નવી દિલ્હી- ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ (Iran Israel War) વધુ વણસ્યું છે. જેનાથી ગ્લોબલ ટેન્શનમાં વધારો થયો છે (Global Tension) અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Prices) વધ્યા છે. કાચુ તેલ મોંઘુ થતાં પાડોશી દેશ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાન સરકારે અચાનક પેટ્રોલ અને હાઈસ્પીડ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે (Petrol and Diesel Prices Increase in Pakistan) અને નવી કીમતો આજથી લાગુ કરી દેવાઈ છે.
પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનની (Economic crisis in Pakistan) જનતા માટે ઈરાન ઈઝરાયેલ યુદ્ધએ નવી મુસીબત લઈને આવ્યું છે. ક્રૂડની કીમતોમાં વધારો થતાં (Crude oil prices rise) પાકિસ્તાન સરકારે રવિવાર રાત્રે એક મોટો નિર્ણય લીધો હતો અને જનતા પર બોઝ ઝીંક્યો હતો. પાકિસ્તાની નાણા વિભાગે પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં ભારે વધારો કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. તે અનુસાર હાઈ સ્પીડ ડીઝલનો ભાવ 7.95 પાકિસ્તાની રૂપિયા અને પેટ્રોલમાં 4.80 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટરે વધારો કર્યો છે. (Petrol and diesel prices in Pakistan)
પાકિસ્તાની મીડિયાના સમાચાર મુજબ પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલની નવી કીમતો તેલ અને ગેસ નિયામક પ્રાધિકરણ અને સંબધિત મંત્રાલયોની ભલામણને આધારે નક્કી કરાઈ છે. નવા વધારા સાથે નવી કીમતો 16 જૂન, 2025થી લાગુ કરી દેવાઈ છે. હવે પાકિસ્તાનમાં હાઈ સ્પીડ ડીઝલનો ભાવ 254.64 થી વધીને 262.59 પાકિસ્તાની રૂપિયા થઈ ગયો છે. અને સાથે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 253.63થી વધી 258.43 પાકિસ્તાની રૂપિયા થઈ ગયા છે.
જો કે સરકાર તરફથી કહેવાયું છે કે ફ્યૂલ પ્રાઈઝમાં આ વધારો સરકાર તરફથી એડજસ્ટ કરવા માટે કરાયો છે. જેને 15 દિવસ પછી એડજસ્ટ કરી દેવાશે. પરંતુ આગામી રીવ્યૂ સુધી કીમતો આ પ્રમાણે જ રહેશે.
Top Trending News
ઈરાન- ઈઝારાયલ વચ્ચે યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતના બિઝનેસ પર શું અસર પડશે?
અત્રે નોંધનીય બાબત એ છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં એક જ ટ્રેડિંગ સેશનમાં 8 ટકાનો ઉછાળો આવ્યો હતો (Crude prices in the international market) અને ક્રૂડનો ભાવ વધીને 78 ડૉલર થઈ અંતે 76 ડૉલર રહ્યો હતો. જેને કારણે ગ્લોબલી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પણ હાલ તો પાકિસ્તાની જનતાને માથે નવો બોજો આવ્યો છે. મોંઘવારીએ માઝા મુકી છે, એવામાં દાઝ્યા પર ડામ દેવા જેવી સ્થિતિ પાકિસ્તાનની થઈ છે.