અમેરિકાની મોડર્ના ઈંકએ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેમની વેક્સિન કોરોના સંક્રમણથી બચાવમાં 94.5 ટકા કારગત નિવડી છે. કંપનીનું વધુમાં કહેવું છે કે મોડર્ના વેક્સિનનો એક ડોઝ(ખુરાક) માટે સરકાર 25-27 અમેરિકી ડૉલર એટલે કે રૂપિયા 1850થી 2745 લઈ શકે છે.
મોડર્નાના કાર્યકારી અધિકારીના કહેવા પ્રમાણે વેક્સિનની કીમત તેની માંગ પર નિર્ભર રહશે. જર્મન સાપ્તાહિક વેલ્ટ એમ સોનટેગ સાથેની વાતચીતમાં અધિકારીના કહેવા પ્રમાણે અમારી વેક્સિનની કીમત 10-50 ડૉલર એટલે કે 741થી 3708 રૂપિયા સુધી આવી શકે છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના કહેવા પ્રમાણે યુરોપિય સંઘના એક ઓફિસરે કહ્યું હતું કે યુરોપિય સંઘને વેક્સિનની અંદાજે લાખો ડોઝની જરૂરિયાત પડશે. યુરોપિયન યુનિયન પ્રતિ ડોઝ 25 ડૉલર(1854 રૂપિયા)થી ઓછી કીમત પર વેક્સિન ખરીદવા માટે મોડર્નાની સાથે સોદો કરવા ઈચ્છી રહ્યું છે. યુરોપિયન યુનિયન સાથે સોદા પર મોડર્નાના કાર્યકારી અધિકારીનું કહેવું છે કે હજી સુધી લેખિત રીતે કોઈ ઔપચારિક તરીકે કંઈપણ થયું નથી. પરંતુ અમે યુરોપિયન કમીશન સાથે વાતચીત કરી રહ્યા છીએ અને મોટાભાગે ડીલ કરવાની બિલકુલ નજીક છીએ. અમે યુરોપ જવા માંગીએ છીએ અને અમારી વાતચીત તે દિશામાં જઈ રહી છે.
મોડર્નાએ કહ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલનો ફાઈનલ ડેટામાં જોવા મળ્યું છે કે તેમની વેક્સિન કોવિડ-19ના બચાવમાં 94.5 ટકા સફળ સાબિત થઈ છે. અમેરિકાની કંપનીનું કહેવું છે કે તેમની વેક્સિન MRNA-1273 ઝડપથી આવી જશે.
કંપનીને આશા છે કે આ વર્ષના આખર સુધી વેક્સિનના બે કરોડ ડોઝ તૈયાર કરી નાંખશે. કંપનીનો દાવો છે કે આગામી વર્ષ સુધીમાં 100 કરોડ ડોઝ તૈયાર કરી નાંખશે. પણ લોકો સુધી દવા પહોંચવા માટે મોડર્ના કંપનીને કેટલી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડશે. કંપની ખૂબ જ ઝડપથી સરકાર પાસેથી તેના ઉપયોગ માટે મંજૂરી માંગશે. હાલ ઓછામાં ઓછા જુલાઈથી યુરોપિયન સંધ કોરોના વેક્સિન માટે વાતચીત કરી રહ્યું છે.