
File Pic
નવી દિલ્હી- Putin India Visit રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડીસેમ્બરે ભારત આવી રહ્યા છે. તેઓ ચાર વર્ષ પછી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) આમંત્રણને માન આપીને 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ(President Draupadi Murmu) પુતિનનું સ્વાગત કરશે. તેમના સમ્માનમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો(Russian President Vladimir Putin) આ પ્રવાસ બન્ને દેશો વચ્ચે સુરક્ષા, ઉર્જા અને વેપારને નવી તાકાત આપશે.
દ્વિપક્ષીય સંબધો
ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે(Kremlin Spokesperson Dmitry Peskov) કહ્યું હતું કે રશિયા અને ભારત વચ્ચેના સંબધ ફકત રાજનૈતિક નિયમો અથવા વેપાર સમજૂતિ માટે નથી, પણ તેના વધારે મહત્ત્વપૂર્ણ છે.(Putin India Visit) અમારા દ્વિપક્ષીય સંબધ બન્નેની સમજ, ભાગીદારી અને વૈશ્વિક મામલા પર સરખી નજર પર ટેકેલો છે. તે આંતરરાષ્ટ્રીય કાયદા, કાયદાનું રાજ અને એકબીજાના હિતોનું સમ્માન કરવા પર આધારિત છે.
ભારત સાથે ગાઢ દોસ્તી
અમે ભારતના ઐતિહાસિક વિકાસમાં ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા હોવાનો ગર્વ કરીએ છીએ. ભારત સાથે અમારા પ્રત્યે દોસ્તી છે, તેનો અમે ભારતના ખૂબ ખૂબ આભારી છીએ.(Putin India Visit) પેસ્કોવે ભારતના રૂખને ગાઢ દોસ્તી ગણાવી હતી. જે યુક્રેન સંકટ વચ્ચે રશિયા માટે મોટી રાહત હતી.
Su- 57 અદ્રશ્ય થઈને હૂમલો કરી શકે છે
પેસ્કોવે કહ્યું હતું કે Su- 57 એજન્ડામાં હશે. દુનિયામાં ખૂબ પ્રતિસ્પર્ધી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતાં નથી. Su- 57 રશિયાનું સૌથી મજબૂત સ્ટેલ્થ ફાઈટર જેટ છે. જે અદ્રશ્ય થઈને હૂમલો કરી શકે છે. ભારત પહેલેથી રશિયાના Su- 30 વિમાનોનું ઉપયોગ કરે છે. આ વખતના ભારત પ્રવાસમાં Su- 57 ખરીદી, ટેકનિકલ હસ્તાંતરણ અને સંયુક્ત ઉત્પાદન પર ચર્ચા થશે.

Pic by wikipedia
S-400 એર ડિફેન્સ સીસ્ટમ અંગે નવી ડીલ
તે ઉપરાંત S-400 એર ડિફેન્સ સીસ્ટમ અંગે નવી ડીલ અને S-500 મિસાઈલ ડિફેન્સ પર ચર્ચા થવાની સંભાવના છે. રશિયા ભારતને જેટ માટે લાંબા અંતરની મિસાઈલ પણ આપશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL) તેની સંભાળ માટે મદદ કરશે.
રક્ષાપ્રધાનની સાથે બિઝનેસ ડેલિગેશન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન(Putin India Visit) રક્ષાપ્રધાન આંદ્રેઈ વેલૌસોવ(Russian Defense Minister Andrei Velousov) અને બિઝનેસ ડેલિગેશનની સાથે આવી રહ્યા છે. તેમાં સ્બરબેંક, રોસોબોરન એક્સપોર્ટ, રોસનેફ્ટ અને ગૈદપ્રોમના સીઈઓ સામેલ છે. ઉર્જા ક્ષેત્રમાં રશિયાના તેલનું વેચાણ વધશે. જે અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયાનું સૌથી મોટું ખરીદદાર છે.
SCO સહયોગની સમીક્ષા
બન્ને નેતા શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO) અને બ્રિક્સ(BRICS) જેવા મંચો પર સહયોગની સમીક્ષા કરશે. પેસ્કોવે દિલ્હીના લાલ કિલ્લા પરના આતંકી હૂમલાની નિંદા કરી હતી. આતંકવાદ વિરુદ્ધ ભારતની સાથે રશિયા ઉભુ છે.
અમેરિકાના પ્રતિબંધ વચ્ચે સહયોગ
ભારત રશિયાની મિત્રતા 70 વર્ષ જૂની છે.(Putin India Visit) સોવિયત કાળથી રક્ષા સોદા થઈ રહ્યા છે. પુતિન 2000, 2004, 2010, 2014 અને 2021માં ભારતના પ્રવાસે આવ્યા હતા. આ વખતનો રાષ્ટ્રપતિ પુતિનનો ભારત પ્રવાસ યુક્રેન યુદ્ધની વચ્ચે છે અને અમેરિકાના પ્રતિબંધો વચ્ચે પણ રશિયાનો સહયોગ ચાલુ રહેશે.
Most Watched Video News
Stock Market India: સેન્સેક્સમાં 503 પોઈન્ટનું ગાબડું, ત્રણ દિવસના ઘટાડા પછી સુધારો આવશે?
નવી સમજૂતી થશે
આ પ્રવાસથી સુરક્ષા નિકાસ, ઉર્જાની ભાગીદારી અને વૈશ્વિક સુરક્ષા પર નવી સમજૂતી થશે. પેસ્કોવે કહ્યું હતું કે આ સંબધો બહારના હસ્તક્ષેપથી મુક્ત રહેશે. ભારત માટે આ આત્મનિર્ભરતા વધારવાની તક છે. જ્યારે રશિયા માટે આર્થિક સહારો બની રહેશે. એક્સપર્ટોનું માનવું છે કે આ પ્રવાસ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ભૂ રાજનીતિને નવો આકાર આપશે.
પીએમ મોદી સાથે 5 ડીસેમ્બરે ચર્ચા
મીડિયા રીપોર્ટ્સ અનુસાર ભારત મિસાઈલો ખરીદવા માટે મોસ્કોને રિકવેસ્ટ ફોર પ્રપોઝલ ઈસ્યૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે ઓપરેશન સિંદૂર દરમિયાન તહેનાત કરવામાં આવી હતી. ધારણા છે કે આ મામલે 5 ડીસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે થનારી બેઠકમાં ચર્ચા થશે.(Putin India Visit) ભારત અને રશિયાએ પહેલી વાર 2018માં S-400 સીસ્ટમ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ એડવાન્સ એર ડીફેન્સ પ્લેટફોર્મની પાંચ યુનિટ માટે 5 બિલિયન ડૉલરની હતી. અત્યાર સુધીમાં પાંચમાંથી ત્રણ સ્કાડ્રન પહેલેથી ડિલીવરી કરી દેવાઈ છે.