અમદાવાદ- આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ (Aadhaar free Update Deadline) કરવા માટેની ડેડલાઈન બિલકુલ નજીક છે. કાર્ડ હોલ્ડરની પાસે ફ્રી સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે તારીખ 7 જૂનથી હવે ફક્ત 8 દિવસ બાકી રહ્યા છે. Unique Identification Authority of India (UIDAI)ને આધાર ડીટેલને મફતમાં અપડેટ કરવા માટે 14 જૂન, 2025ની તારીખ નક્કી કરવામાં આવી હતી. તેના પછી જો કોઈપણ અપડેટ હશે તો તેના માટે ચાર્જ આપવો પડશે.
યૂનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (UIDAI) 10 વર્ષ કે તેથી પહેલાના સમયમાં બનાવ્યા હોય તેવા આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા શરૂ કરાઈ હતી. તેની ડેડલાઈનને અનેક વખત વધારવામાં આવી હતી. હવે છેલ્લી વાર આ 14 ડીસેમ્બર, 2024ના દિવસે છ મહિનાની મુદત વધારીને 14 જૂન, 2025 સુધી કરાઈ હતી. આ સમયગાળામાં આપે જો અપડેટ ન કરાવ્યું હોય તો ઝડપથી આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. આ મુદતમાં વધારો થવાની સંભાવના ઓછી છે. અત્રે નોંધનીય છે કે આધાર કાર્ડ ડિટેલ્સને ફ્રીમાં અપડેટ કરવા માટે MyAadhaar પોર્ટલની મદદ લઈ શકો છો.
આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટે નક્કી કરેલી ડેડલાઈન પછી તો તેમ જરૂરી કામ કરાવવા માટે યુઆઈડીએઆઈ દ્વારા નક્કી કરાયેલ ચાર્જ આપવો પડશે. જે 50 રૂપિયા છે. ખાસ વાત એ છે કે યુઆઈડીએઆઈ દ્વારા અપાઈ રહેલી આધાર કાર્ડ અપડેટ કરવાની ફ્રી સર્વિસ માત્ર MyAadhaar પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. જો કે કેટલાક અપડેટ માટે તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે. જેમાં આપની આઈરિસ કે બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવાનું સામેલ છે.
Top Trending Video News
RBI: બેંક લોન લેનારા માટે ગુડ ન્યૂઝ, રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો
ફ્રીમાં આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરી શકાય
- સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું
- પછી “માય આધાર” પર જવાનું અને “અપના આધાર” અપડેટ કરે ને સીલેક્ટ કરવું
- હવે “અપડેટ આધાર વિવરણ(ઓનલાઈન)” પેજ પર જવું અને “દસ્તાવેજ અપડેટ” પર ક્લિક કરવું
- તેના પછી તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ આપો. ફરીથી “OTP મોકલો” પર ક્લિક કરવું
- તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર મોકલેલ OTP ને ટાઈપ કરીને લખો
- તમારે જે અપડેટ કરવાનું હોય તેને સીલેક્ટ કરો(જેમ કે નામ, સરનામું અને જન્મતારીખ)
- તમારી જાણકારી આપો અને આવશ્યક દસ્તાવેજ અપલોડ કરો
- તમારી રીકવેસ્ટ મોકલવા પર તમને તુરંત જ SMS દ્વારા એક યુઆરએન(URN) મળશે.