
ડીઆરડીઓના પ્રમુખ જી. સતીશ રેડ્ડીએ આ દવા લેવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. આ દવા કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાઓ પર સીધુ કામ કરશે. શરીરની ઈમ્યૂન સીસ્ટમ કામ કરશે અને દર્દી ઝડપથી સારો થઈ જશે. દર્દીના વજન અને ડૉકટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પર ઓછામાં ઓછા 5-7 દિવસ સવારે અને સાંજે મળીને 2 ડૉઝ લેવાના રહેશે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ સપ્તાહે 10,000 ડોઝની આસપાસ ઉત્પાદન થશે. આજે એઈમ્સ(AIIMS), AFMS અને DRDO હોસ્પિટલોમાં આપી રહ્યા છીએ. બાકીના રાજ્યોને આગામી તબક્કામાં અપાશે, તેના માટે થોડીક વાર લાગશે. જૂનના પ્રથમ સપ્તાહથી તમામ જગ્યાઓ પર 2DG દવા ઉપલબ્ધ થશે.

રાજનાથસિંહે કહ્યું હતું કે અત્યાર સુધી આપણે રક્ષા ક્ષેત્રમાં ડીઆરડીઓ અને ખાનગી પાર્ટનરશિપની વાત કરતાં હતા. આજે હેલ્થ સેકટરમાં પણ ડીઆરડીઓ અને ખાનગી પાર્ટનરશીપથી કેટલું સારુ પરિણામ મળ્યું છે, તેની મને ખૂબ ખુશી થઈ રહી છે.

આ દવાને ડીઆરડીઓની ન્યૂક્લિયર મેડિસીન ઈન્સ્ટીટ્યૂટ એન્ડ એલાઈડ સાયન્સ(INMAS)એ ડૉ. રેડ્ડી લેબ સાથે મળીને વિક્સીત કરી છે.