આગામી સપ્તાહે F&O એક્સ્પાયરી છે, શેરબજારમાં તેજી આગળ વધશે ખરી?

by Investing A2Z
Stock Market India

શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે અને સપ્તાહના અંતિમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 33 પોઈન્ટ વધી 81,086 બંધ થયો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 11 પોઈન્ટ વધી 24,823 બંધ રહ્યો હતો. આગામી સપ્તાહે શેરબજારની આ નવી તેજી આગળ વધશે ખરી? આજે શુક્રવારે અમેરિકાના જેકશન હૉલમાં ફેડલર રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલની અમેરિકાની ઈકોનોમીના આઉટલૂક પર સ્પીચ છે. તેની આગામી સપ્તાહે માર્કેટ પર અસર પડશે.

બીએસઈ સેન્સેક્સ આજે 81,165 ખૂલીને શરૂમાં સામાન્ય વધી 81,231 થઈ અને ત્યાંથી સામાન્ય ઘટી 80,883 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,086.21 બંધ થયો હતો. જે 33.02ની મજબૂતી દર્શાવે છે.

એનએસઈ નિફટી ઈન્ડેક્સ 24,845 ખૂલીને શરૂમાં વધી 24,858 થઈ અને ત્યાંથી ઘટી 24,771 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,823.15 બંધ થયો હતો, જે 11.65ની તેજી દર્શાવે છે.

મહત્ત્વના સમાચાર

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અમેરિકાના પ્રવાસે છે, જેથી આજે ડીફેન્સ સેકટરના શેરોમાં નવી ખરીદીથી મજબૂતી જોવા મળી હતી.

સેબીએ અનિલ અંબાણી પર સિક્યોરિટી માર્કેટ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુક્યો છે અને 25 કરોડનો દંડ પણ કર્યો છે.

અમેરિકાના જેકશન હોલમાં ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલની અમેરિકા ઈકોનોમીના આઉટલૂક પર સ્પીચ છે. જેના પર વિશ્વના બજારોની નજર છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે હાલ તાત્કાલિક ધોરણે મોંઘવારી પર કાબૂ મેળવી શકાય તેમ નથી. અને ધીરાણ નીતિ જાહેર થઈ તેની મીનીટ્સ જાહેર થઈ હતી. જેમાં એમપીસીના બે સભ્યોએ રેટ કટની તરફેણ કરી હતી.

એડવાન્સ ડેકલાઈનઃ રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1317 શેરના ભાવ વધ્યા હતા, 1399 શેરના ભાવ ઘટ્યા હતા અને 79 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.

52 વીક હાઈલોઃ 182 સ્ટોકના ભાવ વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા, તેમજ 11 સ્ટોકના ભાવ વર્ષની નીચી સપાટીએ બંધ થયા હતા.

સર્કિટ બ્રેકરઃ 139 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 39 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લાગી હતી.

ટોપ ગેઈનર્સઃ બજાજ ઓટો, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ, તાતા મોટર અને સન ફાર્મા

ટોપ લુઝર્સઃ માઈન્ડ ટ્રી, વીપ્રો, ઓએનજીસી, એશિયન પેઈન્ટ અને ટાઈટન

વોલેટિલિટી ઈન્ડેક્સ ઘટ્યો છે, એટલે કે છેલ્લા ત્રણ દિવસથી માર્કેટમાં વધઘટ સંકડાતી જાય છે. આજે પણ વધઘટ સાંકડી હતી. ટેકનિકલી જોઈએ તો હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન થયું છે. માર્કેટમાં તેજીની નિશાની છે. પણ ઊંચા મથાળે બજારમાં નિરસતા જોવા મળી છે. બીજુ વીકલી બુલિશ કેન્ડલ થઈ છે અને ડેઈલી સ્કેલ પર બેરિશ કેન્ડલ બની છે. જે સાવચેતી રાખવાનું સુચવે છે.

આગામી સપ્તાહે ઓગસ્ટ ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટની એક્સપાયરી આવે છે. જેથી સ્કેવર ઓફ થતાં માર્કેટમાં સેલઓફ આવશે, તેની સામે શોર્ટ સેલ પણ કપાશે. આથી આગામી સપ્તાહે વધઘટ જોવા મળશે. નિફટીમાં 24,500નો સપોર્ટ રાખીને હોલ્ડ કરવું, જ્યારે નિફટીમાં 24,850નું પ્રથમ રેઝિટન્સ, 24,900નું બીજુ રેઝિટન્સ અને 25,000 ત્રીજુ રેઝિટન્સ રહેશે. આ રેઝિટન્સના લેવલ આજુબાજુ માર્કેટમાં તેજી અટકશે.

You will also like

Leave a Comment