ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈકઃ શેરબજારમાં ભારે વેચવાલી

by Investing A2Z
Stock Market India

અમદાવાદ– ભારતે પાકિસ્તાન ( Pakistan ) અને પીઓકે (POK) માં ઓપરેશન સિંદૂર ( Operation Sindoor ) અંતગર્ત મોડી રાત્રે એરસ્ટ્રાઈક કરી છે, અને આ એરસ્ટ્રાઈકમાં 90 આતંકીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. અને પાકિસ્તાનમાં આવેલા નવ આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. ભારતની પાકિસ્તાન અને પીઓકે પર એરસ્ટ્રાઈક (AirStrike)  ના સમાચારથી શેરબજારમાં ( Stock Market India ) સાવચેતી સાથે શરૂના ઘટાડા પછી સુધારો આવ્યો છે.

ભારતના જમ્મુ કશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હૂમલાના બદલામાં ભારતે પાકિસ્તાનમાં મંગળવાર મોડી રાતે ઓપરેશન સિંદૂર અનુસાર એરસ્ટ્રાઈક કરી છે. ( Pahalgam Terror Attack ) અને ત્રણેય સેનાઓના જોઈન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનના 4 અને પીઓકેના 6 સ્થળોને ટાર્ગેટ કરાયા છે. જેમાં 90 આતંકીઓના મોત થવાના સામાચાર મળી રહ્યા છે. જેની અસર ભારતીય શેરબજાર પર અસર જોવા મળી છે.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલે મંગળવારે 80,641 બંધ હતો. આજે બુધવારે સવારે 79,948ની નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. જે 693 પોઈન્ટના ગાબજા સાથે ખૂલ્યો હતો. જો કે ત્યાર બાદ નીચા મથાળે લેવાલીનો ટેકો આવતાં સેન્સેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ગઈકાલે મંગળવારે 24,379 બંધ થયો હતો. જે આજે બુધવારે સવારે 24,233 નીચા લેવલ પર ખૂલ્યો હતો. એટલે કે 146 પોઈન્ટના ગાબડા સાથે ખૂલ્યો હતો. જોકે ત્યાર બાદ નીચા મથાળે લેવાલી નીકળતાં ઘટ્યા મથાળેથી સામાન્ય સુધારો આવ્યો છે.

જો કે સવારે બેંક નિફ્ટી પ્લસમાં ટ્રેડ કરી રહ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ પણ પ્લસમાં છે જોકે સ્મોલકેપ ઈન્ડેક્સ માઈનસમાં છે.

સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખૂ્લ્યા પછી થોડીક જ વારમાં ગ્રીન ઝોનમાં આવી ગયો હતો. જો કે સેન્સેક્સ નિફ્ટી પ્લસ થયા પછી ઊંચા મથાળે ફરી વેચવાલી આવતાં સેન્સેક્સ અને નિફ્ટી માઈનસમાં આવી ગયા હતા. હવે પાકિસ્તાન ભારત પર વળતો હૂમલો કરશે એવો ભય સતાવી રહ્યો છે. આથી શેરબજારમાં ખૂબ જ સાવેચતીનો માહોલ સર્જાયો છે.

 

 

You will also like

Leave a Comment