2021માં ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેશેઃ સ્કાયમેટ

by Investing A2Z

ર્ષ 2021ના ચોમાસાને લઈને મંગળવારે સ્કાયમેટ વેધરે પૂર્વાનુમાન જાહેર કર્યું છે, તે અનુસાર વેધર એજન્સી સ્કાયમેટે જણાવ્યું છે કે આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ રહેવાની સંભાવના છે. આ પૂર્વાનુંમાન અનુસાર ભારતના દક્ષિણ પશ્ચિમી વિસ્તારોમાં આ વખતે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 103 ટકા વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસુ સામાન્યથી સારું રહેવાનું અનુમાન દર્શાવ્યું છે.

સ્કાયમેટના કહેવા પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઈ શકે છે. જ્યારે જુલાઈમાં 277 મિમી, ઓગસ્ટમાં 258 મિમી અને સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદ થવાની ધારણા છે. જૂન મહિનામાં ચોમાસાની શરૂઆતમાં પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય રહેશે. જૂનના મહિનામાં સારી શરૂઆત થશે. આ મહિને બિહાર, પશ્ચિમ બંગાળમાં સારો વરસાદ થવાની આશા છે.

જુલાઈમાં જોવા જઈએ તો કર્ણાટક અને પશ્ચિમી રાજસ્થાનમાં થોડોક ઓછો વરસાદ થશે, જ્યારે પુરા ભારતમાં સારો વરસાદ થશે, જે વિસ્તારોમાં પાછલા વર્ષે સામાન્યથી ઓછો વરસાદ થયો હતો, ત્યાં આ વર્ષે સારો વરસાદ થવાની ધારણા છે.

આ સતત ત્રીજુ વર્ષ છે કે જ્યાં મોનસૂન સામાન્ય અથવા તેનાથી વધુ રહેશે. સારી વાત એ છે કે વીતેલા વર્ષે જે વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થયો છે, ત્યાં આ વખતે સારો વરસાદ થવાની સંભાવના છે. તે પહેલા ભારતમાં વર્ષ 1996થી 1998 સુધી સતત સામાન્ય મોનસૂન રહ્યું છે. વીતેલા વર્ષે 2020માં દક્ષિણ પશ્ચિમ મોનસૂન દરમિયાન સામાન્યથી 9 ટકા વધુ વરસાદ રેકોર્ડ થયો હતો. જ્યારે 2019માં પણ દેશના દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્યથી 10 ટકા વધુ વરસાદવાળું રહ્યું છે. હવામાન એજન્સીએ આગળ જણાવ્યું હતું કે પુરા ચોમાસા દરમિયાન દર મહિને વરસાદ અલગઅલગ ટકાવારીમાં હોય છે. જેમાં જૂન અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું સ્તર સરેરાશ કરતાં વધુ રહી શકે છે.

Related Posts

Leave a Comment