
વર્ષ 2020માં અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવાનો ભાર 23.4 ટ્રિલિયન ડૉલર હતું. તેના પર ગણતરી કરતાં પ્રત્યેક અમેરિકી પર 72,309 ડૉલર(53 લાખ રૂપિયાથી વધુ)નું દેવું છે. અમેરિકી સાંસદ એલેક્સ મુનીએ કહ્યું છે કે આપણું દેવું વધીને 29 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. તેનો અર્થ એ થાય છે કે દરેક વ્યક્તિ પર દેવાનો બોજ વધુને વધુ વધી રહ્યો છે. અમેરિકી દેવાના આંકડાના સમાચાર એવું કહી રહ્યા છે કે આ રકમ કયા જશે?
ચીન અને જાપાન અમારા સૌથી મોટો લેણદાર છે. પરંતુ વાસ્તવમાં તેઓ અમારા દોસ્ત નથી. અમેરિકી પ્રતિનિધિ સભામાં બાઈડન સરકારના અંદાજે 1.9 ટ્રિલિયન ડૉલરના પ્રોત્સાહન પેકેજનો વિરોધ કરતાં વેસ્ટ વર્જિનિયાનું પ્રતિનિધિત્વ કરતાં સાંસદ મુનીએ કહ્યું હતું કે ચીનની સાથે વૈશ્વિક સ્તર પર અમારી હરિફાઈ છે. તેમનું અમારા પર બહુ મોટુ દેવું ચઢી ગયું છે.

તેમણે કહ્યું કે બ્રાઝીલને અમારે 258 અબજ ડૉલર આપવાના છે. ભારતને અમારા પર 216 અબજ ડૉલર ચુકવવાના છે. અમને લોન આપનારા દેશોની યાદી લાંબી છે. 2000ના વર્ષમાં અમેરિકા પર 5.6 ટ્રિલિયન ડૉલરનું દેવું હતું, જે ઓબામાના શાસનમાં બમણું થઈ ગયું હતું. મુનીએ કહ્યું હતું કે ઓબામાના 8 વર્ષના શાસનમાં અમે અમારા પર દેવાનો ભાર બમણો કરી નાંખ્યો હતો. અને હવે અમે તેને વધુ વધારી રહ્યા છીએ. દેવું અને સ્થાનિક ઘરેલુ ઉત્પાદન(જીડીપી) ગ્રોથ કાબુ બહાર જતાં રહ્યા છે. અમે પ્રતિ વ્યક્તિના હિસાબે દર્ વર્ષે 10 હજાર ડૉલરનું દેવું વિદેશોમાંથી લઈ રહ્યા છીએ.