ભારતીય રીઝર્વ બેંકે ( RBI ) હાલમાં બેંકો દ્વારા એટીએમ ( ATM ) ટ્રાન્ઝેક્શન પર લેવાનાર ઈન્ટરચેંજ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણાકીય ટ્રાન્ઝેકશન પર ઈન્ટરચેંજ ફી રૂપિયા 15થી વધારીને રૂપિયા 17 કરી દેવાઈ છે. તેમજ નોન ફાયનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર ફી રૂપિયા પાંચથી વધારીને રૂપિયા 6 કરી દીધી છે. આ નવા દર પહેલી ઓગસ્ટ, 2021થી લાગુ થશે.
રીઝર્વ બેંક ( RBI )ના જણાવ્યા અનુસાર ઈન્ટરચેંજ ફી એ એવી રકમ લેવી છે, જે બેંક ( Bank ) ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ પ્રોસેસ કરવા માટે મર્ચન્ટ લે છે.
આરબીઆઈ ( RBI )નું કહેવું છે કે ગ્રાહક પોતાની બેંકના એટીએમ ( ATM )માંથી પાંચ વખત નિશુલ્ક લેવડદેવડ કરી શકે છે. તેમાં ફાયનાન્સિયલ અને નોન ફાયનાન્સિયલ ટ્રાન્ઝક્શન સામેલ છે. એટલું જ નહી ગ્રાહક અન્ય બેંકના એટીએમમાંથી કોઈપણ ચાર્જિસ વગર પૈસા ઉપાડી શકે છે. તેમાં મેટ્રો શહેરમાં બીજી બેંકના એટીએમમાં ત્રણ વખત અને નોન મેટ્રોમાં પાંચ વખત ટ્રાન્ઝક્શન સામેલ છે.
આરબીઆઈ દ્વારા નિર્ધારિત ચાર્જિસ વગર ટ્રાન્ઝક્શનથી ઉપરની લેવડદેવડ કરનારા ગ્રાહકોએ એક જાન્યુઆરી, 2022થી 21 રૂપિયા ચાર્જ આપવો પડશે, હાલ તે ચાર્જિ રૂપિયા વીસ છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશમાં બેંકિંગ સિસ્ટમનું રેગ્યુલેટરનું કામ કરે છે. કેન્દ્રીય બેંક દેશની ઈકોનોમી, બેંકોની સ્થિતિ અને બેંકિંગ સિસ્ટમના કામકાજની સમીક્ષા કરે છે. તેની સાથે દરેક બે મહિને ધીરાણ દરની સમીક્ષા કરે છે. અને આરબીઆઈ દર ત્રણ મહિને ધીરાણ નીતિની સમીક્ષા કરે છે, હાલ આરબીઆઈના ગવર્નર પદે શક્તિકાંત દાસ છે.