
બાઈડનની ટીમમાં 20 ભારતીય અમેરિકન હોય તો સ્વભાવિક છે કે તેમની દેશભક્તિ અમેરિકા તરફી હોય પણ કોઈપણ નીતિ ઘડાશે તો તેમાં ભારતીય સંસ્કૃતિની છાટ તો જોવા મળશે જ. સ્વાસ્થ્ય, કાયદો, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે પછી નાણાંકીય નીતિ તેમાં ભારત તરફી ઝોક જોવા મળે તો નવાઈ નહી. તેમજ ભારતીય સંસ્કારો સાથે તેઓ અમેરિકા માટે કામ કરશે, તે દરેક ભારતીય માટે ગર્વની નાત છે. જો કે મહત્વની વાત એ પણ છે કે આ નિમણુંક પછી તેનો કોઈ વિરોધ થયો નથી. પણ આપણે એ વાત યાદ રાખવી પડશે કે આપણને ગૌરવ થાય તે સ્વભાવિક છે, પણ તેઓ હવે અમેરિકી નાગરિક છે. પહેલા તેમની વફાદારી અમેરિકા પ્રત્યે હશે, અને હોવી જ જોઈએ. તેમજ અમેરિકાના બંધારણ પ્રત્યે તેમની નિષ્ઠા રહેશે. પરંતુ ભારત અમેરિકા વચ્ચેની કોઈ વાત આવશે તો તેઓ વધુ સારી રીતે સમજી શકશે. આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારત અને અમેરિકાના સંબધો મીઠાશભર્યા જ રહેશે.


