
આર્થિક સર્વેમાં કહેવાયું છે કે આગામી વર્ષમાં નોમિનલ જીડીપી 15.4 ટકા રહેવાની ધારણા છે, તેમજ સીએસએસએ અનુમાન લગાવ્યું છે કે અર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ દરમાં 23.9 ટકા જ્યારે બીજા ત્રિમાસિકગાળામાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. આર્થિક સર્વે રજૂ થયા પછી લોકસભાને પુરા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.




