
નીરજ ચોપરા ભાલા ફેંકમાં પહેલા થ્રોમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, જ્યારે પ્રથમ રાઉન્ડમાં બીજી કોશિષ કરી ત્યારે ભાલાને 87.58 મીટર દૂર ફેંક્યો હતો. ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટક દૂર ભાલો ફેંક્યો હતો. પહેલા રાઉન્ડમાં 12 ખેલાડીઓમાંથી 8 ખેલાડીઓ આગામી બીજા અને ફાઈનલ રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. સારી વાત એ છે કે નીરજ શરૂઆતથી લઈને અંત સુધી નંબર-1થી નીચે નથી ઉતર્યા. તેમના પ્રતિસ્પર્ધી જૈકબ વૈદલેક 86.67 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો.
નીરજ ચોપરાની વિવિધ તસવીરો



