


મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની કમલનાથ સરકાર સંકટમાં છે. ડેપ્યૂટી સીએમ જ્યોતિરાદિત્ય સિંઘિયાએ રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની પાછળ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. આમ કોંગ્રેસની કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. 22 બળવાખોર ધારાસભ્યોમાંથી 6 બળવાખોર ધારાસભ્યના રાજીનામાં મંજૂર કરી દેવાયા છે. બે એમએલએનું નિધન થયું છે. જેથી હવે વિધાનસભાની પ્રભાવી સંખ્યા 222 થઈ ગઈ છે, જેમાંથી કોંગ્રેસ પાસે 92 સભ્યો છે, અને ભાજપ પાસે 107 સભ્યો છે. બહમતી સાબિત કરવા માટે 112 ધારાસભ્યોની જરૂર પડે છે. ભાજપને બહુમતી માટે હજી પાંચ ધારાસભ્યોની જરૂર છે.


આ બધી રાજરમત અને પૈસાના ખેલથી ચૂંટણી જીતાશે. રાજકારણમાં કોઈ મોરલ જેવું કાંઈ હોતું નથી. કોઈ કોઈનો દોસ્ત કે દુશ્મન હોતો નથી. પણ એક વાત નક્કી છે કે કોંગ્રેસની ઢીલી નીતિ જવાબદાર રહી છે, અને કેન્દ્રીય લેવલે નેતાગીરી નબળી છે. જેથી મૂળ કોંગ્રેસીઓની પણ વિચારધારા બદલાઈ રહી છે.