એલોન મસ્કનો વિરોધ હતો તે “One Big Beautiful Bill” અમેરિકાના બન્ને ગૃહમાંથી પસાર, શું છે જોગવાઈઓ?

by Investing A2Z

વૉશિગ્ટન- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બહુ ચર્ચિત “વન બિગ બ્યૂટીફૂલ બિલ” (One Big Beautiful Bill)ગુરુવાર મોડી રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં 218-214 અંતરથી પાસ થઈ ગયું છે. (One Big Beautiful Bill passed in America) તેમના બીજા કાર્યકાળની આ બહુ મોટી ઉપલબ્ધિ માનવમાં આવી રહી છે. આ વિધેયક સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પસાર થઈ ગયા બાદ હવે રાષ્ટ્રપતિની સહી માટે મોકલી દેવામાં આવ્યું છે.

વિધેયક પર જ્યાર મતદાન યોજાયું ત્યારે બે રિપ્લિકન સાંસદોએ પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈને ડેમોક્રેટિક પક્ષમાં મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલ બન્ને ગૃહમાં પસાર થઈ જતાં ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મે લાખો પરિવારોને ‘ડેથ ટેક્સ’માંથી આઝાદી અપાવી છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકાની સ્વતંત્રા દિવસના અવસરે આ બિલથી શાનદાર ભેટ કોઈ હોઈ શકે જ નહી.

વિધેયક પસાર થયા પછી વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવ કૈરોલિન લેવિટએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે તેમની સૌથી મોટી ટેક્સમાં છૂટ અને ખર્ચા પર કાપના વિધેયક પર સહી કરવાની યોજના છે. 4 જુલાઈએ હસ્તાક્ષર સમારોહ એવા સમય થશે અને આ અવસરે વ્હાઈટ હાઇસમાં પિકનિકનું આયોજન કરવામાં આવશે.

800થી વધુ પાનાનું આ વિધયક પસાર કરાવવા માચે ટ્રમ્પે ખૂબ મહેનત કરવી પડી હતી. આ વિધેયક માટે જીઓપી નેતાઓને રાતભર કામ કરવું પડ્યું હતું. અને ટ્રમ્પને વ્યક્તિગત રૂપથી જરૂરી વોટ મેળવવા માટે હોલ્ડઆઉટ પર દબાણ પણ કર્યું હતું.

આ વિધેયકમાં ટેક્સમાં ઘટાડો, સેનાનું બજેટ, સુરક્ષા અને ઉર્જા ઉત્પાદન માટે ખર્ચ, સાથે સ્વાસ્થ્ય અને પોષણ કાર્યક્રમોમાં કાપ જેવી પ્રમુખ જોગવાઈઓ સામેલ છે. આ બિલ ગેરકાયદે પ્રવાસીઓને મોટા પાયે ડિપોર્ટેશન માટે ખર્ચ વધારવા જોડાયેલ છે. જ્યારે અન્ય વિપક્ષીઓનું માનવું છે કે આ ખર્ચની અસર દેશના સ્વાસ્થ્ય અને શિક્ષણ જા ક્ષેત્રો પર પડવાની સંભાવનાઓ છે. આ કારણે જે ઉદ્યોગપતિ અલન મસ્ક સહિત એક મોટો વર્ગ આ બિલની વિરુદ્ધમાં છે અને ટીકા કરતો રહ્યો છે. (Elon Musk’s opposition to the One Big Beautiful Bill)

ટ્રમ્પ પ્રશાસન અનુસાર આ બિલ 2017ના ટેક્સ ક્ટ્સ એન્ડ જોબ્સ એક્ટને સ્થાયી રૂપથી લાગુ કરવાની સાથેસાથે તેમના ચૂંટણીના વચનોને પુરા કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલા સમાન છે. (Trump fulfilled his election promise) બિલ પાસ થવાથી હવે કોંગ્રેસની અંદર મતભેદ ઉભા થયા છે.

ટ્રમ્પ આ બિલ બન્ને ગૃહમાંથી પસાર થતાં ખુશી વ્યક્ત કરી હતી. (US President Donald Trump expressed happiness) તેમણે કહ્યું હતું કે જેમ કે મે વાયદો કર્યો હતો તે મુજબ ટેક્સમાં ઘટાડો સ્થાયી થશે. હવે ટિપ્સ, ઓવરટાઈમ અને સામાજિક સુરક્ષા પર કોઈ ટેક્સ નહી લાગે. આયોવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ વિધેયક 2 મિલિયનથી વધુ પારિવારીક પેઢીઓને તથાકથિત એસ્ટેટ ટેક્સ- ડેથ ટેક્સમાંથી આઝાદી આપશે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના સ્વતંત્રતા દિવસના પ્રસંગ પર “વિન બિગ બ્યૂટીફુલ” બિલથી શાનદાર ગિફ્ટ કોઈ હોઈ શકે જ નહી. (The biggest gift on America’s Independence Day) આ બિલની સાથે 2024માં આયોવાના લોકોને કરેલો મારા દરેક વાયદા પૂર્ણ થયા છે.

વિધેયક પસાર થતાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ખુશી વ્યક્ત કરી હતી અને તમામને અભિનંદન આપ્યા હતા. તેમણે એક્સ પર લખ્યું હતું કે તમામને શુભેચ્છા. ક્યારેક મને એમ લાગતું કે 4 જુલાઈ પહેલા આપણે આ કામ પુરુ કરી શકીશું કે નહી.

તેમણે આગળ લખ્યું હતું કે અમે હવે સરહદને સુરક્ષિત કરવા માટે મોટા મોટા ટેક્સ કટ કરીને અને જરુરી સંસાધન આપ્યું છે.

યુનાઈટેડ ફૂડ એન્ડ કમર્શિયલ વર્કર્સ ઈન્ટરનેશનલ યુનિયનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મિલ્ટન જોન્સે કહ્યું છે કે આ નિરાશાજનક છે કે કોંગ્રેસે આ નુકસાનદાયક અને બદસૂરત વિધેયકને પસાર કરી દીધું છે. જે કામકાજી પરિવારોની જરૂરિયાતોને નજરઅંદાજ કરે છે અને એવો કાપ મુક્યો છે કે જે ક્રૂર છે. તેમજ આર્થિકરૂપથી બિલકુલ લાપરવાહ છે.

Related Posts

Leave a Comment