RBI MPC Meeting 2025: રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો, લોનના વ્યાજ દર ઘટશે

by Investing A2Z
RBI MPC Meeting 2025

અમદાવાદ- RBI MPC Meeting 2025 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પૉલીસીની સમીક્ષા જાહેર કરી છે. જેમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ધારણા હતી તે મુજબ આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે અને હવે રેપો રેટ ઘટીને 5.25 ટકા થયો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રા એમપીસીની બેઠકના નિર્ણયની જાણકારી આપી હતી. ઓગસ્ટ અને ઓકટોબરની એમપીસીની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. રેપો રેટ ઘટતાં હવે તમામ પ્રકારની લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે.(RBI Repo rate cut by 0.25 percent)

બેંકો લોનના વ્યાજ દર ઘટાડશે

રેપો રેટ ઘટવાથી હવે હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોનના વ્યાજના દરમાં બેંકો દ્વારા ઘટાડો કરાશે. એમપીસીએ આ વખતે ન્યૂટ્રલ વલણ અપનાવ્યું છે.

અનેક વિપરીત સંજોગો વચ્ચે બેઠક

એમપીસીની બેઠક દર બે મહિને થાય છે. પણ આ વખતે ફુગાવાનો દર ઘટી રહ્યો છે. જીડીપીનો વૃદ્ધિ દર વધીને આવ્યો છે. ડૉલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે. અને વૈશ્વિક મંચ પર જીઓ પોલિટિકલ ટેન્શન છે. તેમજ અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદી છે. આવી પરિસ્થિતિ વચ્ચે એમપીસીની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરાયો છે.

મોંઘવારી દરના અનુમાનમાં ઘટાડો

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026માં રીટેઈલ મોંઘવારીનો દર હવે 2 ટકા રહેવાની ધારણા રજૂ કરી છે. પહેલા આ અનુમાન 2.6 ટકા હતું. રીટેઈલ મોંઘવારીના દરનું અનુમાન ઓકટોબર- ડીસેમ્બર 2025ના ત્રિમાસિકગાળા માટે 1.8 ટકાથી ઘટાડીને 0.6 ટકા કર્યું છે. તેમજ જાન્યુઆરી-માર્ચ 2025ના ત્રિમાસિકગાળા માટે 4 ટકાથી ઘટાડીને 2.9 ટકા કર્યું છે. તથા એપ્રિલ-જૂન, 2026ના ત્રિમાસિકગાળા માટે 4.5 ટકાથી ઘટાડીને 3.9 ટકા કર્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર, 2026ના ત્રિમાસિકગાળા માટે રીટેઈલ મોંઘવારી દર 4 ટકા રહેવાની ધારણા રજૂ કરી છે.

જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 માટે જીડીપી ગ્રોથ 7.3 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. પહેલા આ અનુમાન 6.8 ટકા હતું. ઓક્ટોબરૃ ડીસેમ્બર, 2025ના ત્રિમાસિકગાળા માટે ગ્રોથ રેટ 7 ટકા અને જાન્યુઆરી-માર્ચ, 2026ના ત્રિમાસિકગાળા માટે 6.5 ટકા રહેવાની વાત કરાઈ છે. તેમજ એપ્રિલ-જૂન, 2026ના ત્રિમાસિકગાળામાં ગ્રોથ 6.7 ટકા રહેશે તથા જુલાઈ-સપ્ટેમ્બર, 2026 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 6.8 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે.

RBI MPC Meeting 2025સર્વાનુમતે રેપો રેટ ઘટાડવાનો નિર્ણય

આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે મજબૂત વૃદ્ધિ અને મોંઘવારી દરમાં ઘટાડો થતાં વ્યાજ દરમાં ઘટાડો કરવા માટેનો માર્ગ સરળ બન્યો હતો. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પૉલીસીની બેઠકમાં આમ સહમતીથી રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે.

આર્થિક ગતિવિધીમાં તેજી

આરબીઆઈ ગવર્નરનું કહેવું છે કે મહત્ત્વપૂર્ણ આંકડા ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજા ત્રિમાસિકગાળામાં આર્થિક ગતિવિધિમાં તેજીનો સંકેત આપી રહ્યા છે. ખેતીવાડી ક્ષેત્રમાં ખૂબ ગ્રોથની સંભાવના છે. જીએસટીને તર્કસંગત બનાવવાના પગલા લેવાયા છે. કંપનીઓના પરિણામો પ્રોત્સાહક રહેતાં આર્થિક ગતિવિધીઓને સપોર્ટ આપી રહ્યા છે.

લિક્વિડીટી વધારવાનો પ્લાન

સ્થાનિક બેંકિંગ સીસ્ટમમાં લિક્વિડીટી વધારવા માટે સેન્ટ્રલ બેંક આરબીઆઈએ મોટી જાહેરાત કરી છે. આરબીઆઈનું કહેવું છે કે 1 લાખ કરોડની ઓપન માર્કેટ ટ્રાન્ઝક્શન ખરીદી દ્વારા માર્કેટમાં લિક્વિડીટી વધારશે. સાથે આરબીઆઈ આ મહિને ડિસેમ્બરમાં 500 કરોડ ડૉલર ત્રિવર્ષીય અમેરિકી ડૉલર- ભારતીય રૂપિયા દ્વારા લિક્વિડીટી વધારશે.

You will also like

Leave a Comment