અમદાવાદ- અમેરિકાએ ઈરાન પર હૂમલો કરી દીધો છે. (America attacks three locations in Iran) જે વાતની આશંકા હતી કે ઈરાન ઈઝરાયલ યુદ્ધ શરૂ થયા પછી અમેરિકા ગમે ત્યારે આ યુદ્ધમાં ઝંપલાવશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) માહિતી આપી છે કે અમેરિકાએ ઈરાનના ત્રણ ન્યૂક્લિયર સ્થળો પર હૂમલો કર્યો છે. (Iran Israel War 2025)
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. તેમાં કહ્યું છે કે અમે ઈરાનમાં ત્રણ પરમાણું સ્થળો પર હૂમલો કર્યો છે, જેમાં ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન સામેલ છે. તમામ વિમાન હવે ઈરાનની એરસ્પેસમાંથી બહાર આવી ગયા છે. ફોર્ડો પર બોમ્બથી પેલોડને પુરી રીતે તોડી પાડ્યું છે.

અમેરિકાના આ હૂમલા પછી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાને હવે શાંતિ સ્થાપવી જોઈએ. જો તે એમ નહી કરે તો ભવિષ્યમાં હૂમલા વધુ મોટા હશે. તેઓ અમારા લોકોને મારી રહ્યા છે. તેમના જનરલ કાસિમ સુલેમાનીએ બહુ લોકોને માર્યા છે. મે બહુ પહેલા જ નક્કી કરી લીધું હતું કે હવે હું આવું થવા નહી દઉ. આ ચાલુ જ રહેશે.

Top Video News
આગામી સપ્તાહે સોનાના ભાવ ઘટશે? અમેરિકાનો ઈરાન પર હૂમલાની બજાર પર શું થશે અસર…
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈએ પહેલા જ કહ્યું હતું કે અમેરિકા આ યુદ્ધમાં દખલ ન કરે. તેમણે ચેતવણી આપી હતી કે જો અમેરિકા ઈરાન પર હૂમલો કરશે તો તેના ગંભીર પરિણામ આવશે. આ વાત ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ પણ કહી હતી.