
100 કરોડના ખર્ચે ‘નમસ્તે ટ્રમ્પ’ થયું છે, પણ તેનો ફાયદો લાંબેગાળે થશે. ભારત અને અમેરિકા ખૂબ નજીક આવ્યાં છે. અમેરિકનો ભારતીયોની વધુ નજીક આવશે. ભારતીયોને વિઝા આપવાની બાબતે અમેરિકનો વધુ ઉદાર બનશે, તેમાં કોઈ શંકા નથી. ભારત સાથે બિઝનેસની બાબત હોય કે અમેરિકન એફઆઈઆઈ ભારતમાં રોકાણ કરવાની વાત હોય. તમામ ક્ષેત્રમાં સફળતા મળશે. અમેરિકનોનો ભારત તરફ વિશ્વાસ વધશે, તેમાં કોઈ મીનમેખ નથી.


પ્રેસિડેન્ટ ટ્રમ્પે સંબોધન શરૂ કર્યું ત્યારે નમસ્તે અને હેલ્લો શબ્દથી શરૂઆત કરી હતી. તેમ જ તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારતના આતિથ્યને તેઓ હંમેશા યાદ રાખશે. ભારતે અમારા દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. પીએમ મોદી ચાવાળાના રૂપમાં શરૂઆત કરી હતી, તેમણે ચા વેચવાનું કામ કર્યું છે. દરેક લોકો તેમને પ્રેમ કરે છે. પણ હું તમને કહું કે તેઓ બહુ સખત છે. ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતાં. સોશિયલ મીડિયામાં રમૂજ ફરતી થઈ હતી કે મોદીની ત્રીજી ટર્મ ટ્રમ્પ નક્કી કરીને ગયા છે.

- પીએમ મોદીને લોકો ખૂબ પ્રેમ કરે છે, પણ તેઓ બહુ સખત(ટફ) છે.
- તેમના ભાષણમાં સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઉલ્લેખ કર્યો
- ભારત અનેક વિવિધતાવાળો દેશ છે અને અહીંયા લોકોની એકતા વિશ્વમાં એક ઉદાહરણરૂપ છે
- ટ્રમ્પે દીવાળી, હોળી, પંજાબી ભાંગડા નૃત્ય, ભારતીય ક્રિકેટર સચીન તેંડુલકર, વિરાટ કોહલીને યાદ કર્યા
- ટ્રમ્પે બોલીવુડનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભારત દર સાલ 2000થી વધુ ફિલ્મો બનાવે છે. આખા વિશ્વમાં તેનું સ્વાગત કરાય છે. શોલે અને દિલવાલે દુલ્હનિયા ફિલ્મને યાદ કરી
- પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે
- ભારત અને અમેરિકાની દોસ્તી આજથી પહેલા આટલી મજબૂત કયારેય નહોતી
- અમે ભારતના લોકોને પસંદ કરીએ છીએ અને અહીંના લોકોને પ્રેમ કરીએ છીએ
- ભારત જ્ઞાનની ધરતી છે અને અહીંયાની સંસ્કૃતિ મહાન છે.
- પીએમ મોદી ટફ નેગોશિએટર છે, તેમ છતાં તેમની સાથે વાતચીત કરીને અમે એક ટ્રેડડીલ તરફ આગળ વધીશું
- ભારત આવવું એક ગર્વની વાત છે. નરેન્દ્ર મોદી ચેમ્પિયન છે. ભારતને વિકાસની દિશામાં આગળ તરફ લઈ જઈ રહ્યા છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારુ સ્વાગત કર્યું છે, આજથી ભારત અમારા માટે સૌથી પ્રથમ મિત્ર છે.
- પીએમ મોદી ગુજરાતના નહીં પણ દેશ માટે ગર્વ છે. જે અસંભવને સંભવ બનાવી શકે છે
- ભારત આજે અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી શક્તિ બન્યો છે
- ભારતે એક દસકની અંદર જ કેટલાય કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યાં છે
- ટ્રમ્પે ઉજ્જવલા યોજના, ઈટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી મોદી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
- અમેરિકામાં ભારતીયના મૂળના લોકોએ ત્યાંના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે
- અમેરિકામાં રહેતા કેટલાય બિઝનેસમેન ગુજરાતથી આવે છે.
- ભારત અને અમેરિકા ડિફેન્સ સેકટરમાં આગળ વધી રહ્યાં છે. અમે ભારતને ઝડપથી સૌથી ખતરનાક મિસાઈલ અને હથિયાર આપીશું
- અમેરિકા અને ભારત મળીને આતંકવાદની વિરુદ્ધ લડાઈ લડશે
- ઈસ્લામિક આતંકવાદ વિરુદ્ધ અમેરિકા લડાઈ લડી રહ્યો છે.
- આતંકવાદ સામે અમે લડાઈ લડી રહ્યાં છીએ, અમેરિકાએ પોતાના એક્શનમાં આઈએસઆઈએસને ખતમ કરી છે. અને અલ બગદાદીનો પણ ખાત્મો કર્યો છે
- પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ વધાર્યું છે. પાકિસ્તાને આતંકવાદ સામે એક્શન લેવા પડશે, દરેક દેશે પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે
- બન્ને દેશો રોકાણ વધારવા માટે નિર્ણય લેશે
- ભારતને પ્રકૃતિના આશીર્વાદ છે, અહીંયા ગંગા, ગોલ્ડન ટેમ્પલ, જામા મસ્જિદ સહિત કેટલીય ઐતિહાસિક ઈમારતો છે. ગોવામાં દુનિયાભરના લોકો ફરવા આવે છે
- ભારતની અસલી શક્તિ 130 કરોડ લોકો છે જે દેશની શાન છે
- ટ્રમ્પે ગૉડ બ્લેસ ઈન્ડિયા, ગૉડ બ્લેસ અમેરિકા અને વી લવ યુ ઈન્ડિયા કહીને સંબોધનની સમાપ્તિ કરી હતી.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિશ્વના દેશોને સીધો સંદેશ આપી દીધો છે કે હવે ભારત અમારુ ખાસ મિત્ર છે. આતંકવાદની લડાઈમાં અમે ભારતની સાથે છીએ. પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાશે, કેમ કે ભારતે ચીનને કાબૂમાં રાખવા માટે જ અમેરિકાનો સાથે લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તીરથી અનેક નિશાન તાકી લીધાં છે. જો કે ટ્રમ્પ એટલા ભરોસાપાત્ર નથી, પણ જે હોય તે હાલ તો ટ્રમ્પનો સંવાદ અને ભારતની મુલાકાત વિશ્વના દેશોને વિચલિત કરી ગઈ છે.
ઐતિહાસિક ક્ષણની વધુ તસવીરો






