PM Modi Visit Gujarat: વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે નર્મદાના ડેડિયાપાડા આવી રહ્યા છે

by Investing A2Z
PM Modi Visit Gujarat

PM Modi Visit Gujaratગાંધીનગર- PM Modi Visit Gujarat ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની(150th birth anniversary of Lord Birsa Munda) રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આગામી તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ થશે. આ ઉજવણી દરમિયાન વડાપ્રધાન રૂપિયા 8,400 કરોડથી વધુના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.(PM Narendra Modi will inaugurate and lay the foundation stone of works worth Rs. 8,400 crore)

દેવમોગરા માતાજીના દર્શન

આ ઉપરાંત વડાપ્રધાન(PM Modi Visit Gujarat) આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે બુધવારે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, તેમ પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની(150th birth anniversary of Lord Birsa Munda) રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી(National level celebration) ઉપરાંત ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો તેમંજ વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમો યોજાશે.

ઐતિહાસિક ઉજવણી

જીતુ વાઘાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ આ વર્ષે સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતી અનેક ઐતિહાસિક ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, બંધારણ અંગીકરણના 75 વર્ષ, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી તેમજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.(PM Modi Visit Gujarat)

જનજાતિય ગૌરવ દિવસ

વડાપ્રધાને સમાજના છેવાડાના, વંચિત અને આદિજાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે હરહંમેશ પ્રયાસો કર્યા છે. એટલું જ નહિ, તેમણે આદિજાતિએ આઝાદી સંગ્રામમાં આપેલા યોગદાનને બિરદાવીને વિરાસત ભી વિકાસ ભી ના મૂળ મંત્રને સાર્થક કર્યો છે. આઝાદીના દશકો સુધી આદિજાતિઓની ઉપેક્ષા થતી રહી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) આદિજાતિ સમાજના વિકાસ તથા તેમનું ગૌરવ વધારવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે. જે અંતર્ગત વર્ષ 2021થી તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને સમગ્ર દેશમાં જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જનજાતિય ગૌરવ યાત્રા

ભગવાન બિરસા મુંડાની 150 વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Gujarat CM Bhupendra Patel) માર્ગદર્શનમાં રાજ્યમાં તા. 1થી 15 નવેમ્બર, 2025 દરમિયાન વિવિધ રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 7થી 13 નવેમ્બર સુધી રાજ્યના 14 આદિજાતિ વિસ્તારોમાં બે રૂટમાં જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. એક યાત્રાનો પ્રારંભ અંબાજીથી તથા બીજી યાત્રાનો પ્રારંભ ઉમરગામથી કરવામાં આવ્યો છે.

5.95 લાખ લોકોએ ભાગ લીધો

આ બંને રૂટની યાત્રાઓને રાજ્યના નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા દરમિયાન અંદાજે 5.95 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. આ યાત્રા અંતર્ગત 82 આરોગ્ય શિબિર, 51 સેવા સેતુ અને 2,522 સ્થળોએ સફાઈ-સ્વચ્છતા અભિયાનમાં પણ લાખો નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ યાત્રાઓનું સમાપન આવતી કાલ તા. 13 નવેમ્બર, 2025ના રોજ એકતાનગર ખાતે થશે.

Top Watched Video News

Stock Market India: શેરબજારમાં ત્રીજા દિવસે તેજી, શું નિફ્ટી ફરીથી 26,000 કૂદાવશે?

બિરસા મુંડાના જીવન આધારિત નાટક

આ ઉજવણી નિમિત્તે 20 બિનઆદિજાતિ જિલ્લાઓમાં પણ તા. 13થી 15 નવેમ્બર સુધી સેવાસેતુ, આરોગ્ય શિબિર, સ્વચ્છતા અભિયાન અને બિરસા મુંડાના જીવન પર આધારિત નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, દેવમોગરા માતાજીના સાંનિધ્યમાં ડેડિયાપાડા ખાતે આ રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણીમાં તા. 15 નવેમ્બરે એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન(150th birth anniversary of Lord Birsa Munda) પર આધારિત વિશેષ નાટ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે.

You will also like

Leave a Comment