
(1) સમય પર સેલરી અને ન્યૂનતમ સેલરી
નવા શ્રમ કાયદા(New Labour Codes 2025) અનુસાર કર્મચારીઓને સમય પર પગાર આપવામાં આવશે. દેશભરમાં ઓછામાં ઓછી સેલરીની રકમમાં વધારો કરાશે અને બાકીના ક્ષેત્રના કર્મચારીઓને પણ આ કાયદામાં લવાશે. જેનાથી કોઈની પણ સેલરી એટલી ઓછી ન હોય કે તેનું જીવન નિર્વાહ ચલાવવું કઠિન બની જાય.
(2) ગ્રેજ્યુઈટીનો લાભ
નવા શ્રમ કાયદામાં(New Labour Codes) હવે ગ્રેજ્યુઈટી મેળવવા માટે 5 વર્ષની રાહ જોવી નહી પડે. પણ એક વર્ષની સર્વિસ પર ગ્રેજ્યુઈટી આપવામાં આવશે. આ ગ્રેજ્યુઈટી ફિક્સ્ડ ટર્મ કર્મચારી અને કોન્ટ્રેક્ટ વર્ક્સને પણ મળશે. આ કર્મચારીઓને સ્થાયી કર્મચારીની બરાબર તમામ ફાયદા, આરોગ્ચની સંભાળની સેવા અને સામાજિક સુરક્ષા પણ આપવામાં આવશે.
(3) સામાજિક સુરક્ષા
નવા લેબર કોડ અનુસાર એક મોટો ફેરફાર એ કરાયો છે કે તમામ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને નિયુક્તિ પત્ર(એપોઈન્ટમેન્ટ લેટર) આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ગિગ વર્ક્સ, પ્લેટફોર્મ વર્ક્સ અને એગ્રીગેટર્સને આ કાયદામાં પહેલી વાર ડિફાઈન કરાયા છે. તેને આધાર લિંક્ડ યૂનિવર્સલ એકાઉન્ટ નંબર(UAN) થી વેલફેર બેનિફિટ્સ આપવામાં આવશે. જેમાં પીએફથી લઈને પેન્શન સુધીના લાભ સામેલ છે.
(4) ફ્રીમાં હેલ્થ ચેકઅપ
40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને વાર્ષિક હેલ્થ ચેકઅપ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર મજૂરોને લઈને વધુ સારી સુરક્ષા માટે રાષ્ટ્રીય સ્તરના નિયમો બનાવશે.
(5) મહિલાઓ તમામ સ્થળો પર કામ કરી શકશે
New Labour Codes અનુસાર મહિલાઓ તમામ સ્થળોએ કામ કરી શકશે, જેમાં અંડરગ્રાઉન્ડ માઈનિંગ, ભારે મનીનરી અને ખતરનાક કામ સામેલ છે. જેમાં તમામ લોકો માટે રોજગારનો સમાન અવસર સુનિશ્ચિત કરશે. તમામ સાઈટ પર ઓન સાઈટ સેફ્ટી મોનેટરિંગ માટે જરૂરી કમિટી અને ખતરનાક રસાયણોને સુરક્ષિત હેંડલિંગ કરવાનું વધુ પાકુ કરાશે.
(6) રોજગારી મળવાની સંભાવના વધશે
ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયીને રોજગારી મળવાની સંભાવના વધશે અને સામાજિક સુરક્ષા, સ્થાયી કર્મચારીના જેવા જ ફાયદા જેવા કાયદા સુરક્ષા નિશ્ચિત કરાશે. કોન્ટ્રેક્ટ પર કામ કરતાં કર્મચારીઓને સામાજિક અને સ્વાસ્થ્ય સુરક્ષા મળશે.
(7) તમામને સમાન વેતન
મહિલા પુરુષ ભેદભાવ કાયદા અનુસાર નકારી દેવામાં આવ્યો છે. મહિલા હોય કે પુરષ સમાન કામ માટે સમાન વેતન મળશે. મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાનો અધિકાર મળશે.
Most Watched Video News
(8) લઘુત્તમ પગારની ગેરંટી
તમામ કામદારોને લઘુત્તમ પગારની ગેરંટી નવા શ્રમ કાયદામાં(New Labour Codes) છે. તમામ પ્રકારના કર્મચારીઓને ઓફર લેટર આપવો પડશે. જેમાં સામાજિક સુરક્ષા, રોજગારની માહિતી આપવાની રહેશે અને તેનાથી ઔપચારિક રોજગારીમાં વધારો થશે. રજા દરમિયાન પણ મજૂરી આપવી ફરજિયાત કરાઈ છે. મજૂરોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ વેતનના હિસાબે ચૂકવવાના રહેશે.
(9) તમામને યોગ્ય પગાર
તમામ પ્રવાસી કામદારો(ડાયરેક્ટર, કોન્ટ્રેક્ટ બેઈઝ્ડ અને પોતે માઈગ્રેટેડ)ને બરાબર વેતન, વેલફેર બેનિફિટ અને પીડીએસ પોર્ટેબિલિટીનો લાભ અપાશે.
(10) પીએફ, પેન્શન અને વીમાનો લાભ
તમામ ડાક વર્કર્સ માટે પ્રોવીડંડ ફંડ, પેન્શન અને વીમાનો લાભા નક્કી કરી દેવાયો છે. પછી તે કોન્ટ્રેક્ટ વર્કર્સ હોય કે પછી અસ્થાયી કર્મચારી હોય.