અમેરિકા સ્થિત આઈટી કંપની કોગ્નિઝેન્ટ ( Cognizant ) આ વર્ષે અંદાજે એક લાખ લોકોને નોકરી આપશે. કોગ્નિઝેન્ટના ભારતમાં લગભગ બે લાખ કર્મચારીઓ છે અને તે આ નાણાકીય વર્ષ રૂપમાં જાન્યુઆરીથી ડીસેમ્બર ગણે છે. કોગ્નિઝેન્ટના જણાવ્યા અનુસાર જૂન, 2021ના ત્રિમાસિકગાળામાં તેની આવક 41.8 ટકા વધી 51.2 કરોડ અમેરિકી ડૉલર ( અંદાજે રૂપિયા 3801.70 કરોડ ) થઈ છે. કંપનીએ જૂન, 2020ના ત્રિમાસિકગાળામાં 36.1 કરોડ ડૉલરની કુલ આવક હાંસલ કરી હતી.
કોગ્નિઝેન્ટએ નાણાકીય વર્ષ 2021 માટે આવક વૃદ્ધિનો લક્ષ્ય વધારીને 10.2-11.2 ટકા કર્યો છે. સમીક્ષા કરાયેલા ત્રિમાસિકગાળામાં કંપનીની કુલ આવક 14.6 ટકા વધારીને 4.6 અબજ અમેરિકી ડૉલર કરી છે, જે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં ચાર અબજ અમેરિકી ડૉલર હતા. આ આંકડો કંપનીના પૂર્વાનુમાન કરતાં વધારે છે.
કોગ્નિઝેન્ટના સીઈઓના કહેવા પ્રમાણે અમે બીજા ત્રિમાસિકગાળાથી મજબૂત થયા છીએ. લક્ષ્યાંક મુજબના રોકાણના માધ્યમથી અમે અમારો પોર્ટફોલીયો ઝડપથી વધારીને બજાર ક્ષેત્રમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. જ્યારે ગ્રાહકોના આધુનિક વ્યવસાયના અનુભવના આધાર પર અને તેમની ક્ષમતા અને હિસ્સેદારીનો વિસ્તાર કરી રહ્યા છીએ. મને એક મજબૂત, અધિક પ્રતિસ્પર્ધી કોગ્નિઝેન્ટ ઉભરતું હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના વેપાર ધંધામાં વૃદ્ધિ થઈ રહી છે. તેમણે કહ્યું કે કોગ્નિઝેન્ટ ઉદ્યોગ અને તેની અંદર રહેલી સંભાવનાઓને લઈને આશાવાદી છે.
કોગ્નિઝેન્ટના મુખ્ય નાણાકીય અધિકારીના કહેવા પ્રમાણે સેવાઓના વિસ્તાર માટે ગ્રાહકોની મજબૂતીની ડિમાન્ડ પુરી કરવા કોગ્નિઝેન્ટ પોતાની ભરતી ક્ષમતાને વધારશે. અને પોતાના માટે રોકાણ કરવાનું ચાલુ રાખશે. જૂન ત્રિમાસિકગાળામાં કંપની પાસે 3 લાખથી વધુ કર્મચારી છે.