની રહેશે. અને ઉપરમાં હજી 3675 ડૉલર બતાવે તેવી ધારણા છે. સિલ્વરમાં 40 ડૉલરનો મજબૂત સપોર્ટ લેવલ રહેશે અને 42.25 ડૉલરએ રેઝીસ્ટન્સ લેવલ બની રહેશે.
આગામી સપ્તાહે મહત્ત્વની ઈવેન્ટ્સ
બુધવાર- યુએસ પ્રોડ્યુસર પ્રાઈઝ ઈન્ડેક્સ
ગુરુવાર- યુરોપિયન સેન્ટ્રલ બેંક મોનેટરી પૉલીસી બેઠક, યુએસ કન્ઝયુમર પ્રાઈઝ ઈન્ડેક્સ, યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા
શુક્રવાર- પ્રીલીમનરી યુનિવર્સિટી ઓફ મિશિગન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા
When and where will the gold and silver boom stop?
Last week, the gold and silver market was witnessing a record-breaking boom. New buying continued in gold and silver at new high prices. And gold had jumped above $3600. Silver also jumped further and crossed the $42 level. Unimaginable prices are being seen in gold and silver and that too in a very short period of time. So, only the people in the gold and silver market are surprised. What are the reasons behind the record-breaking price increase in gold and silver?
How much more will gold and silver boom or will it come to a full stop here?
Due to the high price of gold and silver, the jewellery market has become completely cold. There is a lack of new demand. When will demand emerge in the gold and silver market. Gold and silver investors should book profits at the current price. Watch the video….