નવી દિલ્હી- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની સાથે વેપાર (US India Trade Deal) કરવાના મામલામાં ભારત, ઈન્ડોનેશિયાની પેટર્નની જેમ આગળ વધી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે અમે ભારતની સાથે બિઝનેસ (India US Business) કરવાનો માર્ગ મળી જશે. મૈરીલેન્ડ કે જોઈન્ટ બેઝ એન્ડ્રયૂઝમાં બોલતાં ટ્રમ્પે (US President Donald Trump) કહ્યું કે મને લાગે છે કે ભારતની સાથે કંઈક આવું જ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ડોનેશિયાની સાથે તાજેતરમાં કરેલ ટ્રેડ ડીલની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે એવું સૂચન કર્યું હતું કે ભારતની સાથે આવી જ એક વધુ સફળતા મળશે. ટ્રમ્પે કહ્યું હતું કે ઈન્ડોનેશિયાની સાથે ડીલ ખુબ સારી રહી છે. (Trade deal with India will be similar to Indonesia) ત્યાં એક મહાન રાષ્ટ્રપતિ છે અને અમે એક ખૂબ જ શાનદાર ડીલ કરી છે. તેમણે આખા દેશ માટે અમેરિકાની સાથે બિઝનેસ કરવાના રસ્તા ખોલી નાંખ્યા છે. તેમણે આગળ કહ્યું કે મને એમ લાગે છે કે ભારતની સાથે પણ આમ જ થશે.
ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે જે દેશો આનું પાલન નહી કરે તેમને નવા ટેરિફ દરનો સામનો કરવો પડી શકે છે. નવા ટેરિફ સંભવતઃ 10 ટકા હોઈ શકે છે. ખાસ કરીને નાની અર્થવ્યવસ્થાવાળા દેશો પર 10 ટકા ટેરિફ લગાવી શકાય છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના વહીવટી અધિકારીઓ વર્તમાનમાં પાંચથી છ મોટા ટ્રેડ ડીલ પર સમજૂતિ સાંધવાનું કામ કરી રહ્યા છે. જો કે તેમણે તમામ સંબધિત દેશોના નામ નથી બતાવ્યા. પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે દેશ પોતાના બજાર ખોલવા તૈયાર નથી તેમને બહુ જંગી પ્રમાણમાં ટેરિફનો સામનો કરવો પડી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં દવાઓ પર ટેરિફ લાદવાની જાહેરાત થઈ શકે છે. (New tariff on pharma soon) ટેરિફ એવા દેશો પર લગાવવામાં આવશે કે જેઓ અમેરિકી દવા આયાત કરીને લાભ મેળવી રહ્યા છે. પણ તેઓ પોતાના બજાર પારસ્પરિક રીતે બિઝનેસની તક આપતા નથી.
Top Trending Gujarat News
નોંધનીય વાત એ છે કે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર 15 જુલાઈએ જાહેરાત કરી હતી કે તેમણે ઈન્ડોનેશિયા સાથે એક ટેરિફ સમજૂતી કરી છે. તે અનુસાર ઈન્ડોનેશિયાથી અમેરિકામાં આવનાર ઉત્પાદકો પર હવે 19 ટકા ડ્યૂટી લાગશે. જ્યારે અમેરિકી નિકાસ પર કોઈ ટેક્સ લાગશે નહી. બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ 19 ટકા ટેક્સ આપશે અને અમે કાંઈ પણ નહી આપીએ. અમને ઈન્ડોનેશિયા સુધી વેપાર કરવાની તક મળી છે.