નવી દિલ્હી– ભારત અને પાકિસ્તાનની વચ્ચે 10 મેના રોજ યુદ્ધ વિરામ જાહેર થયું છે. (India Pakistan Ceasefire) તેના બે દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સોમવારે સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ સંબોધનમાં (PM Modi Address to Nation Public) જે કહ્યું તે એક એક વાતનો સંદેશ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે આતંકવાદીઓએ અમારી બહેનોના સિંદૂરને ઉજાડ્યા હતા. (Operation Sindoor) તેથી ભારતે આતંકના હેડક્વાર્ટ્સને સફાયો કર્યો હતો. ભારતના આતંકી વિરુદ્ધના હૂમલામાં 100થી વધુ ખુંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું હતું કે દુનિયાએ જોયું છે કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો ભારતે તણખલાની જેમ નષ્ટ કરી દીધા હતા. (India Pakistan War 2025) ભારતના શક્તિશાળી એર ડીફેન્સ સીસ્ટમે તેને આકાશમાં જ નિષ્ફળ બનાવી દીધા હતા. પાકિસ્તાનની તૈયારી સરહદ પર હૂમલો કરવાની હતી. પણ ભારતે પાકિસ્તાન પર જ હૂમલો કરી દીધો હતો. ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઈન્ફ્રાસ્ટ્રકચરને મોટાપાયે તબાહ કરી દીધું હતું. આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના અડ્ડાઓને ખંડેર બનાવી ચુક્યા હતા. જે પછી પાકિસ્તાન તરફથી જ્યારે આજીજી કરવામાં આવી કે આગામી દિવસોમાં કોઈ આતંકી ગતિવિધિ અને સૈન્ય દુઃસાહસ નહી થાય ત્યારે ભારતે તેના પર વિચાર કર્યો હતો.

દુનિયાએ જોયું કે કેવી રીતે પાકિસ્તાનની મિસાઈલો અને ડ્રોનના હૂમલાને ભારતે મજબૂત રક્ષા પ્રણાલીથી હવામાં જ નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાને ભારતની સરહદને નિશાન બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. ભારતે રણનીતિકરૂપથી જવાબ આપ્યો હતો અને તેના મુખ્ય બુનિયાદી ઢાંચા પર સટીક પ્રહાર કર્યો હતો.
ભારતે પાકિસ્તાનના એરબેસને નુકસાન પહોંચડાયું હતું. જેના પર પાકિસ્તાનને બહુ જ ઘંમડ હતો. ભારતે પહેલા ત્રણ દિવસોમાં જ પાકિસ્તાનને તબાહ કરી નાંખ્યું હતું, જેનો કોઈએ અંદાજો પણ લગાવ્યો ન હતો.
ભારતની આક્રમક કાર્યવાહી પછી પાકિસ્તાન બચવા માટેના રસ્તા શોધવા લાગ્યું હતું. અને ખૂબ જ ખરાબ રીતે પિટાઈ ગયા પછી 10 મેના રોજ બપોરે પાકિસ્તાની સેનાએ ભારતના ડીજીએમઓનો (DGMO) સંપર્ક કર્યો હતો. પાકિસ્તાનને કેટલાક વચનો આપવા મજબૂર થવું પડ્યું હતું. પાકિસ્તાન તરફથી કોઈ આતંકવાદી ગતિવિધિ કે સૈન્ય કાર્યવાહી નહી થાય. આ શરતોને આધીન સાવધાનીપૂર્વક વિચાર વિમર્શ પછી અમે પાકિસ્તાનના આતંકવાદી કેન્દ્રો અને સૈન્ય પ્રતિષ્ઠાનોની વિરુદ્ધ અભિયાનને અસ્થાયી રૂપથી અટકાવવાનો નિર્ણય કર્યો છે. જો કે આપણે સંતર્ક છીએ અને ભવિષ્યમાં તેમની કાર્યવાહી પર આકરી નજર રાખીશું.

પાકિસ્તાની સેના, પાકિસ્તાનની સરકાર જે રીતે આતંકવાદીઓને ખાવા પીવાનું આપી રહી છે. તે એક દિવસ પાકિસ્તાનને સમાપ્ત કરી દેશે. પાકિસ્તાનને જો બચવું હશે તો તેણે ટેરર ઈન્ફ્રાસ્ટ્રકચરનો સફાયો કરવો પડશે. ભારતનો મત એકદમ સ્પષ્ટ છે… ટેરર ઓફ ટોક, એક સાથે ન હોઈ શકે. ટેરર અને ટ્રેડ એક સાથે ચાલી શકે નહી. પાણી અને લોહી પણ એક સાથે વહી શકતાં નથી.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની સેનાએ પાકિસ્તાનમાં આતંકી કેમ્પ પર તેમના ટ્રેનિંગ સેન્ટર પર સટીક પ્રહાર કર્યો હતો. આતંકીઓએ સપનામાં પણ વિચાર્યું નહી હોય કે ભારત આટલો મોટો નિર્ણય લેશે. પણ જ્યારે દેશ એકજુટ હોય ત્યારે નેશન ફર્સ્ટની ભાવનાથી ભરલું હોય છે. રાષ્ટ્ર સર્વોપરી હોય છે તો આવા આકરા નિર્ણયો લઈ શકાય છે. પરિણામ લાવીને બતાવી શકાય છે.
ભારતના આતંકી કેમ્પ પરના હૂમલાથી આતંકવાદીઓના મનોબળ પર મોટો ઝાટકો લાગ્યો છે. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકવાદી કેન્દ્ર લાંબા સમયથી વૈશ્વિક આતંકવાદ માટે પ્રજાજન સ્થળોના રૂપમાં કામ કરતાં રહ્યા છે. દુનિયાભરમાં કેટલાય આતંકવાદી હૂમલા થયા તેનું કેન્દ્ર બિંદુ આ સ્થળો રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર ફકત નામ નથી, તે દેશના કોટી કોટી લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મે, 2025ની મોડીરાતે 7 મેની સવાર સુધીમાં પુરી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલતાં જોઈ છે.
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા દેખાડી હતી, તેને દેશ અને દુનિયાને ખળભળાવી નાંખ્યા હતા. રજાઓને મનાવી રહેલા નિર્દોષ અને માસુમ નાગરિકોને ધર્મ પુછીને તેમના પરિવારની સામે તેમના બાળકોની સામે બેરહમીથી મારી નાંખ્યા હતા. આ આતંકનો બહુ મોટો વીભત્સ ચહેરો હતો. આ દેશના સદભાવનાને તોડવાની કોશિષ હતી. મારી માટે વ્યક્તિગતરૂપથી પીડા બહુત મોટી હતી. આતંકવાદીઓને ખતમ કરવા માટે અમે ભારતીય સશશ્ત્ર દળોને પૂર્ણ અધિકાર આપ્યો હતો. ત્યાર પછી આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યોની પ્રાપ્તિ માટે અસીમ શોર્યનું પ્રદર્શન કર્યું હતું. ભારતની પરાક્રમી સેનાઓ, સશસ્ત્ર દળોને, અમારી જાસુસી એજન્સીઓને, આપણા વૈજ્ઞાનિકોને દરેક ભારતવાસી તરફથી સેલ્યૂટ કરું છું. તેમની વીરતા, તેમના સાહસ અને તેમના પરાક્રમને આજે આપણા દેશની દરેક માતા, બહેન અને દીકરીને સમર્પિત કરું છું.