ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહ્યા
નવી દિલ્હી- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી (NITI Aayog meeting chaired by PM Modi) નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં (NITI Aayog Governing Council meeting) સહભાગી થતાં જણાવ્યું કે, વિકસિત ભારત@2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં આ સંકલ્પને પાર પાડવામાં દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છે. દરેક રાજ્ય, દરેક શહેર-ગામ અને સમાજ વિકસિત બને તે જ વિકસિત ભારતના સંકલ્પનો મૂળ ભાવ છે. (Gujarat CM in NITI Aayog meeting New Delhi)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં (New Delhi chaired by PM Modi) રાજ્યોના મુખ્યપ્રધાનોએ વિકસિત ભારત@2047માં તેમના રાજ્યોની સજ્જતા અને આયોજનની રૂપરેખા આપી હતી.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત@2047 માટે વિકસિત રાજ્યનો રોડમેપ તૈયાર કરનારા અગ્રણી રાજ્યોમાંનું ગુજરાત પણ એક રાજ્ય છે. આ રોડમેપ અંતર્ગત રાજ્યના બધા જ લોકોના અર્નિંગ વેલ અને લિવિંગ વેલનું વિઝન ગુજરાતે રાખ્યું છે. આ વિઝનને સંસ્થાગત સ્વરૂપ આપવા ગુજરાતે નીતિ આયોગની તર્જ પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન- GRITની સ્થાપના કરી છે. ગ્રીટ સર્વસમાવેશી વિકાસ ઉન્મુખ લક્ષ્યોને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
ડેવલપમેન્ટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપ અંતર્ગત જળ સંસાધન, એગ્રીકલ્ચર, એનર્જી, સ્પોર્ટ્સ, હેલ્થ, સ્કુલ એજ્યુકેશન અને સ્કિલિંગ જેવા સેક્ટર્સમાં અસરકારક સ્ટ્રેટેજી ડેવલપ કરવા સાથે યોજનાઓના સુદ્રઢ અમલ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

વિકસિત ગુજરાત ફંડની પણ જોગવાઈ આ વર્ષના બજેટમાં કરી છે અને માત્ર આયોજન જ નહીં મોનિટરિંગ મિકેનિઝમ પણ ગોઠવ્યું છે એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. આ હેતુસર સસ્ટેનેબિલિટી તથા ડેટા ડિસિઝન મેકિંગ સુનિશ્ચિત કરવા ડિજિટલ ડેશબોર્ડ અને 500થી વધુ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI) નિર્ધારિત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતે નવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ અને રોજગાર અવસર માટે પણ યોજનાઓ ઘડી છે અને પોલીસી ડ્રિવન સ્ટ્રેટ તરીકેની ગુજરાતની ખ્યાતિ વધુ સંગીન કરી છે.
Top Treanding News
વડાપ્રધાન મોદી 26 મેના રોજ કચ્છ ભૂજવાસીઓને 53 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલીસી, સ્પેસ ટેક પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી સેક્ટર સ્પેસિફિક પોલીસિઝ અને એ.આઈ. વિઝનને આગળ ધપાવતા ગિફ્ટ સિટીમાં એ.આઈ. સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત છે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અન્વયે રાજ્યમાં 3.36 લાખ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન થયા છે અને દેશમાં આ યોજનામાં 34 ટકા હિસ્સેદારી ગુજરાતની છે. ગુજરાતે એક પારદર્શી અને ઉત્તરદાયી સુશાસન મોડલ વિકસાવ્યું છે. ગુજરાતનું આ મોડલ “હોલ ઓફ ગવર્મેન્ટ – હોલ ઓફ સોસાયટી”ના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
સરકાર અને સમાજ માટે સામૂહિક જ્ઞાન, સંસાધનો અને કુશળતાનો ઉપયોગ કરીને વધુ અસરકારક અને સસ્ટેનેબલ પરિણામો દ્વારા વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાત@2047ને ચરિતાર્થ કરવામાં આ દ્રષ્ટિકોણ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાને દર્શાવ્યો હતો.
આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી જોડાયા હતા.