મુંબઈ- ખૂબ લાંબી રાહ જોવડાવ્યા પછી હવે એલન મસ્કની કંપની ટેસ્લા (Elon Musk’s company Tesla) ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી છે. (Tesla enters India) તે ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓ બજાર માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. (Tesla’s electric cars) રોયટર્સના રીપોર્ટ મુજબ ટેસ્કા 15 જુલાઈથી મુંબઈના જિઓ વર્લ્ડ ડ્રાઈવમાં તેનો પહેલો એક્સપીરિયન્સ સેન્ટર ખોલશે. તેનાથી હવે ભારતમાં ટેસ્લાને આવવાનો રસ્તો ખુલી ગયો છે. ટેસ્લાએ માર્ચમાં 4000 વર્ગ ફૂટની જગ્યા ભાડા પર લીધી છે. આ જગ્યા મુંબઈમાં એપલના મોટા સ્ટોરની પાસે છે.(Tesla’s first showroom to open in Mumbai)
કુર્લા વેસ્ટમાં સર્વિસીંગનું કામ
ટેસ્લા ભારતમાં ધીરે ધીરે આગળ વધી રહી છે. જૂનમાં કંપનીએ મુંબઈના કુર્લા વેસ્ટમાં એક જગ્યા ભાડે લીધી છે. અહીંયા ગાડીઓનું સર્વિસીંગનું કામ થશે. આ સાથે ભારતમાં ટેસ્લાની કુલ ચાર જગ્યા થઈ ગઈ છે. પુનામાં એક એન્જિનિયરીંગ હબ છે. બેંગલુરુમાં રજિસ્ટર્ડ ઓફિસ (Tesla’s registered office in Bengaluru) છે અને બાંદ્રા કુર્લા કોમ્પલેક્સની પાસે એક અસ્થાયી ઓફિસ છે. (Tesla Experience Center at Jio World Drive)
ચીનની ટીમ
ટેસ્લાના ઈન્ડિયા હેડે પાછલા મહિને નોકરી છોડી દીધી છે. તેઓ નવ વર્ષથી કંપનીમાં હતા. બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર હાલ ટેસ્લાનું ચીનની ટીમ કામ કરી રહી છે. હજી સુદી નવા હેડનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તો પણ ટેસ્લા પોતાનું કામ આગળ વધારી રહી છે.
કેન્દ્રીય પ્રધાન એચ ડી કુમારસ્વામીએ જૂનમાં કહ્યું હતું ટેસ્લા ભારતમાં ફક્ત શોરૂમ ખોલવા ઈચ્છે છે અને બહારથી આવેલી ગાડીઓ વેચવી ઈચ્છે છે.
Top Trending News
ધોલેરા SIRની મુલાકાત કરતું જાપાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, ભારત-જાપાન ભાગીદારી કેટલી
ટેસ્લાની ગાડી નજીકથી જોવા મળશે
ટેસ્લાનું આ પગલું ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓના બજાર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હવે જોવાનું એ રહે છે કે ટેસ્લા ભારતમાં કેટલી ઝડપથી પોતાની ગાડીઓ લોન્ચ કરે છે અને લોકોને તેની ગાડી કેટલી પસંદ આવે છે. મુંબઈના એક્સપીરિયન્સ સેન્ટર ખૂલ્યા પછી લોકોને ટેસ્લાની ગાડીઓ અંગેની જાણકારી અને તેને નજીકથી જોવા મળવાની છે. આનાથી ટેસ્લાને ભારતમાં પોતાની ઓળખ બનાવવામાં મદદ મળશે.