Mexico Tariff War: મેક્સિકોએ 50 ટકા સુધી ટેરિફ લાદ્યો, ભારત પર શું અસર થશે?

by Investing A2Z
Mexico tariff war

નવી દિલ્હી- Mexico Tariff War દુનિયામાં ટ્રમ્પના ટેરિફ વોરનો ભય હતો. હવે તેમાં મેક્સિકોએ ઝંપલાવ્યું છે. મેક્સિકોએ સૌથી મોટુ પગલું ભરતી જાહેરાત કરી છે. મેક્સિકોએ ચીન સહિત અનેક એશિયાઈ દેશોથી આવતાં સામાન પર હાઈ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અમેરિકાની જેમ 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો છે. મેક્સિકોની સીનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નવા ટેરિફ 2026ના વર્ષથી લાગુ થશે.(Mexico imposes tariffs of up to 50 percent)

ખાસ વાત એ છે કે એવા દેશોને ઝાટકો લાગશે કે જે દેશો સાથે મેક્સિકોની સાથે ટ્રેડ સમજૂતી થઈ નથી.

કયા દેશો પર અસર થશે?

અહેવાલ અનુસાર મેક્સિકો દ્વારા વધારો કરાયેલ ટેરિફ આગામી વર્ષ 2026થી લાગુ થશે.(Mexico Tariff War) આ નિર્ણયથી સૌથી વધુ અસર થનાર દેશોમાં ચીન, ભારત, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સૌથી ઉપર છે. આ તમામ દેશોમાંથી આવનાર ઓટો પાર્ટ્સ, ટેક્સટાઈલ, સ્ટીલ સહિતના અનેક સામાનો પર ટેરિફ વધારીને 35 ટકા સુધી કરાયો છે. આ ટેરિફ વધારનારા વિધેયકના પક્ષમાં મેક્સિકોની સીનેટમાં 76 મત પડ્યા હતા અને વિરોધમાં 5 મત પડ્યા હતા. તે ઉપરાંત 35 ઉપસ્થિત રહ્યા ન હતા, તે મત સાથે તેને પસાર કરી દેવામાં આવ્યું છે.

ટેરિફ નાંખવાનો ઉદેશ્ય

અમેરિકાની જેમ જ મેક્સિકોએ પણ ટેરિફ વધારવાનો નિર્ણય(Mexico Tariff War) પોતાના સ્થાનિક ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાના ઉદેશ્યથી લીધો છે. જો કે તેની અસર કેટલી થશે તે તો આવનાર સમય કહેશે. પણ હાલ તો કેટલાય વેપારી સમુહોએ આ ટેરિફ વધારાનો ભારે વિરોધ કર્યો છે.

અમેરિકાને ખુશ કરવા નિર્ણય!

મેક્સિકોના ટેરિફ(Mexico Tariff War) વધારાના આ પગલાથી અગ્રણી વિશ્લેષકારો અને પ્રાઈવેટ સેકટરે તર્ક આપ્યો હતો તે આ મેક્સિકોનો આ નિર્ણય અમેરિકાને ખુશ કરવા લેવાયો છે. આગામી વર્ષે 3.76 અબજ ડૉલરની વધારાની આવક ઉભી કરવા લેવાયો છે. કારણ કે મેક્સિકો પોતાની રાજકોષીય ખાદ્યને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સીનેટની બહુમતીથી નિર્ણય

મેક્સિકોની સીનેટ દ્વારા મંજૂર કરાયેલ સંશોધિત વિધેયકમાં પહેલાના પ્રસ્તાવની સરખામણીએ ઉત્પાદનની ઓછી શ્રેણીમાં સામેલ છે. લગભગ 1400 આયાતી સામાન પર ટેરિફ લાગનાર વિધેયકને પહેલાથી હળવો કરાયો છે. કારણ કે તેમાં કેટલાય સામાનો પર ટેરિફના દરને 50 ટકા કરતાં ઓછા રખાયા છે. જો કે મેક્સિકો દ્વારા અગાઉ ચીની સામાનો પર ટેરિફ વધારવાની જાહેરાત કરાઈ હતી. પણ તેની કંઈ વધારે અસર જોવા મળી ન હતી.

Top Trending News

Gujarat News: ગુજરાત સરકારે આ 11 તાલુકાને વિકાસશીલ તાલુકા જાહેર કર્યા, શું લાભ મળશે?

ભારત પર શું અસર થશે?

રીપોર્ટ અનુસાર(Impact of tariffs on India) વીતેલા કેટલાક વર્ષોમાં ભારત અને મેક્સિકોની વચ્ચે વેપારમાં વધારો નોંધાયો છે. વર્ષ 2022માં બન્ને દેશો વચ્ચે વસ્તુઓનો વેપાર 11.4 અબજ ડૉલર થયો હતો. જો કે વર્ષ 2024માં તેમાં ઘટાડો થયો છે અને તે 10.6અબજ ડૉલર થયો હતો. જ્યારે વર્ષ 2024માં ફરીથી વેપારમાં તેજી આવી હતી. 2024માં 11.7 અબજ ડૉલરનો વેપાર ઑલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. ભારત મેક્સિકોની સાથે ટ્રેડ સરપ્લસ સૌથી વધુ છે. 2024માં મેક્સિકોને ભારત દ્વારા નિકાસ લગભગ 8.9 અબજ ડૉલરની હતી અને આયાત 2.8 અબજ ડૉલરની હતી.

ભારતની કાર બનાવતી કંપનીને મોટો ઝાટકો 

બીજા એક રીપોર્ટ અનુસાર ભારતની કાર મેન્યુફેકચરિંગ કંપનીઓ મેક્સિકોમાં કારની નિકાસ કરે છે. જે કાર પર 20 ટકા આયાત ડ્યુટી છે. હવે તે વધીને 50 ટકા થશે. જેથી સૌથી વધુ નેગેટિવ અસર કાર ઉત્પાદક કંપનીઓ પર થશે. મેક્સિકોના 50 ટકા ટેરિફથી કાર બનાવતી કંપનીઓને સૌથી મોટો ઝાટકો વાગ્યો છે.

You will also like

Leave a Comment