ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2020)ની 13મી સીઝનના પુરા કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ક્રિકેટના ફેન્સ ખૂબ લાંબા સમયથી આઈપીએલ 2020ના શિડ્યુલની રાહ જોતા હતા. બીસીસીઆઈએ રવિવારે 6 સપ્ટેમ્બર, 2020ના રોજ આઈપીએલના સીઝનનો ફુલ શિડ્યુલ કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે હજી સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા એ વાતની સ્પષ્ટતા નથી કરી કે આઈપીએલની આ સીઝનની ફાઈનલ કયા રમાશે.
આઈપીએલ 2020ની કવૉલીફાયર્સ, એલિમિનેટર અને ફાઈનલ મેચને લઈને બીસીસીઆઈએ કોઈ જાણકારી આપી નથી. ફાઈનલ મેચ 10 નવેમ્બરે રમાશે, પરંતુ બીસીસીઆઈએ બાકીની કવૉલીફાયર્સ મેચની તારીખ, સમય અને સ્થળ અંગે કોઈ જાણકારી આપી નથી. આ અંગે બોર્ડે કહ્યું છે કે આની સત્તાવાર જાહેરાત આઈપીએલ 2020ની સીઝનની વચ્ચે કરાશે. તે ઉપરાંત બીસીસીઆઈએ એ વાતની જાણકારી આપી છે કે શરૂઆતમાં આઈપીએલમાં દર્શકોને જવાની મંજૂરી આપવામાં આવશે નહી.
આઈપીએલ 2019ની વિજેટતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો 19 સપ્ટેમ્બરે પહેલી મેચમાં પાછલા વર્ષે ઉપવિજેતા ચેન્નઈ સુપર કિંગની સાથે થશે. પહેલી મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે ઉછાળવામાં આવશે. આ પ્રથમ મેચ અબુધાબીમાં રમાશે. બીજી મેચ રવિવારે 20 સપ્ટેમ્બરના રોજ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે દુબઈમાં રમાશે. આઈપીએલ 2020ની સીઝનનો ફુલ શિડ્યુલ નીચે મુજબ છે.

આમ જોવા જઈએ તો મેચનો કાર્યક્રમ પહેલા જ જાહેર થવાનો હતો, પણ ચેન્નઈ સુપર કિંગ્સના બે ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમની ટ્રીટમેન્ટ બાદ તેઓનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે, અને તેમની ટીમે પ્રેકટિસ પણ શરૂ કરી દીધી છે.
બીસીસીઆઈએ આઈપીએલ 2020 માટે 7 કોમેન્ટેટર્સ પણ નક્કી કરી નાંખ્યા છે, જેમાં સુનીલ ગવાસ્કર, લક્ષ્મણ શિવરામાકૃષ્ણન, મુરલી કાર્તિક, દીપ દાસગુપ્તા, અંજુમ ચોપડા, રોહન ગવાસ્કર અને હર્ષા ભોગલેનો સમાવેશ થાય છે. આ કોમેન્ટેટર્સ 10 સપ્ટેમ્બરે યુએઈ જવા રવાના થશે.
