પોરબંદર- Indian Railways ભારતીય રેલવે દ્વારા ગુજરાતના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ(Union Railway Minister Ashwini Vaishnav) અને પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.(Increase in railway facilities in four districts of Gujarat)
પોરબંદર સાંસદ ડૉ. માંડવિયાના(Union Minister Dr. Mansukh Mandaviya) સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.(Indian Railways) એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે, જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ થશે. 14મી એ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય પ્રધાન ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યો સહિત અગ્રણીઓ મુસાફરી પણ કરશે.(Indian Railways)
કેન્દ્રીય પ્રધાન ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં(PM Narendra Modi) વિકસિત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.
આર્થિક ગતિ વિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે. લોકો માટે આગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે. તેમ જણાવ્યું હતું. બીજી બાજુ દશકોથી જે સુવિધાની માંગણી પડતર હતી તેનો હકારાત્મક સ્વીકાર થતા લોકોમાં બહોળો આવકાર મળી રહયો છે.
ટ્રેનમાં બેસી પ્રધાનો રાજકોટથી પોરબંદર જશે
ખૂબ ટૂંકા સમયમાં ઝડપી રેલ સેવાનો(Indian Railways) પ્રારંભ કરાવનાર પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાનું 14મી નવેમ્બરે અનેક રેલવે સ્ટેશને વિવિધ મંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. તાજેતરમાં પોતાના મતવિસ્તારમાં બે વિમાન સેવાનો પ્રારંભ કર્યો, હવે એક સાથે બે ટ્રેન ફાળવતા લોકોમાં સ્વાગત સન્માન માટે ઉત્સાહ બમણો થઈ ગયો છે.
અત્યાર સુધી રાજકોટ પોરબંદર વચ્ચે એક ટ્રેન દોડતી હતી, હવે દરરોજ એક સાથે ત્રણ ટ્રેન દોડશે. ‘પોરબંદરનો જમાનો ફરી આવશે’ તેવું જાહેરમાં બોલનારા કેન્દ્રીય પ્રધાન ડૉ. માંડવિયાએ આ સાબિત કરી બતાવ્યું કે વિકાસના દ્વાર ખુલી ગયા છે. જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એમ ચાર જિલ્લા વચ્ચે યતાયાત સુગમ બની ગઈ છે.
