ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો, રશિયા સાથે દોસ્તીની પેનલ્ટી લાગશે

by Investing A2Z

નવી દિલ્હી- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદી દીધો છે. (Trump imposes 25 percent tariff on India) આ ટેરિફ એક ઓગસ્ટથી અમલમાં આવશે. અગાઉ, અમેરિકાએ ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ કેટલાક કારણોસર આ ટ્રેડ ડીલ પૂર્ણ થઈ શકી ન હતી. ભારત પર ટેરિફનું કારણ રશિયા સાથેનો ઉર્જા અને લશ્કરી કરાર પણ માનવામાં આવે છે.(Will be penalized for friendship with Russia)

આ 25 ટકા ટેરિફથી ભારત પર શું અસર થશે? (What will be the impact of this 25 percent tariff on India?) તેમજ ભારતના કયા સેકટર પર વિપરીત અસર પડશે?(Which sector of India will be adversely affected?) અને શેરબજાર પર શું અસર પડશે?(What will be the impact on the stock market?)

જૂઓ વીડિયો…..

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) વધુમાં કહ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ અને શસ્ત્રો ખરીદી રહ્યું છે, તેથી આ કાર્યવાહી જરૂરી છે. તે જ સમયે, ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારત ખૂબ ઊંચો ટેક્સ વસુલે છે. જેથી તે બિઝનેસ પણ ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે.

ભારત રશિયાની દોસ્તી

ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારતે રશિયા પાસેથી ઉર્જા અને શસ્ત્રો ખરીદવા બદલ વધારાનો દંડ પણ ચૂકવવો પડશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, યાદ રાખો, ભારત અમારો મિત્ર છે. પરંતુ, વર્ષોથી અમે તેમની સાથે ખૂબ ઓછો બિઝનેસ કર્યો છે. કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, વિશ્વમાં સૌથી વધુ અને તેમની પાસે કોઈપણ દેશ કરતાં સૌથી મુશ્કેલ અને ખરાબ બિન-નાણાકીય વેપાર અવરોધો છે. આનો અર્થ એ છે કે ભારતમાં બિઝનેસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. હવે જોવાનું બાકી છે કે ભારત આના પર કેવી પ્રતિક્રિયા આપે છે?

રશિયા યુક્રેન યુદ્ધ અટકાવો

ટ્રમ્પે વધુમાં કહ્યું,  ભારત હંમેશા રશિયા પાસેથી તેમના મોટાભાગના લશ્કરી સાધનો ખરીદતા આવ્યા છે. અને ચીન સાથે તેઓ રશિયાના સૌથી મોટા ઉર્જા ખરીદનાર છે. એવા સમયે જ્યારે દરેક ઇચ્છે છે કે રશિયા યુક્રેન સાથેનું યુદ્ધ બંધ કરે. આ સારી બાબતો નથી. તેથી ભારતે 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. ઉપરાંત, દંડ પણ લાગશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર. MAGA!’ MAGA નો અર્થ મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન

ટ્રેડ ડીલની વાતચીત

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલી રહી હતી. અગાઉ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની વાતચીત થોડી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે અને તેનું પરિણામ અમેરિકા માટે ખૂબ સારું હોઈ શકે છે. તે જ સમયે ભારતીય અધિકારીઓએ આ બાબતને વધુ મહત્વ આપ્યું નથી. તેમનું કહેવું છે કે વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

યુએસની ટીમ ભારત આવવાની હતી

ભારત તરફથી પણ એમ કહેવાતું હતું કે અમેરિકા સાથેની વાતચીત સારી રીતે ચાલી રહી છે. ભારત આ સમયે મજબૂત સ્થિતિમાં છે. વિદેશ સચિવે કહ્યું હતું કે વેપાર કરાર અંગે વાતચીત ચાલી રહી છે અને સતત સંપર્ક ચાલુ છે. વધુમાં 25 ઓગસ્ટે યુએસની ટીમ ભારત સાથે ટ્રેડ ડીલ અંગે ચર્ચા કરવા ભારત આવવાની હતી, તેવા મીડિયા રીપોર્ટ્સ પણ હતા.

Related Posts

Leave a Comment