ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ (Monsoon 2025 in Gujarat) વચ્ચે ગત 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. (Gujarat Rain 2025) જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચાર ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
આજે, તારીખ 22 ઓગષ્ટ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ (Total season rainfall in Gujarat) 681.14 મિમી એટલે કે 77.24 ટકા નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં(South Gujarat Rain) સૌથી વધુ 80.51 ટકા, કચ્છ વિસ્તારમાં Kutch Bhuj Rain) 80.26 ટકા, સૌરાષ્ટ્રમાં (Saurastra Rain) 77.39 ટકા, ઉત્તર ગુજરાતમાં (North Gujarat Rain) 75.87 ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં (Central Gujarat Rain) 73.40 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તારીખ 22થી 25 ઓગષ્ટ, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.(fishermen warned not to venture into the sea till August 25)
SEOCના અહેવાલ મુજબ આજે સવારે 8.00 કલાક સુધીમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Sardar Sarovar Dam) 80.84 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 75.74 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 73 ડેમને હાઇ એલર્ટ (Dam High Alert in Gujarat), 35 ડેમને એલર્ટ અને 16 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તારીખ 01 જૂન, 2025થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 5,205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 900 નગરિકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા 12 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, આ ઉપરાંત એક NDRFની અને 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.