
જીડીપી ગ્રોથ રેટ વધીને આવે તે માટે વ્યાજ દર ઘટાડવો જરૂરી છે. પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.15 ટકા યથાવત રખાયો છે. આ અગાઉની ધીરાણ નીતિમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વર્ષમાં આરબીઆઈએ અત્યાર સુધીમાં પાંચ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કુલ મળીને રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કર્યો છે.
- રેપો રેટ 5.15 ટકા યથાવત રખાયો છે
- જીડીપી ગ્રોથ રેટનું અનુમાન ચાલુ નાણાકીય વર્ષ માટે 6.1 ટકાથી ઘટી 5 ટકા કર્યું
- વિવિધ હાઈ ફ્રીકવેન્સી ઈન્ડિકેટર્સની ભલામણ છે કે માંગની સ્થિતી ખુબ નબળી છે
- આગામી ધીરાણ નીતિમાં નવા નિર્ણયો લેવાશે
- રીટેઈલ મોંઘવારી દર બીજા છ માસિકગાળામાં 4.7-5.1 ટકા રખાયો છે.
- વિદેશી વિનિમય અનામત 3 ડીસેમ્બરે 451.70 અબજ ડૉલર રહ્યો છે, જેમાં માર્ચ -2019ની સરખામણીએ 38.8 અબજ ડૉલરનો વધારો થયો છે.
- મોનેટરી પૉલીસી કમિટીના તમામ સભ્યોએ વ્યાજ દર યથાવત રાખવા મતદાન કર્યું હતું.
- હવે પછીની આગામી ધીરાણ નીતિ 4-6 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે


