નવી દિલ્હી- અમેરિકાની સરકારે પ્રિસ્ક્રીપ્શન વાળી દવાઓની (Price of medicines in the USA) કીમતોમાં 59 ટકાનો ઘટાડો કરી રહી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેની સત્તાવાર જાહેરાત કરી છે. (Price of Medicines in the USA will decrease by 59%) અમેરિકામાં આવી દવાઓની કીમત ઘટાડવા માટે 30 દિવસની સમયમર્યાદા નક્કી કરાઈ છે. આ અંગે ટ્રમ્પે સોમવારે એક વ્યાપક કાર્યકારી આદેશ (Trump’s new order) પર હસ્તાક્ષર કર્યા છે. (Drug prices fall in America)
જો દવા કંપનીઓએ 30 દિવસમાં આમ નહી કરે તો તેને સરકાર તરફથી અપાતી રકમ પર નવી સીમાઓનો સામનો કરવો પડશે. ટ્રમ્પના આ નવા આદેશની ભારત પર પ્રતિકુળ અસર પડવાની સંભાવના છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવએ રીપોર્ટમાં દર્શાવ્યું છે કે અમેરિકાના દર્દીઓને ફાયદો થશે પણ દવા કંપનીઓ ભારત જેવા દેશમાં કીમતો વધારવા માટે દબાણ કરી શકે છે. (Drug price reduction in US – impact on India) પેટન્ટ કાયદાને કડક કરીને આમ કરી શકાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પના (US President Donald Trump) આદેશમાં રોબર્ટ એફ કેનેડી જૂનિયરના નેતૃત્વમાં સ્વાસ્થ્ય વિભાગને દવાઓની નવી કીમતો નક્કી કરવા માટે કહેવાયું છે. જો કોઈ સમજૂતી નહી થાય તો એક નવો નિયમ લાગુ થશે. જે દવાઓ માટે અમેરિકામાં અપાતી કીમતોને અન્ય દેશોની ઓછી કીમતો સાથે જોડી દેવાશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સવારે કહ્યું હતું કે અમે બરાબરી કરવા જઈ રહ્યા છીએ. અમે તમામ સમાન ચુકવણી કરવા જઈ રહ્યા છીએ. તે જ ચુકવણી કરવા જઈ રહ્યા છીએ કે યુરોપ ચુકવણી કરી રહ્યું છે. એ બાબત સ્પષ્ટ નથી કે ટ્રમ્પના કાર્યકારી આદેશથી ખાનગી સ્વાસ્થ્ય વીમાવાળા લાખો અમેરિકનો પર શું અસર પડશે.
સૌથી વધુ વંચાયેલા ન્યૂઝ…
પાકિસ્તાનની તમામ મિસાઈલો તોડી પાડનાર મહાબલી S-400 Air Defence System અંગે જાણો…
અમેરિકી સરકાર દર વર્ષ મેડિકેરના માધ્યમથી પ્રિસ્ક્રીપ્શનવાળી દવાઓ, ઈન્જેક્શન, ટ્રાન્સફ્યૂઝન અને અન્ય દવાઓ પર સેંકડો અબજ ડૉલરનો ખર્ચ કરે છે. આ વીમા યોજનાના દાયરામાં અમેરિકાના અંદાજે સાત કરોડ વરિષ્ઠ નાગરિકો સામેલ છે.
આ બાબતે અમેરિકાના અગ્રણી દવાઓની લોબીએ રવિવારે ટ્રમ્પની આ યોજનાનો વિરોધ કર્યો હતો. દવા બનાવનાર લાંબા સમય સુધી એવો તર્ક આપી રહ્યા છે કે તેમના નફા પર વિપરીત અસર પડશે તો નવી દવાઓના સંશોધન વિકસીત કરવા માટે અને રિસર્ચ કરવા પર અસર પડી શકે છે.
ટ્રેડિંગ વીડિયો ન્યૂઝ…
ટ્રમ્પના આદેશ પછી અમેરિકામાં દવાઓ સસ્તી થશે અને ત્યાંના દર્દીઓને ફાયદો થશે. પણ દવા બનાવનાર કંપનીઓ બીજી જગ્યાએ રૂપિયા કમાવા માટેનો પ્રયાસ કરશે. તેઓ ભારત જેવા દેશમાં દવાઓના ભાવ વધારી શકે છે.