અમદાવાદ- ઈઝરાયલે ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ (Operation Rising Lion)અંતર્ગત ઈરાનના કેટલાય ઠેકાણા પર હવાઈ હૂમલો કર્યો હતો. (War between Israel and Iran) જેમાં છ વૈજ્ઞાનિક અને અનેક મીલીટરી કમાન્ડર માર્યા ગયા છે. ઈરાને (Iran attacks Israel) પણ જવાબી કાર્યવાહી કરી છે અને શુક્રવાર મોડી રાતે ઈઝરાયલ પર 150થી વધુ મિસાઈલ ફેંકી હતી. ઈરાને પોતાના જવાબી કાર્યવાહીને ‘ટ્રુ પ્રોમિસ થ્રી’ (True Promise Three) નામ આપ્યું છે. (Latest update on Israel-Iran tensions) મધ્યપૂર્વ વિસ્તારોમાં તંગદિલી વધી છે.(Tensions rise between Israel and Iran)
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે સ્થિતિ પર ચર્ચા કરી હતી. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈરાનને પરમાણુ સમજૂતી કરવા માટે ચેતવણી આપી છે. આ તંગદિલી મધ્યપૂર્વમાં અસ્થિરતાને વધારી રહી છે.
ઈઝરાયલના ઈરાન પર હવાઈ હૂમલામાં અત્યાર સુધી 78 લોકોના મોત થયા છે અને 350થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલના હૂમલામાં ઈરાનના મુખ્ય પરમાણું સંયંત્રના ઉપરના હિસ્સાને નષ્ટ કરી દીધો છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂએ કહ્યું છે કે આ ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી ઈઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત નથી થતી. હજી વધુ તબાહી મચવાની બાકી છે. બિલકુલ છોડવામાં આવશે નહી. અમારો હેતુ ઈઝરાયલના અસ્તિત્વની સમક્ષ ઈરાનનો ભય સમાપ્ત કરવાનો છે.
ઈરાને આ હવાઈ હૂમલાનો આકરો જવાબ આપ્યો છે અને પલટવાર કરતાં તેની આ લશ્કરી કાર્યવાહીને ‘ટ્રુ પ્રોમિસ થ્રી’ નામ આપ્યું છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલોથી હૂમલો કર્યો છે. આ હૂમલામાં એક નાગરિકને ઈજા પહોંચી છે.
ઈરાનની જવાબી કાર્યવાહીની સામે ઈઝરાયલે પણ ફરીથી પલટવાર કર્યો છે. (Israel retaliates against Iran) ઈઝરાયલી લડાકૂ વિમાનોએ ઉત્તરી ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ 325 કિલોમીટર દૂર જાંજન શહેરમાં એક સૈન્ય અડ્ડા પર બોમ્બમારો કર્યો છે. જે પછી આગ લાગી અને ધૂમાડા કેટલાય કિલોમીટર દૂર સુધી જોવાયા હતા. આ જાણકારી બ્રિટન સ્થિત આઉટલેટ ઈરાન ઈન્ટરનેશનલે આપી છે.
ઈરાનના હૂમલાથી ઈઝરાયલના રિશોન લીજિયન વિસ્તારના મકાનો અને વાહનોને મોટાપાયે નુકસાન થયું છે. મોટાભાગની મિસાઈલ ઈન્ટરસ્પેટ કરાઈ હતી. કેટલીક મિસાઈલોને રોકવામાં ઈઝરાયલી રક્ષા પ્રણાલી સફળ થઈ નહોતી. ઈઝરાયલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબીએ જણાવ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી જતી તંગદિલીની વચ્ચે શુક્રવાર રાત બહુ કઠિન રહી હતી. ઈરાની મિસાઈલ હૂમલાને કારણે અનેક વાર અલર્ટ સાયરન વાગતી હતી. તેને કારણે તેમને રાતભર પાંચ વખત શેલ્ટરમાં શરણ લેવી પડી હતી.
Top Trending News
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ બચાવ-રાહત ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ
ઈઝરાયલી સ્ટેટ બ્રોડકાસ્ટ કન્ન ન્યૂઝ મુજબ બે નાગરિકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલીની સેનાએ દાવો કર્યો હતો કે યમનમાં લોન્ચ કરાયેલ 3 ડ્રોનને તોડી પડાયા હતા.
હમાસે ઈરાન તરફથી ઈઝરાયલ પર કરાયેલ હૂમલાની પ્રંશસા કરી છે અને કહ્યું છે કે ઈઝરાયલની આયરન ડોમ અને ડેવિડ સ્લિંગ મિસાઈલ રક્ષા પદ્ધતિને ભેદીને મિસાઈલે સફળતાપૂર્વક નિશાન બનાવવામાં સફળ રહી છે. ફિલિસ્તીની સમાચાર વેબસાઈટ અનુસાર હમાસના વરિષ્ઠ નેતા ઈજ્જત અલ રિશેકે કહ્યું છે કે ઈરાનના હૂમલાથી ઈઝરાયલની રક્ષા પ્રણાલીને એક્સપોઝ કરી દીધી છે. હવે ઈઝરાયલ આ આગથી પીડિત રહેશે.
ઈમેજ અને ઈનપુટઃ રોયટર્સ