RBI Policyમાં એવું શું આવ્યું કે શેરબજારના સેન્સેક્સમાં 715 પોઈન્ટનો ઉછાળો આવ્યો

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સતત આઠ દિવસના ઘટાડા પછી આજે ભારે ઉછાળો આવ્યો હતો. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની(RBI MPC Policy) મોનેટરી પૉલીસીની બેઠક બાદ રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે સિવાય અન્ય કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા, જેને પગલે શેરબજાર ઝુમી ઉઠયું હતું. તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 715 પોઈન્ટ ઉછળી 80,983 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 225 પોઈન્ટ ઉછળી 24,836 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 712 પોઈન્ટ ઉછાળી 55,347 બંધ થયો હતો. અમેરિકન સરકાર શટડાઉન થઈ છે. રીઝર્વ બેંકની પોલીસીમાં(RBI Credit Policy) એવું તો શું આવ્યું કે શેરબજારમાં ભારે ઉછાળો આવ્યો?

જૂઓ વીડિયો…..

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2199 શેરના ભાવ વધ્યા હતા અને 874 શેરના ભાવ ઘટ્યા હતા.

68 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 74 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

117 શેરમાં અપર સર્કિટ અને 56 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ તાતા મોટર્સ, શ્રી રામ ફાયનાન્સ, કોટક બેંક, ટ્રેન્ટ અને અદાણી એન્ટરપ્રાઈઝ

ટોપ લુઝર્સઃ બજાજ ફાયનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સીમેન્ટ, તાતા સ્ટીલ અને બજાજ ઓટો

Top Trending News

RBI MPC Meeting: વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર નહી, જીડીપી ગ્રોથનું ઊંચું અનુમાન

RBI Policy: Stock market rebounds sharply

The stock market rebounded sharply today after eight consecutive days of decline. The repo rate was not changed after the Reserve Bank of India’s monetary policy meeting. Apart from that, some other important decisions were taken, due to which the stock market rallied. There was fresh buying in stocks of all sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 715 points to close at 80,983. The NSE Nifty rose 225 points to close at 24,836. The Bank Nifty rose 712 points to close at 55,347. The US government has shut down. What happened in the Reserve Bank’s policy that the stock market jumped so much? Watch the video…..

You will also like

Leave a Comment