
આજે સોમવારની સ્થિતિ
દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ અને બેંગલુરુ એરપોર્ટ પર સૌથી વધુ મુશ્કેલી થઈ રહી છે. જો કે એરલાઈન ધીરે ધીરે પોતાના શિડ્યુલને સ્થિર કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. IndiGo Flights Update ઈન્ડિગોએ રવિવારે લગભગ 1650 ફ્લાઈટોનું સંચાલન કર્યું હતું અને શનિવારે 1578 ફ્લાઈટો ઉડાડી હતી.
ડીજીસીએની ટીમ પૂછપરછ કરશે
ઈન્ડિગોની ફ્લાઈટોની ઉડાનમાં થઈ રહેલી ગરબડની તપાસ DGCA ની ટીમ બુધવારે ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને સીઓઓ ઈસિદ્દે પોરક્વિરાસની પૂછપરછ કરી શકે છે. આ જાણકારી સુત્રોમાંથી મળી રહી છે. ચાર સભ્યોની પેનલની ઈન્ડિગોની ઉડાનોમાં મોટા પાયે થઈ રહેલ કેન્સલેશનના અસલી કારણોની તપાસ કરવા માટે રચના કરવામાં આવી છે.
90 ટકાથી વધુ કન્ટ્રોલ
ભારતના એવિએશન સેકટર અચાનક બેજવાબદાર રીતે વર્ત્યું છે. ઈન્ડિગોને કારણે ફ્લાઈટો કેન્સલેશનમાં હજારો યાત્રિકોને મુશ્કેલીમાં નાંખી દીધા છે. ઈન્ડિગો અને તાતાની માલિકીવાળી એર ઈન્ડિયા ગ્રૂપ મળીને સ્થાનિક બજાર પર 90 ટકાથી વધુ કન્ટ્રોલ ધરાવે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે 1થી 7 ડીસેમ્બર, 2025 સુધીમાં 5,86,705 ટિકિટ રદ થઈ ગઈ છે અને તેની ટિકિટનું રીફંડ કરી દેવાયું છે. ટિકિટ કેન્સલ થતાં યાત્રિકોને 569.65 કરોડ રૂપિયાનું રીફંડ કરી દેવાયું છે. 21 નવેમ્બરથી 7 ડીસેમ્બર, 2025 સુધીમાં 9,55,591 ટિકિટ રદ થઈ છે અને તેમાં કુલ827 કરોડ રૂપિયા રીફંડ કરી દેવાયા છે.
1802 ફ્લાઈટોની ઉડાન
ઈન્ડિગોએ (IndiGo Flights Update) સોમવારે 138માંથી 137 સ્થળો માટે 1802 ફ્લાઈટો ઉડાડી છે. પણ 500 ઉડાને રદ કરી દીધી છે. આ જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી હતી. વધુમાં માહિતી આપી હતી કે 4500 બેગ યાત્રિકોને પરત મોકલવામાં આવી છે. હજી વધુ 4500 બેગ આગામી 36 કલાકમાં યાત્રિકોને સુધી પહોંચાડી દેવાશે.
Most Watched Video News
Stock Market India: સેન્સેક્સ 609 પોઈન્ટ તૂટ્યો, શેરબજારમાં કડાકા પાછળ કયા કારણો?
કંપનીએ ડીજીસીએને આપ્યો જવાબ
આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે જાણવા મળ્યા મુજબ ડીજીસીએને ઈન્ડિગોના સીઈઓ અને સીઓઓનો જવાબ મળ્યો છે. ઈન્ડિગોની ફ્લાઈટો કેન્સલ થવાથી લાખો યાત્રિકોને ભારે મુશ્કેલીઓ પડી છે. અને જેના સંદર્ભમાં ડીજીસીએએ શોકોઝ નોટિસ આપી હતી, જેનો જવાબ આપવામાં આવ્યો છે. ઈન્ડિગોએ 8 ડીસેમ્બરે સાંજે 6 વાગ્યા આસપાસ સીઈઓ અને સીઓઓ બન્નેની સહી સાથેનો જવાબ જમા કરાવ્યો છે.
ઈન્ડિગોના શેરમાં 8.62 ટકાનો મોટો કડાકો
ઈન્ડિગોની ફ્લાઈટોના કેન્સલેશનને કારણે સતત ઈન્ડિગોના શેરમાં વધુ કડાકો બોલી ગયો હતો. ઈન્ડિગોના શેરમાં આજે સોમવારે 463 રૂપિયા(8.62 ટકા)નો કડાકો થયો હતો અને શેરનો ભાવ 4,907.50 બંધ રહ્યો હતો. જે ટ્રેડિંગ સેશન દરમિયાન 4,842.50ની લો બનાવી હતી. એક સપ્તાહમાં શેરના ભાવમાં 15.30નો ઘટાડો નોંધાયો છે.