કોરોના સામેની લડતમાં PM મોદીનું જન આંદોલન

by Investing A2Z

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જન આંદોલન શરૂ કર્યું અને દરેકને કોરોના સામેની લડતમાં એક થવા આહ્વાન કર્યું છે.

એક ટવીટમાં વડાપ્રધાને કોરોના સામેની લડતમાં બધાને એક થવા આહ્વાન કર્યું  હતું. “માસ્ક પહેરો, હાથ ધૂઓ, સામાજિક અંતરનું પાલન કરો અને બે ગજના અંતરને અનુસરો” ના મુખ્ય સંદેશાને પુનરાવર્તિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આપણે એક સાથે સફળ થઈશું અને કોવિડ -19 સામે જીત મેળવીશું.

લોક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત, દરેક જણ કોવિડ-19 પ્રતિજ્ઞા લેશે. કેન્દ્ર સરકારના મંત્રાલયો / વિભાગો અને રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અનુરૂપ સંયોજિત યોજના અમલમાં મૂકવામાં આવશે:

  • ઉચ્ચ કેસ-ભારણવાળા જિલ્લાઓ- પ્રદેશોમાં વિશિષ્ટ લક્ષિત સંદેશાવ્યવહાર
  • દરેક નાગરિક સુધી પહોંચવા માટે સરળ અને સાદી ભાષામાં સમજી શકાય તેવા સંદેશા
  • બધા મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશભરમાં પ્રસાર
  • જાહેર સ્થળોએ બેનરો અને પોસ્ટરો; ફ્રન્ટલાઈન કામદારોને સામેલ કરવા અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને લક્ષ્યાંકિત કરવા
  • સરકારી પરિસરમાં હોર્ડિંગ્સ / દિવાલ પેઇન્ટિંગ્સ / ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ
  • સંદેશને ઘર સુધી પહોંચાડવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રભાવકોનો સમાવેશ
  • નિયમિત જાગૃતિ પેદા કરવા માટે મોબાઈલ વાન ચલાવવી
  • ઓડિયો સંદેશાઓ; જાગૃતિ અંગેની પત્રિકાઓ / બ્રોશરો
  • કોવિડ સંદેશાઓનો પ્રસાર કરવા માટે સ્થાનિક કેબલ ઓપરેટર્સનો ટેકો મેળવવો
  • અસરકારક પહોંચ અને તેના પ્રભાવ માટે મીડિયા પ્લેટફોર્મને અભિયાનમાં સંકલિત કરવા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશવાસીઓને વડાપ્રધાન મોદી દ્વારા કોરોના વિરુદ્ધ શરુ કરવામાં આવેલા જનઆંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે “કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ત્યારે જ લડી શકાય છે જ્યારે સમસ્ત દેશવાસીઓ એક સાથે આવે.” ચાલો, આપણે સૌ મળીને નરેન્દ્ર મોદીજી દ્વારા કોરોના વિરુદ્ધ ચલાવાતા આ જનઆંદોલનમાં જોડાઈએ અને દરેકને આ રોગચાળાથી માહિતગાર કરીને ભારતને કોરોના મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવીએ.”

કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, ” કોરોનાથી બચવા માટે ફક્ત ત્રણ મંત્ર છે. માસ્ક પહેરો, બે ગજનું અંતર રાખો અને વારંવાર તમારા હાથ ધૂઓ. આપ સૌને મારી અપીલ છે કે નરેન્દ્ર મોદીજીની આ અપીલને સલામતી મંત્ર તરીકે લો, ફક્ત તમારી જાતને સુરક્ષિત ના રાખો, પરંતુ તમારા પરિવાર, મિત્રો અને સાથીઓને પણ સુરક્ષિત કરો. ”

You will also like

Leave a Comment