વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપિંગ પોલીસી લોન્ચ કરી છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે સ્ક્રેપ પોલીસી ભારત માટે ફાયદાનો સોદો બની રહેશે. તેનાથી ઓટોમોબાઈલ અને મેટલ ઈન્ડસ્ટ્રીઝને બુસ્ટ મળશે તેવું નથી, પણ કામદારોને પણ ફાયદો થશે. વાહનને સ્ક્રેપમાં લઈને આવનારને પણ ફાયદો થશે. તેમજ યુવાનોને સ્ટાર્ટઅપથી આ પ્રોગ્રામ સાથે જોડાવા માટે આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, વીતેલા વર્ષે અંદાજે 23 હજાર કરોડ રૂપિયાનું સ્ક્રેપ સ્ટીલ ભારતે આયાત કરવું પડ્યું હતું. ભારતમાં જે સ્ક્રેપિંગ અત્યાર સુધી થઈ રહ્યું છે, તે પ્રોડક્ટિવ નથી. જેનાથી ના કે બરાબર એનર્જિ રિકવરી થાય છે. કિમતી મેટલ રિકવરી હાલની સ્થિતિમાં થતી નથી. એવામાં હવે સાયન્ટિફિક ટેકનોલોજી પર આધારિત સ્ક્રેપિંગથી ફાયદો થશે.
નેશનલ સ્ક્રેપિંગ પોલીસીને લોન્ચ કરતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતને મજબૂતી મળશે. ઓટો મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલાઓને વેલ્યૂ ચેઈન માટે ઓછામાં ઓછી આયાત પર નિર્ભર રહેવું પડશે. આમ કંપનીઓ પાસે 25 વર્ષનો પુરો રોડમેપ હોવો જોઈએ. જૂની પુરાણી પ્રેકટિસને બદલવી પડશે. આવું કરનાર ઓટોમોબાઈલ કંપનીઓને સરકાર દરેક મદદ પુરી પાડશે.
લોકોને શું ફાયદો થશે?
નવી સ્ક્રેપ પોલીસીથી સ્ક્રેપિંગ સર્ટિફિક્ટ બતાવવાથી નવી ગાડી ખરીદતી વખતે 5 ટકાની છૂટ મળશે. ગાડી સ્ક્રેપ કરવાની કિમતના 4-6 ટકા માલિકને આપવામાં આવશે. તેની સાથે નવી ગાડીના રજિસ્ટ્રેશનના સમયે રજિસ્ટ્રેશન ફી માફ કરી દેવામાં આવશે.
રોડ ટેક્સમાં કેટલો ફાયદો?
નવી સ્ક્રેપ પોલીસી અનુસાર નવી કાર લેવા પર રોડ ટેક્સમાં 3 વર્ષ માટે 25 ટકા સુધીની છૂટ આપવાની વાત કરાઈ છે. રાજ્ય સરકાર ખાનગી કાર પર 25 ટકા અને કોમર્શિયલ વાહનો પર 12 ટકા સુધી છૂટ આપી શકે છે.
નવી પોલીસી અનુસાર કેટલા વર્ષ ગાડી ચલાવી શકાય?
નવી સ્ક્રેપ પોલીસી અનુસાર ડીઝલ અને પેટ્રોલના ખાનગી વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 20 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો ઓટોમોટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં ફેઈલ થઈ જાય તો રજિસ્ટ્રેશન સર્ટિફિક્ટ રિન્યૂ નહી થાય તેમજ પહેલી જૂન, 2024થી તે રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ જશે. ફિટનેસમાં ફેઈલ ગાડી સ્ક્રેપ કરવામાં આવશે. જો કે ખાનગી વાહનોને સુધારો કરવાની એક તક આપવામાં આવશે. તે પછી જો ફિટનેસમાં ફેઈલ થાય તો ગાડી સ્ક્રેપ કરવી પડશે. 1 એપ્રિલ, 2023થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ જશે.
કેવી રીતે ખબર પડશે કે ગાડી સ્ક્રેપ થઈ ગઈ છે?
સરકારનું કહેવું છે કે ગાડીને સ્ક્રેપ કરવા માટે પીપીપી આધાર પર ઓટોમેટિક ટેસ્ટ સેન્ટર અને સ્ક્રેપ સેન્ટર ખોલવામાં આવશે. કોઈ વાહન આ ઓટોમેટિક ટેસ્ટ પાર કરવામાં ફેઈલ થાય તો તેને રસ્તા પરથી હટાવી લેવી પડશે, નહી તો તેણે ભારે દંડ ભરવો પડશે.
સરકારને શું ફાયદો થશે?
જ્યારે લોકો જૂની ગાડી સ્ક્રેપ કરીને નવી ગાડી ખરીદશે તો તેનાથી સરકારને વાર્ષિક અંદાજે 40 હજાર કરોડનો જીએસટી મળશે, તેનાથી સરકારની આવકમાં વધારો થશે.
વિન્ટેજ કારનું શું થશે?
નવી સ્ક્રેપ પોલીસીમાં વિન્ટેજ કારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
કેટલી ગાડીઓ પોલીસીના દાયરામાં આવશે?
આ પોલીસીના દાયરામાં 20 વર્ષથી જૂના પુરાણી લગભગ 51 લાખ હળવી મોટર (એલએમવી) અને 15 વર્ષ જૂની 34 લાખ અન્ય હળવી મોટર આવશે. તે અંતગર્ત 15 લાખ મીડિયમ અને હેવી મોટર વાહન પણ આવશે. જે 15 વર્ષથી વધુ જૂના પુરાણા છે અને વર્તમાનમાં તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી.
ગાડીના માલિકને શુ ફાયદો?
સ્ક્રેપિંગ સર્ટિફિક્ટ દેખાડવા પર નવી ગાડી ખરીદતી વખતે 5 ટકાની છૂટ મળશે. ગાડી સ્ક્રેપ કરવાની કિમતના 4-6 ટકા માલિકને આપવામાં આવશે. નવી ગાડી ખરીદતી વખતે રોડ ટેક્સમાં 3 વર્ષ માટે 25 સુધીની છૂટ અપાશે. નવી ગાડીના રજિસ્ટ્રેશન સમયે રજિસ્ટ્રેશન ફી માફ કરી દેવામાં આવશે.