નવી દિલ્હી- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દુનિયાના 14 દેશોને પોતાની સહી કરેલા ટેરિફ લેટર (Trump Tariff Letter) મોકલી આપ્યા છે. સૌથી પહેલા ટ્રમ્પે ટેરિફ લેટર જાપાન અને કોરિયાને મોકલી આપ્યો છે, જે દેશો પર 25 ટકા ટેરિફ (Tariff) લગાવવામાં આવ્યો છે. તે મ્યાંમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન અને મલેશિયાથી આતાત થનાર ઉત્પાદનો પર નવા ટેરિફની (New Tariff Rate) જાહેરાત કરવામાં આવી છે.
ભારત સાથે કોઈપણ પ્રકારના ટેરિફની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. જો કે ટ્રમ્પે કહ્યું છે કે ભારત યુએસ ટ્રેડ ડીલને (India US Trade Deal) લઈને કહ્યું હતું કે અમે ભારત સાથે Trade Deal કરવાની બિલકુલ નજીક છીએ.
રોયટર્સના અહેવાલ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) 14 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી છે અને તેની સાથે ભારત અમેરિકા ટ્રેડ ડીલની વાત કરી અને કહ્યું હતું કે અમે ભારતની સાથે ડીલ કરવાની બિલકુલ નજીક છીએ. અમે બ્રિટન અને ચીન સાથે ડીલ કરી છે.
ટ્રમ્પના કહેવા અનુસાર અમે જે દેશોને ટેરિફ લેટર મોકલ્યો છે, તેમની સાથે મુલાકાત કરી છે અને અમને નથી લાગતું કે તેમની સાથે અમે ડીલ કરી શકીશું. એટલા માટે તેમને પત્ર મોકલવામાં આવ્યો છે. તેમજ અમે અન્ય દેશોને પણ પત્ર મોકલી રહ્યા છીએ, જેમાં જણાવ્યું છે કે તેમણે કેટલો ટેરિફ આપવાનો આવશે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અમે લગાવેલ ટેરિફ પછી કેટલા દેશો કદાચ અમારી સાથે વાતચીત કરશે. પણ આ વાત એના પર નિર્ભર છે કે તેમની પાસે કોઈ ઠોસ કારણ છે કે નહી.
અમેરિકાએ 14 દેશો પર ટેરિફ લાગુ કરતાં પત્ર મોકલ્યા છે. જે નવો ટેરિફ 1 ઓગસ્ટ, 2025થી અમલી બનશે. નોંત્રપાત્ર બાબત એ છે કે ટેરિફ પર 90 દિવસની ડેડલાઈન 9 જુલાઈએ સમાપ્ત થઈ રહી છે. પણ તે તારીખ પહેલી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા તમામ દેશો પર 25 ટકાથી માંડીને 40 ટકા ટેરિફ લાદ્યો છે. તેની યાદી પર નજર કરીએ.
જાપાન 25 ટકા, સાઉથ કોરિયા 25 ટકા, મ્યાંમાર 40 ટકા, લાઓસ 40 ટકા, દક્ષિણ આફ્રિકા 30 ટકા, કઝાકિસ્તાન 25 ટકા, મલેશિયા 25 ટકા, ટ્યૂનિશીયા 25 ટકા, ઈન્ડોનેશિયા 32 ટકા, બોસ્નિયા 30 ટકા, બાંગ્લાદેશ 35 ટકા, સર્બિયા 35 ટકા, કંબોડિયા 36 ટકા અને થાઈલેન્ડ 36 ટકા ટેરિફ લાદ્યો છે.
Top Video News
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ખૂબ લાંબી વાતચીત થઈ છે. પણ હજી આખરી સમજૂતિ સુધી પહોંચ્યા નથી. તેની પાછળ કારણો છે કે અમેરિકા ભારત પર તેના એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટ્સની આયાત પર ટેરિફમાં ઘટાડો કરવા ભારતીય બજારને તેમનો સામાન ખોલવાની ડિમાન્ડ કરી રહ્યું છે અને તેની સાથે ઓટો સહિત અન્ય સેકટરમાં ટેરિફમાં ઘટાડો કરવાની માંગ કરાઈ રહી છે. તો બીજી તરફ ભારત સરકારે સાફ કહી દીધું છે કે તેઓ એગ્રીકલ્ચર અને ડેરી સેકટરમાં કોઈપણ સમાધાનના પક્ષમાં નથી. જો કે આગામી 48 કલાકમાં ભારત યુએસ ટ્રેડ ડીલની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.