
સુગાની ખાસિયત છે કે તેઓ પક્ષના રાજકારણથી કાયમ ઉપર રહ્યા છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય સુગા પાર્ટીમાં કોઈપણ જુથમાં સામેલ ન હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની નીતિઓના સમર્થક મનાઈ રહ્યા છે. એટલા માટે આશા છે કે તેઓ આબેની નીતિઓને આગળ લઈ જશે, અને તેનો યોગ્ય અમલ કરાવશે. ખાસ કરીને અમેરિકાની સાથે જાપાનની સુરક્ષા સમજૂતિની સાથે કોરોના મહામારી સામે નિપટવા અને દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવાના પગલા લેશે.

વડાપ્રધાનની દોડમાં સુગાએ રાજનૈતિક કેટલાય નામને અને વિરોધીઓને હરાવ્યા છે. શિંજો આબેના ખૂબ વિરોધી અને પૂર્વ રક્ષાપ્રધાન શીરેગૂ ઈશિબા મીડિયામાં સર્વેમાં સૌથી વદઉ પસંદ થયેલા નેતા તરીકે ઉભરીને આવ્યા હતા. જો કે સત્તારૂઠ પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં તેઓ ઓછા લોકપ્રિય રહ્યા છે. વિદેશપ્રધાન ફૂમિયો કિશિદા, રક્ષાપ્રધાન તારો કોનો, મુખ્ય કેબિનેટ સચિવ યોશિદે સુદા અન આર્થિક પુનરોદ્ધાર પ્રધાન યાસુતોશીના નામ સ્થાનિક મીડિયામાં સંભવિત ઉમેદવાર અને ઉત્તરાધિકારી તરીકે ચાલતા હતા. ટોકિયોના ગવર્નર યૂરિકો કોઈકેનું નામ પણ ચર્ચામાં હતું. પણ છેલ્લા સમયે યોશિદે સુગાએ બાજી મારી લીધી છે.

