સોનું ચાંદીમાં નવી ખરીદી ચાલુ રહી, નવા શિખર સર કરશે?

by Investing A2Z
Gold Silver Market

સોનાચાંદી બજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. સોનુંચાંદી છેલ્લા એક વર્ષથી સતત વધીને ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બતાવી રહ્યા છે. જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે સોનું ચાંદી સલામત રોકાણનો વિકલ્પ હોવાથી ખરીદી સતત વધી રહી છે અને જ્વેલરીની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે. હવે પ્રશ્ન એ થાય તે શું સોનું હજી નવા શિખર સર કરશે?

અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો ભાવ સપ્તાહ દરમિયાન દસ ગ્રામે રૂપિયા 2000 વધીને રૂપિયા 74,000 બોલાયો છે. તેમજ હોલમાર્ક દાગીના 72,520 રહ્યો છે. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 2500 વધીને રૂપિયા 84,000નો ભાવ થયો છે.

વૈશ્વિક બજારની વાત કરીએ તો ગોલ્ડ સપ્ટેમ્બર ફયુચર 20 ઓગસ્ટે 2570.40 ડૉલરની નવી હાઈ બનાવી હતી. ત્યાર પછી ઘટીને 2519 ડૉલર થયો હતો અને સપ્તાહને અંતે 2548 બંધ રહ્યો છે. તેવી જ રીતે સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર 28.94 ડૉલર થઈ અને ત્યાંથી વધી 29.91 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 29.86 ડૉલર રહ્યો હતો. સિલ્વરમાં 32.57 ડૉલરની નવી હાઈ બનેલી છે.

ફેડરલ રીઝર્વના ચેરપર્સન જેરોમ પોવેલની જેકશન હોલમાં સ્પીચ હતી, જે સ્પીચ પર વિશ્વભરના નાણાકીય નિષ્ણાતો અને અર્થશાસ્ત્રી તેમજ વૈશ્વિક બજારોની નજર હતી. આ સ્પીચમાં જેરોમ પોવેલે સ્પષ્ટ કહ્યું છે કે ફેડરલ રીઝર્વ સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ કરવા જઈ રહ્યું છે. અમેરિકામાં ફુગાવા માટે ઉલટુ જોખમ ઘટ્યું છે અને લેબર બજાર માટે જોખમ વધ્યું છે. માટે ફેડ રેટ કટની તરફેણ થઈ રહી છે.

જો અમેરિકા ફેડ રેટ કટ કરે તેવા અહેવાલો પાછળ યુએસ ડોલર ઈન્ડેક્સ વધુ ઘટીને 100.69 થયો હતો. અને બોન્ડના યીલ્ડ પણ ઘટ્યા હતા. જે દર્શાવે છે કે હવે સોનાચાંદીમાં રોકાણ કરીશું તો વધુ રીટર્ન મળી રહેશે. આથી ગોલ્ડ અને સિલ્વરમાં નવી ખરીદી આવી હતી. અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી.

વૈશ્વિક સ્પોટ ગોલ્ડ 2483 ડૉલર થઈ અને ત્યાંથી વધી 2519 થઈ અને સપ્તાહને અંતે 2513 ડૉલર બંધ રહ્યું હતું. તેવી જ રીતે વૈશ્વિક બજારમાં સ્પોટ સિલ્વર 28.89 ડૉલર થઈ અને ત્યાંથી વધી 29.94 થઈ અને સપ્તાહને અંતે 29.78 ડૉલરનો ભાવ રહ્યો હતો.

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં તેજી આગળ વધશે. કારણ કે ટેકનિકલી બુલિશ ઝોન છે. ડીપ બાઈંગ મોડ રહેવાનો છે. પણ હા નવું શિખર એટલે કે ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બને ત્યાં પ્રોફિટ બુકિંગ આવે તે સ્વભાવિક છે. ગોલ્ડમાં 2522 ડૉલર અને 2487 ડૉલર બે સપોર્ટ લેવલ રહેશે, તેમજ 2570 પ્રથમ રેઝિટન્સ અને 2588 બીજુ રેઝિટન્સ રહેશે. એટલે કે આ બે રેઝિટન્સ લેવલ આજુબાજુ નફારૂપી વેચવાલી આવી શકે છે.

સિલ્વરમાં 29.67 ડૉલરનો સ્ટ્રોંગ સપોર્ટ છે. અને ઉપરમાં 29.90, 29.96 અને 30.02 આ ત્રણ રેઝિટન્સ લેવલ આવે છે. જ્યાં પ્રોફિટ બુકિંગ જોવા મળે.

આ માહિતી માત્ર આપના એજ્યુકેશન પર્પઝ માટે છે. આમાં કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણ કરવાથી આપને લાભ થશે તેવી કોઈ ટિપ્સ આપવામાં આવતી નથી. આપને તો ખબર છે કે સ્ટોક માર્કેટ અને ગોલ્ડ સિલ્વર ફયુચરમાં રોકાણ જોખમી હોય છે.

You will also like

Leave a Comment